Book Title: Abhidhan Rajendra Kosh Part 01 Shabdarth Vivechan - Shabdona Shikhar
Author(s): Rajendrasuri, Vaibhavratnavijay
Publisher: Raj Rajendra Prakashan Trust
View full book text
________________ અનિરુદ્ધપUTI - નિરુદ્ધ જ્ઞ (ત્રિ.) (અસ્મલિત છે પ્રજ્ઞા જેની, 2. તીર્થકર 3, કેવલી) જેમના કર્મો ક્ષય નથી થયા તેવા છદ્મસ્થ જીવોની પ્રજ્ઞા ગમે તેવી તીવ્ર હોઇ શકે છે. પરંતુ તે અવનાવાળી જ હોય છે. જયારે તીર્થકર ભગવંતો અને કેવલી ભગવંતોએ પોતાના પ્રચંડ આત્મિક પુરુષાર્થથી કર્મોનો ક્ષય કરીને નિર્મલ કેવલજ્ઞાનની પ્રાપ્તિ કરેલી. હોય છે. આથી તેમની પ્રજ્ઞા ત્રણેય કાળને વિષે અઅલિત ગતિવાળી હોય છે. - નિત્ન (પુ.) (વાયુ, પવન 2. ગઈ ચોવીસીના ૨૧મા તીર્થંકર, બાવીસમા તીર્થંકરના પ્રથમ સાધ્વી) મંદ મંદ વાઈ રહેલો વાયુ સૌને પ્રિય થઈ પડે છે અને તે સંતપ્ત આત્માને શાતા આપે છે. પરંતુ તે વાયુ મોટું સ્વરૂપ લઇને વાવાઝોડું બને છે ત્યારે સહુકોઈ તેનાથી ગભરાય છે અને તે ઘણો બધો વિનાશ વેરે છે. તેમ કુટુંબ પ્રત્યેની જવાબદારી નિભાવવામાં આવે ત્યાં સુધી કર્મોની અલ્પસ્થિતિ બંધાય છે. પરંતુ તે જવાબદારીમાં મમત્વનું વાવાઝોડું ઊભું થાય છે ત્યારે તે આત્માના ગુણોનો હ્રાસ કરે છે અને જીવને દુર્ગતિ તરફ ધકેલે છે. મળતૈમરૂ () - નિત્તામયિન(ત્રિ.) (વાતરોગી) (રેશ). (પ્રભાત, સવાર, પ્રાતઃકાલ) વિજ્ઞાન પ્રાય: કરીને ધાર્મિક બાબતોમાં વિરોધી સૂર પૂરાવતું રહ્યું છે. ધર્મ જે વાત કરે તેનું વિજ્ઞાન હંમેશાં પ્રત્યક્ષ પ્રમાણ માંગે. જો પ્રમાણ ન મળે તો તે હિતકારી વાતને પણ ભાંડવા માંડે. તેનો વિરોધ કરે. પરંતુ વિરોધી એવું વિજ્ઞાન પણ એક વાત પર સમ્મત છે. દા.ત. યોગાભ્યાસ, જાપ, ધ્યાન, સ્વાધ્યાય, પૂજા વગેરે ધર્મરાધના માટે શ્રેષ્ઠ સમય પ્રભાત કાળને ગણ્યો છે. તો શારીરિક સ્વસ્થતા અને માનસિક તાણને ઓછી કરવા યોગો માટે વિજ્ઞાને પણ સવારના સમયને ઉત્તમ ગણેલો છે. ગાછિય - નિત્નચ્છિત (ત્રિ.) (ખસી ન કરેલું, ખસી ન કરેલો અખંડિત-બળદ આદિ) પંદર કર્માદાનોમાંનું એક કર્માદાન છે નિલંછન કર્મ. ગાય ભેંસના વાછરડા વગેરે પશુઓને ખેતી આદિ કરાવવાના લોભથી તેની ખસી કરવામાં આવતી હોય છે. જે જિનાજ્ઞાપાલક શ્રાવક છે તેના માટે પશુ સંબંધી ખસી આદિ કરાવવાનો નિષેધ કરેલો છે. કારણ કે આનાથી પણ કર્મનો બંધ થાય છે જેથી ભવાન્તરમાં જીવને તેવા પ્રકારના કટુ ફળ ભોગવવા પડે છે. મળવારિચ - નિવારિત (ત્રિ.) (નહીં અટકાવેલું, રોકેલું નહિ) જો ડેમમાં નાનું કાણું પડી ગયું હોય અને તેમાંથી આવતું પાણી અટકાવવામાં ન આવે તો સમય જતાં તે મોટું સ્વરૂપ ધારણ કરીને આખા શહેરને ડુબાડી દે છે. તેમ જે શ્રમણો અને શ્રાવકો પોતાના જીવનમાં લાગતા રહેતા નાના નાના દોષોને અટકાવતા નથી. તો સમજો એ નાના દોષો સમયાન્તરે મોટા અપરાધનું સ્વરૂપ ધારણ કરીને આત્માને દુર્ગતિગામી બનાવે છે. अणिवारिया - अनिवारिका (स्त्री.) (જેને સારું ખોટું કરતા અટકાવનાર કોઇ નથી તેવી સ્ત્રી) આજના સમયમાં સ્ત્રી સ્વતંત્રતાનો જબરદસ્ત વાયરો ચાલી રહ્યો છે. તેના પરિણામે સ્ત્રીઓનું કેટલી હદ સુધી અધ:પતન થઈ ચૂક્યું છે તે વાત કોઈનાથી છૂપી નથી. કહેવાતી સ્વતંત્ર સ્ત્રીઓ સ્વતંત્રતાના નામે કેટલાય ખોટા કાર્યો કરી લેતી હોય છે. તેમને અટકાવનાર આજે કોઇ જ નથી. પ્રાચીન સમયમાં સ્ત્રીને ક્યારેય ગુલામ ગણવામાં આવી જ નથી. ઉલટાનું જેટલું સન્માન સ્ત્રીને આપવામાં આવતું હતું તેનું પા ભાગ જેટલું ય આજે રહ્યું નથી, આજની સ્વતંત્ર સ્ત્રીઓ સારી કે પ્રાચીન કાળની સન્માનનીય સ્ત્રીઓ સારી હતી ? વિચારજો ! 288