Book Title: Abhidhan Rajendra Kosh Part 01 Shabdarth Vivechan - Shabdona Shikhar
Author(s): Rajendrasuri, Vaibhavratnavijay
Publisher: Raj Rajendra Prakashan Trust
View full book text
________________ સહાયક બને તેવી ઉપાધિ રાખવાની શાસ્ત્રીય આજ્ઞા છે. શાસ્ત્રવિહિત ઉપધિનો અભાવ હોવો કે પછી તે સિવાયની ઇતર-વધારાની વસ્તુઓનો સંગ્રહ હોવો તે શ્રમણજીવનને ખંડિત કરનાર કહેલ છે. अणुवचय - अनुपचय (पुं.) (હાનિ 2. ગ્રહણ ન કરવું તે). ચૌદ રાજલોકમાં રહેલા પ્રત્યેક પદાર્થ, જેને પુદ્ગલ કહી શકાય તેવી દરેક વસ્તુ પછી તે રૂપી હોય કે અરૂપી તે બધામાં સમાનપણે ચયાપચયની પ્રક્રિયા થતી હોય છે. અર્થાત્ દરેક પુગલમાં ક્યારેય નહીં અટકવવાવાળી જૂના પરમાણુઓની હાનિ અને નવા પરમાણુઓની વૃદ્ધિ ચાલુ જ રહે છે. આથી તેવા પૌગલિક પદાર્થોની પ્રાપ્તિ કે અપ્રાપ્તિમાં હર્ષ કે શોક કરવો નકામો છે. મgવવંત - મનુનત્ (.) (પાછળ જતું, અનુસરણ કરતું) મધુવનવિ () - અનુપનવિન (ત્રિ.) (અનાશ્રિત 2. આજીવિકારહિત) જેમણે અત્યંતર શત્રુઓ પર વિજય મેળવી લીધો છે અને જેઓ મોક્ષસિંહાસન પર બિરાજે છે તેવા પરમાત્માનું શરણું જેઓએ સ્વીકાર્યું નથી તેમને અજ્ઞાની એવા લોકોની સેવા-ચાકરી કરવી પડે છે. તેઓને પરાધીન રહેવું પડે છે. પરંતુ જેઓના માટે એકમાત્ર પરમાત્મા જ આદેય છે તેઓ અનાશ્રિતપણે સ્વયં માલિકભાવને ભજે છે. અram - સામ્ (ભા.) (જવું, ગમન કરવું) મgવ (રેશી વિ.). (જેની સેવા શુશ્રુષા કરેલી હોય તે) પ્રવચનસારોદ્ધારમાં કહેલું છે કે, જે અનશન કરવા સમર્થ ન હોય તેવા ગ્લાન સાધુની આચાર્ય ભગવંત પ્રથમ છ માસ સુધી શુશ્રુષા કરાવે. છતાં પણ સ્વસ્થ ન થાય તો તેને સાધુસમુદાયમાં સોપે. સમુદાયમાં પણ ત્રણ વર્ષ સુધી તે બિમાર સાધુની ચિકિત્સા કરાવે. તેમ છતાં સ્વસ્થ ન થાય તો તેઓ એ સાધુને ગણમાં સોંપે. તે ગણ પણ સાધુની એક વર્ષ સુધી શુશ્રુષા કરે. તેમ છતાં સાજા ન થાય તો ગણ તે સાધુ સંઘને સોપે અને સંઘ તે સાધુની માવજીવ નિર્દોષ કે દોષિત દ્રવ્યોથી પણ તેમની શુશ્રુષા કરે. મyવત્ત - મનુવૃત્ત (ત્રિ.) (જીતવ્યવહારાદિમાં બીજીવાર પ્રવૃત્ત થયેલું) ઊંચે ચઢવાની ઇચ્છાવાળો કરોળિયો જયારે ચઢવાનો પ્રયત્ન કરે છે ત્યારે તે વારંવાર નીચે પડે છે છતાં પણ તે પોતાનો પ્રયત્ન . છોડતો નથી. તે પુનઃ પુનઃ ચઢીને આખરે પોતાના ઈચ્છિત સ્થાનને પ્રાપ્ત કરે છે. તેવી રીતે સાધનાનો માર્ગ કષ્ટદાયક જરૂર છે પરંતુ, અસાધ્ય નથી. એકવાર પતન થવા છતાં બીજી-સ્ત્રીજીવાર આગળ વધવા પ્રવૃત્ત થયેલો આત્મા આખરે પોતાના ગંતવ્ય સ્થાનને પ્રાપ્ત કરી લે છે. જે પ્રથમવારમાં જ ડરી જાય છે તે ક્યારેય પણ આગળ વધી શક્તો નથી. अणुवत्तय - अनुवर्तक (त्रि.) (અનુકુળ પ્રવૃત્તિ કરનાર 2. શિષ્યો પાસે અનુકુળ પ્રવૃત્તિ કરાવનાર ગુરુ 3, અનુલોમ-અવિપરીત) દરેક આત્માઓના જુદા-જુદા અધ્યવસાયો હોય છે. દરેક જીવોના ભાવો ભિન્ન ભિન્ન હોય છે. શુભ ભાવે દીક્ષિત થયેલા શ્રમણો પણ આ જગતના એક અંગ હોવાથી તેમના ભાવોમાં પણ વૈવિધ્યતા હોય છે. પરંતુ તેમને દીક્ષા આપનાર ગુરુભગવંત ઉત્સર્ગોપવાદના જાણકાર હોવાથી અને તે જીવમાં ગુણોનો વિકાસ કરવાની હિતબુદ્ધિથી તેમની પાસે કોઇપણ ઉપાયે સચ્ચારિત્રને અનુકૂળ પ્રવૃત્તિ કરાવનારા હોય છે. મgવત્તા - મનુવર્તન (સ્ત્રી.) (અનુસરણ, અનુકૂળ પ્રવૃત્તિ) 336