Book Title: Abhidhan Rajendra Kosh Part 01 Shabdarth Vivechan - Shabdona Shikhar
Author(s): Rajendrasuri, Vaibhavratnavijay
Publisher: Raj Rajendra Prakashan Trust
View full book text
________________ अणुवत्ति - अनुवृत्ति (स्त्री.) (ગુરુના ઇંગિતાકારથી તેમને અનુકૂળ પ્રવૃત્તિ કરવી તે 2. અનુસરણ 3. અનુગમ) જેણે પોતાનું તન અને મન ગુરુના ચરણે સમર્પિત કરી દીધું છે તેવો આજ્ઞાકારી શિષ્ય હંમેશાં ગુરુને અનુકૂળપણે પ્રવૃત્તિ કરનારો હોય છે. તે ગુરુના શબ્દો દ્વારા નહીં બોલાયેલા આદેશને પણ તેમના ઇંગિત આકારો પરથી જાણી લેતો હોય છે અને તદનુસાર વર્તન કરે છે. મUવન - મનુપમોજ (ત્રિ.) (મુનિને ભોગવવા માટે અયોગ્ય) પિંડનિર્યુક્તિમાં સાધુનો ભિક્ષા સંબંધી આચાર અને તેમાં લાગતા દોષોનું વિસ્તૃત વર્ણન કરવામાં આવેલું છે. તેમાં કહેવું છે કે જે આહાર ગોચરી સંબંધી ૪૭દોષોમાંથી કોઇપણ દોષથી દૂષિત હોય કે જેને ગ્રહણ કરવાથી સંયમજીવન કલંકિત થાય તેવો આહાર સાધુને ભોગવવા માટે અયોગ્ય છે. અર્થાત્ તેવો આહાર સાધુને લેવો કલ્પતો નથી. અમુવમ - ઝનુપમ (ત્રિ.). (અનુપમ, ઉપમારહિત, બેજોડ) - પ્રશમરતિ પ્રકરણમાં લખ્યું છે કે, ચારિત્ર ગ્રહણ કર્યા બાદ સંયમ જીવનનું પાલન કરનાર સાધુ ચારિત્ર પાલનમાં એટલા તલ્લીન બની જાય કે તેમને તેના સિવાય બીજું કાંઈ સુઝે પણ નહી. સંયમ જીવનનો આનંદ દિનપ્રતિદિન વધતો જ રહે. એક વર્ષના સંયમ જીવનના પર્યાય સુધી પહોંચતા પહોંચતા તો તેમનો આત્મિક આનંદ અનુત્તરવાસી દેવોના સુખને પણ વટાવી ગયો હોય અને પછી તો તેમની આનંદાનુભતિની કોઈ ઉપમા જ આપી શકાય તેમ નથી હોતી. अणुवमसिरिय - अनुपमश्रीक (त्रि.) (ઉપમારહિત દેહની કાંતિ છે જેની તે) હેમચંદ્રાચાર્યજી મહારાજે સકલાઉત્ સ્તોત્રમાં પરમાત્માના દેહની કાંતિની સ્તવના કરતાં લખ્યું છે કે, તે વિભુ! આપના શરીરના અપૂર્વ સૌંદર્ય અને કાંતિની તો વાત જ શી કરવી. કેમ કે તે ઉપમાઓથી પર છે. તેને કોઈની ઉપમા આપી શકાય તેમ નથી. અરે દેવલોકના દેવો પણ આપની કાંતિ આગળ ઝાંખા પડે છે. જ્યારે આપ સમવસરણમાં બિરાજો છો તે વખતે આપના ચરણના નખની કાંતિથી દેવોના મુગટો ઝળકી ઉઠે છે. વમ -- અનુપમા (સ્ત્રી.) (એક ખાદ્ય પદાર્થ) મyવામાન - ગુવત્ (2) (પાછળથી બોલતો, પાછળ પાછળ બોલતો, અનુવાદ કરતો, કહેલા અર્થને ફરીથી કહેતો) આચારાંગાદિ સુત્રોમાં લખ્યું છે કે, જેઓ સ્વયં આચારમાં શિથિલ છે, દુર્ગુણોથી વ્યાપ્ત છે અને સદૂગણીના ગુણોને સહન કરી શકતા નથી તેવા પાર્થસ્થાદિ સાધુઓ ક્યારેય પણ સંયમી અને ગીતાર્થ સાધુઓનો સામનો કરી શકતા નથી. તેઓ ક્યારેય પણ તેમની સામે વાત કરી શકતા નથી. આથી તેઓ તેમની પાછળ લોકો સામે નિંદા કરતા હોય છે. તેમનો અવર્ણવાદ ફેલાવતા હોય છે. પરંતુ તેનાથી સંવેગી શ્રમણને કોઇ ફરક પડતો નથી. ઊલટાનું તેમના કર્મોની નિર્જરા જ થાય છે. अणुवरय - अनुपरत (त्रि.) (નિરંતર, પાપ વ્યાપારોથી નિવૃત્ત નહીં થયેલું, નહીં અટકેલું) બાહ્ય કે અત્યંતર બન્ને પ્રકારના વ્યાપારોથી સર્વથા નિવૃત્તિ થવી તેનું નામ છે મોક્ષ. સિદ્ધજીવોને ક્યારેય પણ કોઈપણ જાતનો વ્યવહાર કરવાનો હોતો નથી. પરંતુ આ અવસ્થા પ્રાપ્ત કરતા પૂર્વે તેઓએ સંસારમાં રહીને સર્વ શુભ - અશુભ ક્રિયામાંથી નિવૃત્ત થવાનો અભ્યાસ કર્યો હતો. પરંતુ જેઓ હજુ સુધી પાપક્રિયાથી અટક્યા નથી, તે જીવોનો સંસાર પણ અટકવાનો નથી અને જ્યાં સુધી સંસાર નથી અટક્યો ત્યાં સુધી પરમપદની પ્રાપ્તિ કેવી રીતે થશે ? 331