Book Title: Abhidhan Rajendra Kosh Part 01 Shabdarth Vivechan - Shabdona Shikhar
Author(s): Rajendrasuri, Vaibhavratnavijay
Publisher: Raj Rajendra Prakashan Trust
View full book text
________________ વાતો આગમથી વિરુદ્ધ હોય તે પદાર્થોની પ્રરૂપણા કરવી તે પણ અનુપદેશ ગણાય છે. મુવકોન -- અનુપજ (કું.) (અનર્થ 2. ઉપયોગશૂન્યતા 3, નિષ્કારણ, નિષ્ઠયોજન 4. જીવનો બોધરૂપ વ્યાપાર જેમાં ન હોય તે) અનુયોગદ્વાર સૂત્રમાં કહેલું છે કે ઉપયોગ એટલે જીવના જ્ઞાનનો વ્યવહાર. તે જીવની જ્ઞાન ચિત્તની હાજરીમાં જ સંભવે છે. જે વિચાર કે વ્યવહારમાં ચિત્તની શુન્યતા હોય છે ત્યાં જીવને બોધ સંભવી શકતો નથી અને ઉપયોગશૂન્ય વ્યવહાર મૂઢતાની નિશાની અવક્ષય - અનુપત (ત્રિ.) (જેણે કોઇપણ જાતનો ઉપકાર નથી કર્યો તે 2. જે અન્યના ઉપકાર નીચે આવેલો નથી તે). જીવદયાના પાલન દ્વારા અન્ય જીવોના પ્રાણોની રક્ષા કરવી તે પણ એક પ્રકારનો ઉપકાર જ છે. શાસ્ત્રોમાં કહેવું છે કે જે જીવ અન્ય જીવો પર ઉપકાર કરે છે તે અંતતોગત્વા પોતાના આત્મા પર જ ઉપકાર કરે છે અને જે જીવ બીજા જીવોનો ધ્વંસ કરે છે તે પોતાના આત્માનો જ ધ્વંસ કરે છે. अणुवकयपरहिय - अनुपकृतपरहित (त्रि.) (નિષ્કારણવત્સલ). જેવી રીતે હવા, પાણી, પ્રકાશ દરેક ૫ર સમાન રીતે ઉપકાર કરે છે તેમ તીર્થંકર પરમાત્માની અસીમ કૃપા આખા જગત પર એક સમાન રીતે વહે છે. તેમને કોઈ પ્રેમ કરે કે કોઈ તેમને ગાળો આપે પરંતુ, તે દ્વેષી પર ગુસ્સે કે પ્રેમી પર ખુશ નથી થતાં. તેમનું વાત્સલ્ય બન્ને પર એક સરખું હોય છે અને તે વાત્સલ્ય કરવા પાછળ કોઇ કારણ નથી હોતું. તીર્થકર ભગવંતનો આ સહજ સ્વભાવ જ હોય છે. આથી જ તો તેમને નિષ્કારણવત્સલ ઉપનામ આપવામાં આવેલું છે. अणुवकंत - अनुपक्रान्त (त्रि.) (જેનું નિરાકરણ થયેલું ન હોય તે) આગ લાગી હોય તો તેનું નિરાકરણ પાણી છે. શરીર પર ઘાવ થયો હોય તો તેનું નિરાકરણ મલમ છે અને ભૂખ લાગી હોય તો તેનું નિરાકરણ ભોજન છે. દરેક મુસીબતોનું નિરાકરણ હોય જ છે. મનમાં ક્રોધ, માન, માયા, લોભ વગેરે દુશ્મનો બેઠા હોય તો તેનું નિરાકરણ ક્ષમા, નમ્રતા, સરલતા અને ઉદારતા જ છે. મજુવાર - અનુપારા (ત્રિ.). (નામરહિત, અનિર્વચનીય). ચાર ગતિમાં રહેલા જીવો જુદા જુદા નામોથી ઓળખાય છે. દરેકના અલગ-અલગ નામો હોય છે. તે નામ તેમની પહેચાન બને છે અને જ્યાં નામ અનેક ત્યાં કર્મોની માત્રા પણ અનેક હોય છે. સિદ્ધશિલામાં વસતા આત્માઓ નામ રહિત હોય છે. આથી તેમને કર્મોનું કોઇ બંધન પણ નથી હોતું. ત્યાં વસતા અનંતા આત્માઓમાં અનંત જ્ઞાન-દર્શન-ચારિત્ર સમાનપણે છે અને તે જ તેમની ઓળખાણ છે. અનુવડ - અનુપત (ત્રિ.) (સંસ્કારરહિત, પ્રતિયત્નરૂપ સંસ્કાર કરેલો ન હોય તે) કોઈક ચિંતકે લખ્યું છે કે, એકાંતમાં રહેલી વ્યક્તિ જેવું વર્તન કરે છે, જેવો વિચાર કરે છે, ખરા અર્થમાં તે જ તેના સંસ્કાર છે. અર્થાત્ કોઈ જોતું ન હોય તેવા સમયે એકલી પડેલી વ્યક્તિ જો સારા વિચાર-વર્તન કરતો હોય તો તે તેના સંસ્કાર દર્શાવે છે અને જો તે જાહેરમાં કંઈ અને ખાનગીમાં અન્ય વ્યક્તિત્વ ધરાવતો હોય તો તે તેનું સંસ્કારરહિતપણું જણાવે છે, પુવાર - અનુપ () (ઉપધિનો અભાવ) શ્રમણજીવન પાળવામાં ઉપકારક બને એવી સામગ્રીને ઉપકરણ કે ઉપધિ કહેવામાં આવે છે એટલે જે ઉપકરણોની સહાયથી સાધુ પોતાના મહાવ્રતોનું પાલન સહજતાથી કરી શકે તેવા સંયમ યાપનના ઉપકરણોનો સંગ્રહ, સાધુને પોતાના ચારિત્ર જીવનમાં 335