Book Title: Abhidhan Rajendra Kosh Part 01 Shabdarth Vivechan - Shabdona Shikhar
Author(s): Rajendrasuri, Vaibhavratnavijay
Publisher: Raj Rajendra Prakashan Trust
View full book text
________________ જોડાણ તે અત્યંતર સંયોગ છે. પરમાત્માના શાસનને પામેલા શ્રમણ આ બન્ને પ્રકારના સંયોગથી વિપ્રમુક્ત હોય છે. મનુપાત (પુ.) (અનુસરણ 2. સંબંધ) *નુવાત (કું.) (અનુકૂળ પવન 2. અનુકૂળ પવનવાળો દેશ, જે દેશમાંથી અનુકૂળ પવન આવે છે તે) સામાન્ય રીતે ગ્રહ, નક્ષત્ર, તારા આદિના આધારે વ્યક્તિ ચાલતી હોય છે. તેના આધારે પોતાના ભાવિનું અનુમાન કરતી હોય છે. પરંતુ જે સમયે મહાન આત્માનું પૃથ્વી પર અવતરણ થવાનું હોય ત્યારે તે જીવના પુણ્ય પ્રભાવે ગ્રહ, નક્ષત્ર વગેરેને પોતાની ચાલ બદલીને તેને અનુકૂળ થવું પડે છે. આગામોમાં કહ્યું છે કે, જે સમયે પરમાત્માનો જન્મ થવાનો હોય તે સમયે ગ્રહો ઉચ્ચકોટીના થઈ જાય છે, વાતાવરણ પણ સુગંધિત થઈ જાય છે, પ્રતિકૂળ વહેતો પવન પણ અનુકૂળ રીતે વહેતો થાય છે. *મનુવર (કું.) (વિધિપ્રાપ્તનું વાક્યાન્તરે કથન કરવું તે, વિધિવાક્યને બીજી રીતે કહેવું તે, ઉક્ત વાતને ફરીથી કહેવી તે) શાસ્ત્રોના પદાર્થોનું કથન કરનાર વક્તા અનુવાદશીલ હોવો જોઇએ. અર્થાત્ સિદ્ધાંતમાં કહેલી વાતોને એક યા બીજી રીતે શ્રોતાને કહી શકે તેવી ક્ષમતાવાળો હોવો જોઇએ. જેમ કે વિધિવાક્ય છે કે અગ્નિ ઉષ્ણ છે. પરંતુ આમ સીધેસીધું કહેવાને બદલે અગ્નિ એ ઠંડીનો રામબાણ ઇલાજ છે એવા લોકપ્રસિદ્ધ ઉદાહરણ દ્વારા શાસ્ત્રીય પદાર્થોનું નિરૂપણ કરે. अणुवायवाय - अनुपायवाद (पुं.) (છઠ્ઠો મિથ્યાત્વવાદ) નયોપદેશ ગ્રંથમાં મિથ્યાત્વના જુદા-જુદા ભેદ બતાવવામાં આવેલા છે. તેમાંના છઠ્ઠા મિથ્યાત્વવાદનું નામ છે અનુપાયવાદ. अणुवालय - अनुपालक (पुं.) (ગોશાળાના આજીવકમતના મુખ્ય ઉપાસકનું નામ) મહુવાસ - મનુવાસ (પુ.) (એક સ્થાને કેટલોક કાળ રહીને પુનઃ ત્યાં જ વસવું તે) પંચકલ્પ ભાષ્યમાં સાધુને અનુવાકલ્પનો આચાર બતાવવામાં આવેલો છે. તેમાં કહેવું છે કે વર્ષાકાળના ચારમાસ, શેષકાળમાં માસકલ્પ, મારી-મરકી વગેરે ઉપદ્રવોના કારણે તથા વૃદ્ધાવસ્થાદિ વશ એક સ્થાને કેટલોક કાળ રહીને પુનઃ તે જ સ્થાને રહે તો કોઈ દોષ નથી, કેમ કે સકારણ એકસ્થાને વાસ શાસ્ત્ર સંમત છે. તે સિવાય શ્રમણ નિષ્કારણ મોહવશ એકના એક સ્થાને રહે તો તેને અતિચાર લાગે છે. યાવતુ સંયમનો ઘાત પણ થઈ શકે છે માટે ભારપૂર્વક તેનો નિષેધ બતાવેલો છે. अणुवासग - अनुपासक (पुं.) (શ્રાવક નહીં તે, મિથ્યાષ્ટિ, જૈનેતર ગૃહસ્થી 2. સેવા નહીં કરનાર) તીર્થકર ભગવંતોની આજ્ઞાને સંપૂર્ણ સત્ય માનનાર અને ભગવંતે પ્રરૂપેલા ધર્મની ઉપાસના કરનારને શ્રાવક કહેવાય છે. વીતરાગ ધર્મને ન સ્વીકારનાર મિથ્યાદષ્ટિ જીવને અનુપાસક કહેવાય છે. નિશીથસૂત્રની ચૂર્ણિમાં અનુપાસકના બે ભેદ કહેલા છે. 1. જેને આપણે ઓળખીએ છીએ તે જ્ઞાતક અને 2. જેને આપણે ઓળખતા નથી તે અજ્ઞાતક. મહુવાસ - મનુવાસના (સ્ત્રી). (ચામડાની નળીથી ગુદામાર્ગે પેટમાં તેલવિશેષ નાખવું તે, વ્યવસ્થાપના) ગુલ (વૈ) | - મનુદાન (ત્રિ.). (પ્રશાંત, ઉદ્વેગરહિત, વ્યગ્રતારહિત) ટીવી સેટ, સોફા સેટ, ડાયમન્ડ સેટ અને ડાઈનીંગ સેટ વચ્ચે ભણેલો-ગણેલો આજનો માનવી અપસેટ છે. કેમ કે આજનો માનવી પોતાની શક્તિ કે આવડત કરતાં અનેકગણી વધુ તૃષ્ણાને પાળી-પોષીને બેઠો છે પછી તે પ્રશાંત કે વ્યગ્રતારહિત કેવી રીતે રહી શકે? અર્થાત ન રહી શકે એ હકીકત છે. માં