Book Title: Abhidhan Rajendra Kosh Part 01 Shabdarth Vivechan - Shabdona Shikhar
Author(s): Rajendrasuri, Vaibhavratnavijay
Publisher: Raj Rajendra Prakashan Trust
View full book text
________________ વિવેકગુણનું પ્રાગટ્ય થઈ ગયું તો ગમે તેવી વિપરીત પરિસ્થિતિઓમાં પણ માણસ ચંચળ બનીને પોતાનું અહિત તો નહીં કરે તેમજ અત્યંત સુખ સાહ્યબીમાં પણ ગાઢ આસક્ત બનીને અંદર ખૂપી તો ન જ જાય. અપરંપા - અનુરા (સ્ત્રી) (ગાડી) એક ગામથી બીજે ગામ જવું હોય તો જ્યાં સુધી ગાડીમાં બેઠા નથી ત્યાં સુધી આપણને ચિંતા રહે છે. ગાડીમાં બેઠા પછી ગંતવ્ય સ્થાને પહોંચવાનું નક્કી જ હોવાથી વ્યક્તિ નિશ્ચિત થઈ જાય છે. તેમ સર્વદુ:ખો અને કર્મોના નિસ્તારરૂપ મોક્ષનગર પહોંચવા માટે માત્ર ધર્મરૂપ ગાડીમાં બેસવાની જરૂર છે. એક વાર ધર્મમાં આવી ગયા પછી તો જીવ નિશ્ચિત થઈ જાય છે કેમ કે ધર્મરૂપ ગાડી જ તેને મોક્ષનગરની મંઝિલ પ્રાપ્ત કરાવી જ દેશે. અરનિય - અનુરાગ્રત (ત્રિ.) (સંપ્રદાયની પરંપરાથી રંગાયેલું, સંપ્રદાયાનુરાગી) સર્વજ્ઞપ્રણીત જિનધર્મ સંસારના રાગ-દ્વેષ લડાઈ-ઝગડાથી ઉપર ઊઠી જીવને શિવ બનાવવાની પ્રક્રિયા બતાવે છે, જેમાં મમત્વનો સંપૂર્ણ ત્યાગ કરી સર્વ જીવોને મિત્ર માની તદનુરૂપ વર્તવાની વાત કરે છે. વૈરાગ્યભાવ આવતાં યોગ્ય માર્ગે તેને આત્મકલ્યાણ સાધવા માટે પ્રેરિત કરે છે. પછી મારો સંપ્રદાય સાચો ને મારો ધર્મ સાચો વાળી હુંસાતુંસીમાં જીવ પુનઃ ત્યાં સંસારનું નિર્માણ કરે તેમાં ધર્મનો શું દોષ છે. રત્ત - અનુર (ત્રિ.) (અનુરાગી, પ્રેમી, સ્નેહી) આપણે રોજીંદા વ્યવહારમાં જેની સાથે નવી-સવી થયેલી સામાન્ય ઓળખાણને પણ મહત્વની ગણીને તેને સાચવવામાં ઘણી કાળજી રાખીએ છીએ. પરંતુ જેમનો આપણા ઉપર પરમ ઉપકાર છે એવા સિદ્ધ ભગવંતો, તીર્થંકર પરમાત્મા, સત્યમાર્ગને બતાવનારા શ્રમણો અને જેનું સેવન સર્વઇચ્છિતની પ્રાપ્તિ કરાવનારું છે તેવા ધર્મને આપણે દિલથી માનીએ છીએ ખરા? अणुरत्तलोयणा - अनुरक्तलोचना (स्त्री.) (ઉજ્જયિનીનગરીના દેવલાપુત્ર રાજાની પટ્ટરાણીનું નામ) अणुरसिय - अनुरसित (न.) (બોલાવેલું, પોકારેલું, મોટેથી અવાજ કરાયેલું). કૃપાવંત મહર્ષિઓ સર્વજીવો ઉપર કરુણા ચિંતવીને કહે છે કે જો તમારી પાસે શક્તિ, સામર્થ્ય, સંપત્તિ, બળ, વિદ્યાધન હોય તો આ બધાનો ઉપયોગ બીજા જીવોની સહાયતા માટે કરો. પરંતુ જો શક્તિ, સંપત્તિ, બળ વગેરેથી ઘમંડમાં આવીને અન્ય જીવોને પરેશાન-દુ:ખી કરશો તો તેના ફળરૂપે તમે પણ અત્યંત દુઃખને એટલે ત્રાસને ભોગવશો અને ત્યારે ગમે તેટલો પોકાર કરશો તો પણ તમને કોઈ મદદ નહીં કરે. મજુરી - મનુન (કું.) (અનુરાગ, અત્યન્ત સ્નેહ, પ્રીતિ, પ્રેમ) એકબીજા પ્રત્યેના અત્યંત પ્રેમને અનુરાગ કહેવાય છે. આવશ્યકસૂત્રના સામાયિકઅધ્યયનની નિયુક્તિ ઉપર જિનભદ્રગણિ ક્ષમાશ્રમણે રચેલા વિશેષાવશ્યક ભાષ્યમાં અનુરાગના ત્રણ પ્રકાર જણાવ્યા છે. 1. દેટ્યનુરાગ 2. વિષયાનુરાગ 3. સ્નેહાનુરાગ. મારામા - મવાત (ત્રિ.) (અનુકૂળપણે આગમન 2. પાછળ આવવું તે 3. સ્વાગત) કેવળજ્ઞાનની પ્રાપ્તિ પછી તીર્થકર ભગવંતો શાસનની સ્થાપના કરે છે અને જીવોના કલ્યાણ માટે દેશના આપે છે. તેઓ જયાં વિચરે છે ત્યાં તીર્થકરનામકર્મના પ્રભાવે ચારેય દિશામાં પચ્ચીસ-પચ્ચીશ યોજન સુધી મારી થતી નથી, સ્વચક્ર કે પરચક્ર તરફથી ભય થતો નથી, અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ કે દુકાળ જેવી કુદરતી આફતો થતી નથી અને પૂર્વોત્પન્ન રોગો પણ શમી જાય છે. 331