Book Title: Abhidhan Rajendra Kosh Part 01 Shabdarth Vivechan - Shabdona Shikhar
Author(s): Rajendrasuri, Vaibhavratnavijay
Publisher: Raj Rajendra Prakashan Trust
View full book text
________________ પછી જિનાલય અંગેનું મંતવ્ય જાણવા માટે તેમની આગળ રજિસ્ટર ધરવામાં આવ્યું. મંદિરોની શોભા જોઇને તેના માટે શું લખવું તે વિષયક શબ્દો પણ તેમને જડતા નહોતા માટે જ તેમણે લખી દેવું પડ્યું હતું speechless આના માટે કોઇ શબ્દો જ ન હોઈ શકે. અર્થાતુ શબ્દોથી લખીને વ્યક્ત કરી ન શકાય તેવું અદ્દભૂત કલામય છે. નિર્વેર (ત્રિ.). (શબ્દોથી કહી ન શકાય તેવું, અનભિલાખ, અનિર્વચનીય હોય તે) જીવ અપૂર્વ વર્ષોલ્લાસથી પૂર્વે ક્યારેય ન ભેદેલી રાગ-દ્વેષની ગ્રંથિને જ્યારે સૌ પ્રથમવાર ભેદે છે. ત્યારે તેના ચિત્તમાં સમ્યક્ત પ્રાપ્તિનો જે આનંદ હોય છે તે અનિર્વચનીય હોય છે. કોઇ શબ્દોમાં તેને ઢાળી ન શકાય તેવા હર્ષનો અનુભવ થાય છે. अणिद्देसकर - अनिर्देशकर (पु.) (માન્ય ન કરનાર, કબૂલ ન કરનાર) વ્યાવહારિક જગતમાં જૂઠના બળે કે પૈસાના જોરે તમારા આચરેલા ગુનાને તમે કદાચ છુપાવી શકશો. અદાલતો અને કાનૂનને ઉલ્લુ બનાવી શકશો. પરંતુ યાદ રાખજો! આ બધાની સર્વોપરિ કર્મસત્તા ક્યારેય કોઇનું ચલાવી લેતી નથી. તેનો હિસાબ એકદમ ચોખ્ખો હોય છે. તે કોઇપણ પ્રકારની લાંચ કે રિશ્વતને માન્ય નથી કરતી. જેનો જે અપરાધ છે તેને તે પ્રમાણેની સજા ચોક્કસ મળે જ છે. ગપ્પUT - નિષ્પન્ન (ત્રિ.). (અતીતકાલીન નિષ્પત્તિથી રહિત 2. નહીં નિપજેલું, તૈયાર નહીં થયેલું) જેમ અનાજ ચૂલા પર ચઢીને, અગ્નિમાં તપીને, સીઝીને જ્યાં સુધી તૈયાર થતું નથી ત્યાં સુધી તે અભીય ગણાય છે. તેમ બાહ્ય જગતના પરિચયોનો ત્યાગ કરીને, ઉપસગદિને સહન કરવાની માનસિક તૈયારી માટે જયાં સુધી ચિત્ત તૈયાર થતું નથી ત્યાં સુધી પરમાત્મા સાથે તાદાભ્ય સંબંધ સધાતો નથી. મરમાળ - નિયત (ત્રિ.) (આમંત્રણ નહીં આપતો, નિમંત્રણ નહીં કરતો) સંત તુલસીદાસે પોતાના એક દોહરામાં લખ્યું છે કે “ભાવ નહીં માર નહીં, નહીં નયન મેં નેદ સુની વધુ રના, વાદે વન વરસે મદ અર્થાત જેના ચિત્તમાં આવકારનો ભાવ નથી, સત્કાર નથી અને આંખોમાં સ્નેહ નથી તેવા ઘરમાં ચાહે સોનું વરસતું હોય તો પણ તે ઘરમાં જવું જોઇએ નહિ. આદરપૂર્વક આમંત્રણ તો દૂર રહ્યું પરંતુ સામાને મીઠી નજરે પણ નથી જોતો તેના ઘરે કૂતરુંય ફરકતું નથી. ગામ - જમન (પુ.). (અષ્ટસિદ્ધિઓમાંની એક સિદ્ધિ) પ્રવચન સારોદ્ધારાદિ પ્રાચીન ગ્રંથોમાં આઠ સિદ્ધિઓનું વર્ણન કરવામાં આવ્યું છે. તે આઠસિદ્ધિઓમાં અણિમા નામની એક સિદ્ધિ આવે છે. એ અણિમા નામની સિદ્ધિ જેની પાસે હોય તે પુરુષ સમય આવ્યે પોતાના વિશાળકાય શરીરને અણુ જેટલું નાનું બનાવી શકે છે અને ગમે તે સ્થળે મરજી મુજબ પ્રવેશ કરી શકે છે. મિસ - (.) (માછલી 2. નિશ્ચલ આંખો 3. દેવ) મત્સ્ય અને દેવોની આંખો ક્યારેય પણ પલકારા મારતી નથી માટે તેઓ અનિમેષ કહેવાય છે. જયારે મનુષ્યોમાં એવી ખાસિયત હોતી નથી. મનુષ્યાદિની આંખો સમયાંતરે ઝપકતી જ રહે છે. આવા નિમેષ દૃષ્ટિવાળા મનુષ્યોની આંખો પણ ઘણી વખત અનુપમ, ચિત્તહારી દશ્ય જોઇને અનિમેષ થઇ જતી હોય છે તેમ ભક્તની આંખો પણ પરમાત્માને નિહાળતા સ્થિર થઇ જાય છે. अणिमिसणयण - अनिमिषनयन (पुं.) (દેવ, દેવતા, નિર્નિમેષ નયનવાળો) વ્યવહારસૂત્રના પ્રથમ ઉદ્દેશામાં લખેલું છે કે, દેવલોકના દેવો જમીનથી ચાર આંગળ ઉપર ચાલે છે, તેમના ગળામાં રહેલી ફૂલોની 284