Book Title: Abhidhan Rajendra Kosh Part 01 Shabdarth Vivechan - Shabdona Shikhar
Author(s): Rajendrasuri, Vaibhavratnavijay
Publisher: Raj Rajendra Prakashan Trust
View full book text
________________ દુત () - નિવૃત્ત () (ઉપશાંત ન થયેલું, શાંતિરહિત 2. ત્રિદંડી, સંન્યાસી) ક્રોધને એ વેતાલ સમાન છે. ભૂત-વેતાલનો શરીરમાં પ્રવેશ થતાંની સાથે જ જેમ જીવ અવશ બની જાય છે તેમ ક્રોધ આવતાં જ જીવને પોતાના પર કાબૂ રહેતો નથી. અને પછી તો માતા-પિતા, ગુરુ, વડીલો આદિને પણ કઠોર તેમજ વક્ર વચનો કહે છે. બિત (2) પરિમ - નિકૃતપરિગામ (ત્રિ) (ઉપશમ નહીં પામેલા કષાયના પરિણામવાળો) ક્રોધ, લોભ, માન, માયા આ ચાર કષાયોનું આલંબન લેનાર જીવને તેઓ સુદીર્ઘ સંસારના પરિભ્રમણનો લાભ કરાવે છે. અર્થાત ઠા સંસારની વૃદ્ધિ થાય છે. કષાયોના તાત્કાલિક ફળરૂપે તમારા અન્ય સાથેના સંબંધો વણસશે અને અનુબંધના ફળસ્વરૂપે તમારો સંસાર અનંતકાળ પર્યત વધી જશે. વિચારી લો કષાયો કરવા કે ત્યાગવા, એ તમારા હાથમાં છે. अणिहुर्तिदिय - अनिभृतेन्द्रिय (त्रि.) (જેની ઇન્દ્રિયો શાંત નથી તે) ઇંદ્રિયોની ઇચ્છાપૂર્તિ કરવાથી શાંતિ મળે છે તેવું માનતા હોવ તો તે તમારી ભ્રમણા છે. જેમ આગમાં ઘી નાખીને આગને બુઝાવવાનો પ્રયત્ન કરવો તે જેટલું મૂર્ખામી ભર્યું છે તે રીતે ઇંદ્રિયોના સુખો ભોગવવાથી ઇંદ્રિયો ક્યારેય તૃપ્ત થતી નથી. અરે! જેની ઇંદ્રિયો જ વિષયોથી શાંત નથી થઇ તેના આત્માને શાંતિ કેવી રીતે મળે? अणीइपत्त - अनीतिपत्र (त्रि.) (જેના પાંદડા કીડાઓથી ખવાયેલા નથી તે). કોઈપણ વૃક્ષની શોભા ત્યાં સુધી જ કાયમ રહે છે જ્યાં સુધી તેની શાખાઓ કે પાંદડા વગેરે ઉધઈ કે કીડાઓથી ખવાયેલા નથી. તેમ શ્રમણની સાધુતા ત્યાં સુધી જ ટકે છે જ્યાં સુધી તેનું જીવન ગુવજ્ઞાનુસાર સંયમમાર્ગે ચાલતું હોય. જે દિવસે તેનામાં પ્રમાદ વગેરે દૂષણો રૂપ કીડાઓનો પ્રવેશ થાય છે તે દિવસથી તેની સાધુતા ખવાઈને નષ્ટ થઇ જાય છે. મય - ૩ની (1) (હસ્તિ અશ્વાદિરૂપ સૈન્ય) ઔપપાતિકસૂત્રમાં સૈન્ય સાત પ્રકારનું વર્ણવેલું છે. શ્રીસિદ્ધર્ષિ ગણિ ભગવંતે ઉપમિતિ ભવપ્રપંચા કથામાં મોહનીય કર્મ પોતાના કષાયો, નોકષાયો વગેરે સૈન્યથી આત્મા પર કેવી રીતે હુમલો કરે છે, તેને કેવો હેરાન પરેશાન કરે છે, તેનું ખૂબ જ સુંદર નિરૂપણ, કરેલ છે. જે જીવ ઉપમિતિ કથાનું વાંચન કરે તેને નિચે વૈરાગ્ય થયા વિના રહે નહીં. अणीयस - अणीयस (पुं.) (ભક્િલપુરવાસી નાગશ્રેષ્ઠી અને સુલસા નામક સ્ત્રીનો પુત્ર) સીસ - મનસુE (2) (એકહાથ પ્રમાણ અવગ્રહ થકી ખુલ્લું ન હોય તે) અરસાવવું - નિશ્રાત (2) (સર્વગચ્છમાન્ય ચૈત્ય, ઉપાશ્રય). પ્રાચીન કાળમાં તેમજ વર્તમાન સમયમાં પણ કેટલાક જિનાલયો કે ઉપાશ્રયો અમુક સમુદાય, ગચ્છ અને આચાર્યની નિશ્રાવાળા હોય છે. પરંતુ એવા કેટલાક સંઘો પણ હતા અને છે કે જેના હસ્તકના જિનાલય કે ઉપાશ્રયમાં દરેક ગચ્છના સાધુ-સાધ્વીજી ભગવંતો સ્થિરતા કે આવન-જાવન કરી શકે છે. આવા ચૈત્યાદિને શાસ્ત્રોએ અનિશ્રાકૃત કહેલા છે. મiાડ - નિર્દૂત (ત્રિ.) (બહાર નહીં કાઢેલું, બહાર ન નીકળેલું 2. પોતાનું નહીં કરેલું) જ્યાં સુધી ભસતા કતરા શેરી કે મહોલ્લામાં ફરી રહ્યા હોય ત્યાં સુધી આપણને નિરવ શાંતિની પ્રાપ્ત થઈ શકતી નથી. તેમ પોતાના ચિત્તમાંથી ક્રોધ, માન, માયા, લોભ, સ્વાર્થ વગેરે કૂતરાઓને બહાર નથી કાઢ્યા ત્યાં સુધી ચિત્તની પ્રસન્નતા કે માનસિક શાંતિ પ્રાપ્ત 192