Book Title: Abhidhan Rajendra Kosh Part 01 Shabdarth Vivechan - Shabdona Shikhar
Author(s): Rajendrasuri, Vaibhavratnavijay
Publisher: Raj Rajendra Prakashan Trust
View full book text
________________ ગુપ્પવર્ષ- ગુલાતુન (શવ્ય.) (વારંવાર આપવા માટે, દાન કરવા માટે) આજના કાળમાં દાનની વ્યાખ્યા જ ફરી ગઇ છે. પૂર્વના કાળમાં દાન સહ્યોગ અને લાગણીપૂર્વકનું કરવામાં આવતું હતું. જ્યારે આજે દાન પોતાની નામના, કીર્તિ અને વાહ વાહ માટે જ થાય છે. જ્યાં પોતાનું નામ આવતું હોય ત્યાં દાન કરવા માટે લોકો તત્પર રહેતા હોય છે, પરંતુ જ્યાં પોતાનું નામ નથી આવવાનું ત્યાં “અમારું કામ નહીં એમ વિચારીને ખસી જતા હોય છે. મનુષ્યના () - અનુવાન (જ.) (પુનઃ પુનઃ દાન કરવું તે, દાન આપવું તે) શાસ્ત્રમાં કહેવાયું છે કે દાન એ ઉત્તમ ધર્મ છે. પરંતુ કરવામાં આવતા દાનમાં દાતાએ પાત્ર અને અપાત્રનો વિવેક કરવો જરૂરી છે, અન્યથા તે દાન અપયશ કરનારું બને છે. જેમ ભરત ચક્રવર્તીએ આદ્યતીર્થપતિ ઋષભદેવને સાધુના વિચરણ માટે છ ખંડોનું દાન કરીને ઉત્કૃષ્ટ પુણ્યનો બંધ કર્યો હતો અને નવમા ચક્રવર્તી મહાપો સાધુષી નમુચિ મંત્રીને પોતાના પદનું દાન કરીને મોટી ભૂલ કરી હતી. માટે દાન આપવામાં પણ વિવેક રાખવો જરૂરી છે. ગુખમ્ - અનુપ્રમુ(કું.) (યુવરાજ 2. સેનાપતિ આદિ) રાજાશાહીના સમયમાં આખા રાજ્યનો સ્વામી એક જ રાજા રહેતો હતો, અને તે રાજા તેના પછી ઉત્તરાધિકારી તરીકે યુવરાજ પદે પોતાના કોઇપણ એક ગુણવાન પુત્રને સ્થાપિત કરતો હતો. તેમ આખા ગચ્છના અધિપતિ એક જ આચાર્ય રહેતા અને તેમના પછી ગરચ્છને અને સંઘને ચલાવવા માટે ગચ્છમાંથી કોઇપણ ગુણવાનું, ગીતાર્થ, અને ચારિત્રશીલ સાધુને યુવરાજપદની જેમ આચાર્યપદે અગાઉથી સ્થાપિત કરતા હતા. અર્થાતુ આખા ગચ્છમાં કુલ બે જ આચાર્ય વિદ્યમાન રહેતા હતા. अणुप्पवाएत्ता - अनुप्रवाचयितृ (त्रि.) (પાઠક, વાચક, ઉપાધ્યાય) પંચપરમેષ્ઠિ પદોમાં ઉપાધ્યાય તૃતીય સ્થાનના અધિપતિ છે. ઉપાધ્યાય ભગવંત સમુદાયના એક વિશિષ્ટ અંગ હોય છે. જેવી રીતે સેનાપતિ દુશ્મન સૈન્યથી બચવા માટે અને આત્મા રક્ષણ માટે રાજ્યમાં નવા સૈનિકો તૈયાર કરે છે. તેમ શાસ્ત્રોના જ્ઞાતા ઉપાધ્યાયવર્ય શાસનને વિદ્વેષીઓથી બચાવવા અને કર્મોથી ભવ્યાત્માઓની રક્ષા કરવા માટે સમુદાયમાં નૂતન શ્રમણોને શાસ્ત્રીયજ્ઞાનની તાલિમ આપતા હોય છે. अणुप्पवाएमाण - अनुप्रवाचयत् (त्रि.) (વર્ણાનુપૂર્વીક્રમે ભણતો). શાસ્ત્રોનું અધ્યયન 1. વર્ણાનુપૂર્વ ક્રમે અને 2. વણનાનુપૂર્વી ક્રમે એમ બે રીતે કરવામાં આવે છે. નૂતન દીક્ષિત કે નવા શાસ્ત્રોનો અભ્યાસ કરનારા શ્રમણો વર્ણાનુપૂર્વી ક્રમે પ્રત્યેક પંક્તિઓનો અભ્યાસ કરતા શાસ્ત્રોના જ્ઞાતા બને છે. જ્યારે શાસ્ત્રોનું અધ્યયન કરી ચૂકેલા જ્ઞાની પુરુષો ગ્રંથોના પરાવર્તનાદિ અર્થે અનાનુપૂર્વી ક્રમથી શાસ્ત્રોના વિષયોનું વચ્ચે વચ્ચેથી અધ્યયન કરતા હોય છે. अणुप्पवाय - अनुप्रवाद (पुं.) (બારમા અંગઆગમ પૈકીનું નવમું પૂર્વ, અપર નામ વિદ્યાનુપ્રવાદ પૂર્વ) ચૌદપૂર્વમાંનું એક પૂર્વ અનુપ્રવાદ નામે છે. જેનું અપર નામ વિદ્યાનુપ્રવાદ પણ છે. આ પૂર્વમાં અનેક વિદ્યાઓ, વિદ્યાના અતિશયો, સાધનાનુકૂળતા અને સિદ્ધિની શ્રેષ્ઠતા વર્ણવવામાં આવેલી છે. આ પૂર્વના કુલ અગિયાર કરોડ પંદર હજાર પદો છે. ઠાણાંગ, આચારાંગાદિ આગમોમાં નવમા પૂર્વ તરીકે અને પ્રવચન સારોદ્ધાર ગ્રંથમાં તેને દસમાં પૂર્વ તરીકે ઉલ્લેખાયેલ છે. अणुप्पवेसण - अनुप्रवेशन (न.) / (મનમાં પ્રાપ્ત પ્રતિષ્ઠા સ્થાન 2. પાછળથી પ્રવેશવું તે 3, યોગ્ય પ્રવેશ). ભિક્ષાગ્રહણ કરવા માટે નીકળેલા સાધુએ લજ્જાનો ત્યાગ કરવો જોઈએ. કેમ કે લજ્જા.શીલ સાધુ શરમના કારણે જિનાજ્ઞાનુસાર ઘરોમાં પ્રવેશ ન કરતા આગળ-પાછળથી પ્રવેશ કરે છે તથા ભિક્ષા પ્રાપ્ત ન થવાના કારણે સ્વયં સદાય છે અને સમુદાયને પણ સીદે 320