Book Title: Abhidhan Rajendra Kosh Part 01 Shabdarth Vivechan - Shabdona Shikhar
Author(s): Rajendrasuri, Vaibhavratnavijay
Publisher: Raj Rajendra Prakashan Trust
View full book text
________________ મહિ - અનુરાધા (સ્ત્રી.) (અનુરાધા નામનું નક્ષત્ર, નક્ષત્રવિશેષ) अणुरुज्झंत - अनुरुध्यमान (त्रि.) (અપેક્ષા કરતો, આશા રાખતો, દરકાર રાખતો, રાહ જોતો) આજના માનવીને દરેક વસ્તુ તત્કાળ જોઈએ છે. કોઈપણ વસ્તુની એ રાહ જોઈ શકતો નથી. રાતોરાત કરોડપતિ બનવાના શેખચલ્લી ખ્વાબ જોતો શેર, સટ્ટાના રવાડે ચડીને પોતાની પાસે રહેલી મૂડીને પણ ગુમાવી દે છે. પરિણામે સતત અશાંત મનવાળો એવો તે પારિવારિક, સામાજિક આનંદને પણ માણી શકતો નથી. अणुरुंधिज्जंत - अनुरुध्यमान (त्रि.) (અપેક્ષા કરતો, આશા રાખતો, દરકાર રાખતો, રાહ જોતો) જે વ્યક્તિઓ હંમેશાં અન્યને મદદરૂપ થવાના સ્વભાવવાળી છે, કોઈનું પણ ખરાબ કરવાનો વિચાર કરતી નથી તેવી ભલી વ્યક્તિઓના પ્રસંગો હંમેશાં સારી રીતે પૂર્ણ થતા હોય છે. કદાચ ક્યારેક કોઈ તકલીફદાયક પરિસ્થિતિ આવે તો તે અન્ય વધુ સારી પરિસ્થિતિના નિર્માણ માટેની શરૂઆતરૂપ હોય છે. માટે સારા ફળની અપેક્ષા કરતા હો તો બીજાનું સારું ઇચ્છવું જોઈએ. અણુવ - અનુરૂપ (ત્રિ.) (સમાન, સ્વસ્વભાવ સદેશ 2. અનુકૂળ 3. યોગ્ય, ઉચિત, લાયક) એક સુભાષિતમને પરમાત્માના ગુણોને ઉપમા ઉપમેય ભાવથી ઘટાવતા કવિએ લખ્યું છે કે, હે પરમાત્માનુ! આપને કોની ઉપમા આપવી તે જ સમજાતું નથી. કેમ કે ચંદ્રની અપાય તેમ નથી તેનામાં કલંક છે, સૂર્ય કહેવાય તેમ નથી તે તો આંખોને બાળે છે, ગુલાબ કહીશ તો તેમાં તો કાંટા લાગેલા છે જ્યારે આપ તો નિષ્ફટક છો. દુનિયાની કોઈ ઉપમા આપને લાગુ પડતી નથી. કેમ કે તમારા જેવું કોઈ જગતમાં છે જ નહિ. આપ અનુપમ છો. આથી છેવટે તેણે લખી દીધું કે, “મવાનીમવત્સરાદિ અર્થાતુ આપની સમાન આપ સ્વયં જ છો. કનુના (પુ.) (વારંવાર બોલવું તે, પુનઃ પુનઃ બોલવું તે) શાસ્ત્રદષ્ટિવાળા આચાર્ય ભગવંતો ભવિષ્યમાં આવનાર વિનોને પહેલેથી જ જાણી લેનારા હોય છે. તેમની દૃષ્ટિ દૂરંદેશી હોય છે. આથી જ શ્રાવકના જીવનમાં કે શાસન પર સંકટો આવતા પહેલાં જ વારંવાર લોકમાં તેની જાહેરાત કરે છે. જેવી રીતે શેરબજારમાં ઉછાળો આવે ત્યારે બધા તેની પાછળ ગાંડા થઇને દોડતા થઈ જાય છે, ત્યારે જમાનાના અનુભવી પુરુષો વારંવાર કહેતા હોય છે કે, આ આગ નથી પરંતુ ભડકો છે તેમાં અંજાઈ ના જશો. તેનાથી દૂર રહેજો. પરંતુ કમઅક્કલના લોકો સમજે નહીં અને જયારે સમજે ત્યારે તેનું દુષ્પરિણામ આવી ચૂક્યું હોય છે. अणुलिंपण - अनुलेपन (न.) (એકવાર લિંપેલી ભૂમિને ફરીથી લિંપવી તે, ફરી વિલેપન કરવું, પુનઃ લેપ કરવો તે) અત્યારે જેવી રીતે ઘરોમાં લોકો માર્બલ, સિરામીક, ઇટાલીયન વગેરે ટાઇલ્સો નખાવે છે. તેમ પ્રાચીનકાળમાં ઘરની જમીનો ગોબરથી લિપવામાં આવતી હતી. ગોબરનો ગુણધર્મ એ હતો કે, તે શિયાળામાં ગરમાવો તથા ઉનાળામાં ઠંડક અને ઘરમાં નાનામોટા અનેક રોગો થવા દેતું ન હતું. દરવર્ષે લોકો ઘરમાં લિપેલી જમીન ઉપર જ ગોબરથી પુનઃ લિંપીને નવીન કરતા હતાં. મનિ - મનુનિત (ત્રિ.) (ચંદનાદિનું વિલેપન કરેલું, લિપ્ત, લિપેલું) માનવીનું શરીર ઔદારિક પુદ્ગલોમાંથી નિર્મિત થયેલું છે. આથી તેના શરીરની માવજત માટે કુદરતી રીતે બનેલા અરિઠા, હળદર, મલાઇ, ચંદન વિલેપન, માટી વગેરે વાપરતા હતા. જેથી શરીર તંદુરસ્ત અને સુંદરતાપૂર્ણ રહેતું હતું. આજના પ્રમાણમાં શરીરના રોગો નહોતા થતા. પરંતુ આજનો માનવી બનાવટી થઈ ગયો છે. આથી શરીર માટે પણ તે બારમાં હર્બલના નામે મળતી બનાવટી વસ્તુઓને વાપરતો થઇ ગયો છે. પરિણામે તેનું શરીર અને સૌંદર્ય પણ બનાવટી થઈ ગયું છે. 332