Book Title: Abhidhan Rajendra Kosh Part 01 Shabdarth Vivechan - Shabdona Shikhar
Author(s): Rajendrasuri, Vaibhavratnavijay
Publisher: Raj Rajendra Prakashan Trust
View full book text
________________ હરિભદ્રસૂરિ મહારાજને જયારે ખબર પડી કે બૌદ્ધોએ તેમના બે પ્રિય શિષ્યને હણી નાખ્યા છે ત્યારે તેમનો આત્મા અશાંત થઈ ગયો. કષાયવશ તેમણે બૌદ્ધોને તેલની કઢાઈમાં તળવાની પ્રતિજ્ઞા લીધી અને તદનુસાર તેઓ કુલ 1444 બૌદ્ધાનુયાયીને મારી નાંખવા કટિબદ્ધ થયા. આ વાતની તેમના ગુરુને ખબર પડી. તેમણે શિષ્યને ઠેકાણે લાવવા માટે કષાયના કારણે ગુણસેન-અગ્નિશર્માના નવભવની પરંપરા લખીને મોકલી. તે વાંચતા જ તેમનો કષાય શાંત પડ્યો. अणुवसमंत - अनुपशमयत् (त्रि.) (ઉપશમન નહીં કરતો, શાન્ત નહીં થતો) રાખના ઢગલામાં દટાયેલા આગના કણિયાની શક્તિનો ખ્યાલ નથી આવી શકતો. પરંતુ જ્યારે એ તણખાને ખખોરીને બહાર કાઢવામાં આવે ત્યારે તે કણિયાના દઝાડનારા તાપનો ખ્યાલ આવે છે. તેમાં માત્ર હસતું મોટું રાખવાથી કે શાંત બેસી રહેવાથી આત્મા અકષાયી છે તેમ માની લેવાની જરૂર નથી. કિંતુ જ્યારે કસોટીનો સમય આવે અને તે સમયે અંદર પડેલો ક્રોધ જાગી ઊઠે ત્યારે ખ્યાલ આવે કે, આ જીવ તો અતિકષાથી જ છે. જે ઉપશાન્તિ દેખાતી હતી તે તો માત્ર ભારેલા અગ્નિ જેવી જ હતી. ગુવણું - અનુવસુ (છું.) (રાગવાળી, સરાગી 2. સ્થવિર 3. શ્રાવક) હે પ્રભુ!આ સંસારમાં વસનારા અમે તો સરાગી હોવાથી બોલા-અબોલા કરીએ એ તો હજુ સમજાય, પણ વિરાગી એવા આપ પણ જો અમારી જોડે અબોલા લઇને બેસશો અને અમને આમ જ રઝળતા મૂકી દેશો તો અમારી શી ગતિ થશે? માટે પ્રભુ ! આપ અમારો સાથ ક્યારેય ન છોડતા. अणुवस्सियववहारकारि (ण) - अनुपश्रितव्यवहारकारिन् (त्रि.) (અનિશ્રિત વ્યવહાર કરનાર 2. રાગપૂર્વક વ્યવહાર કરનાર) આચાર્ય ભગવંતને શાસનના ધોરી કહેવામાં આવ્યા છે. આખા શાસનને ચલાવવાનો ભાર તેમના શિરે હોય છે. તેઓ સંયમમાં દેઢ અને શિથિલ બન્ને પ્રકારના સાધુ પાસે અનુગ્રહકપાથી કે નિગ્રહકૃપાથી સંયમનું પાલન કરાવતા હોય છે. તે જે સાધુની સાથે પ્રેમથી કે કઠોરતાથી વર્તે છે તેનો મતલબ એવો નથી હોતો કે જેને પ્રેમથી રાખે છે તેની પર રાગ છે અને જેને કઠોરતાથી રાખે છે તેની પર દ્વેષ છે. કેમ કે સૂરિભગવંતો રાગરહિતપણે માત્ર અનુગ્રહબુદ્ધિએ વ્યવહાર કરનારા હોય છે.. મહુવ૬ - અનુપ ( વ્ય.) (માર્ગની સમીપ, રસ્તાની નજીક) કેડમાં છોકરું ને ગામમાં ઢંઢેરો' અર્થાતુ વસ્તુ પોતાની પાસે રહેલી હોવા છતાં તેને ગામમાં શોધવા નીકળે તો તે કેટલું મુખમીભર્યું લાગે? તેની જેમ જિનશાસનરૂપી માર્ગની નજીકમાં રહેલા હોવા છતાં આપણે બીજે બીજે ઠેકાણે ફાંફાં મારતા કરીએ છીએ. માર્ગ આપણી નજીક છે. જરૂર છે માત્ર વિવેક સાથે તેના પર ડગલું ભરવાની. અનુપ (કિ.) (ભાવથી ઉપધારહિત 2. છલરહિત, કપટરહિત 3. ઉપાયરહિત). શાસ્ત્રમાં પુંડરિક અને કંડરિકની કથા આવે છે. સંસારીપક્ષે બન્ને ભાઈઓ હતા. કંડરિકે વૈરાગી થઈને દીક્ષા લીધી અને પુંડરિક રાજા થયા, કંડરિક મુનિ સમય જતાં સંયમથી થાકી ગયા. તેઓ સંસાર પ્રત્યે આસક્ત થયા અને તેઓ વ્યવહારથી ભલે ઉપધિરહિત હતાં પરંતુ ભાવથી તેઓ પરિગ્રહી બન્યા. આ બાજુ રાજા પુંડરિક રાજયઋદ્ધિથી જોડાયેલા હોવા છતાં તેઓ પ્રતિદિન સંયમની ચાહના કરતા હતા આથી તેઓ ભાવથી અપરિગ્રહી હતા, છલરહિત હતા, કપટ-માયારહિત હતા. મyવાય - મનુદ્દત (ત્રિ.) (અગ્નિ આદિથી નાશ ન પામેલ, અવિનષ્ટ) કહેવાય છે કે, જ્યારે મોગલોએ હિન્દુસ્તાન પર આક્રમણ કર્યું ત્યારે ભારતની ઘણી બધી સાંસ્કૃતિક અને દુનિયામાં અજોડ ધરોહરને હાનિ પહોંચાડી હતી. તેઓએ શક્યતમ આ દેશની સ્થાપત્યકલાના સૌંદર્યને નષ્ટ કરવાના પ્રયત્નો કર્યા હતાં. અરે ! તેમણે ' જ્ઞાનવારસા સુદ્ધાને પણ છોડ્યો નહોતો. ઇતિહાસ કહે છે કે, તેઓએ લગાતાર છ માસ સુધી પોતાની રસોઈ જ્ઞાનભંડારોના 339.