Book Title: Abhidhan Rajendra Kosh Part 01 Shabdarth Vivechan - Shabdona Shikhar
Author(s): Rajendrasuri, Vaibhavratnavijay
Publisher: Raj Rajendra Prakashan Trust
View full book text
________________ છે, તેમ તેનું વ્યક્તિત્વ બીજાઓ સાથે ઘણી સમાનતાઓ હોવા છતાંય સ્વતંત્ર છે અને તેનો પ્રભાવ પણ સ્વતંત્ર હોય છે. અત્યંત શદ્ધ આત્માઓના સ્મરણમાત્રથી, પુણ્યશાળી જીવોની હાજરીમાત્રથી અન્ય જીવોના અવરોધો હટી જતા હોય છે અને તે સત્ય છે. upવંદ - અનુવન્દ (કું.) (સતત, નિરંતર, અવિચ્છિન્નપણું 2. સંબંધ 3. કર્મોનો સંબંધ, કર્મોનો વિપાક, પરિણામ) સારા કે ખરાબ કાર્યો પ્રત્યેનો તીવ્ર લગાવ જીવને કમનુબંધ કરાવે છે. જેના કારણે ભવિષ્યમાં તેને સતત એવા જ સંયોગોની પ્રાપ્તિ થાય છે. સારા કર્મો પ્રત્યેનું તીવ્ર ખેંચાણ તેને અનુકૂળ સંયોગોની પરંપરા તરફ લઈ જશે અને ખરાબ કાર્યો પ્રત્યેનું ખેંચાણ ભવિષ્યમાં નિરંતર તેવા જ ખરાબ સંયોગો ઉત્પન્ન કરશે. માટે કોઈપણ વસ્તુ તરફના તીવ્ર આકર્ષણ વખતે તેના ફળ-પરિણામને પણ વિચારી જોજો. મધુવંધવડે -- અનુવશ્વવતુ (ન.) (શાસ્ત્ર રચનાની પ્રારંભમાં કહેવાતા પ્રયોજનાદિ ચતુષ્ક) કોઈપણ શાસ્ત્ર રચનાની પ્રારંભમાં કર્તા ઇષ્ટદેવને નમનપૂર્વક વિષય પ્રયોજન, સંબંધ અને અધિકારી જણાવે છે. ગ્રંથમાં કહેવામાં આવતા વિષયનું કથન તે વિષય કહેવાય છે. ગ્રંથ રચના કરવાના કારણને પ્રયોજન કહે છે. સંબંધ એટલે આ ગ્રંથમાં જણાવેલા વિષયોને ક્યાંથી પ્રાપ્ત કરીને કહ્યા છે તે અને અધિકારી એટલે રચેલ ગ્રંથને ભણવાને કોણ યોગ્ય છે તેનું કથન. ઉપરોક્ત પ્રયોજનાદિ વસ્તુઓ સામાન્ય રીતે દરેક શાસ્ત્રગ્રંથની પ્રારંભમાં લખવામાં આવે છે. अणुबंधच्छेयणाइ - अनुबन्धच्छेदनादि (पुं.) (સંસારસંબંધનું છેષ્મ પ્રથમ છે તે, નિરનુબંધતા સંપાદક કમને ખપાવવાનો ઉપાય) બંધનો અર્થ જ થાય છે કે બાંધવું. વ્યવહારમાં પણ રાખેલા સંબંધો આપણને એક બીજા સાથે બાંધી રાખે છે. તો પછી સંસાર સાથેનો રાખેલો સંબંધ આપણને મોક્ષ કેવી રીતે આપી શકે? માટે જો મુક્તિસુખ જોઈતું હોય તો સંસાર સાથેનો સંબંધ વધારનારા સ્થાનોનો વિચ્છેદ કરવાનો ઉપાય વિચારવો જોઈએ. अणुबंधभाव - अनुबन्धभाव (पुं.) (અનુભાવ-રસરૂપે કર્મની સત્તા) જયારે પણ કર્મનો બંધ થાય છે ત્યારે તે ચાર પ્રકારે થાય છે. પ્રકૃતિબંધ, સ્થિતિબંધ, રસબંધ અને પ્રદેશબંધ. જે કર્મો ઉદયાવસ્થામાં આવે છે તેના પ્રકૃતિ આદિ ચારેય કર્મબંધને ભોગવવા પડતા હોય છે. જે કર્મો ઉદયમાં આવ્યા નથી, પરંતુ ભવિષ્યમાં આવવાના છે તે કર્મ સત્તારૂપે આત્મામાં રહે છે અને ત્યાં સુધી તે કર્મની પ્રકૃતિ, સ્થિતિ, રસ અને પ્રદેશ પણ સત્તારૂપે હયાત રહે છે. अणुबंधभावविहि - अनुबन्धभावविधि (पुं.) (પચ્ચખાણના પરિણામને નિરંતર ટકાવી રાખવાની વિધિ) જેમ આત્માની હાજરીથી શરીર ચેતનવંતુ અને શોભાયમાન રહે છે. તેમ કોઈપણ વસ્તુ કે પદાર્થના ત્યાગના સતત સચેત પરિણામથી પચ્ચખાણ ચેતનવંતુ બને છે. જયારે પ્રમાદ કરવામાં આવે તો પચ્ચખાણનો ભંગ થતા વાર લાગતી નથી. अणुबंधववच्छेद - अनुबन्धव्यवच्छेद (पु.) (ભવાન્તરના આરંભક અને અન્ય કર્મબંધનો વિચ્છેદ કરનાર) જેવી રીતે મન-વચન અને કાયાનો અશુભ વ્યાપાર ભવાન્તરીય દુષ્ટ કર્મનો સંચય કરે છે, અર્થાતું બંધ કરે છે, તેવી રીતે તે જ મનવચન-કાયાનો શુભ-શુદ્ધ વ્યાપાર અન્યભવોની પરંપરા વધારનારા કર્મબંધનો વિચ્છેદ પણ કરે છે. આથી કર્મોની જાળમાંથી છૂટવાને ઇચ્છતા જીવે જે પણ રીતે સંસારારંભક કર્મોનો વિચ્છેદ થઇ શકે તે રીતનો પ્રયત્ન કરવો જોઇએ. अणुबंधसुद्धिभाव - अनुबन्धशुद्धिभाव (पु.) (કર્મોના સતત ક્ષયોપશમથી આત્માની નિર્મળતા થાય તે) કીડી જેવો અત્યંત નાનો જીવ પણ લક્ષ્ય તરફ નિરંતર ગમન કરવા દ્વારા ધીરે-ધીરે પણ અંતરને મક્કમપણે સતત ઘટાડતો જાય છે તેમ ધર્મની કોઈ વિશિષ્ટ સમજણ વગરનો બાલજીવ પણ જીવદયાદિ ગુણોના સતત પરિપાલન વડે કર્મોના મળથી મુક્ત થતો થતો 322