Book Title: Abhidhan Rajendra Kosh Part 01 Shabdarth Vivechan - Shabdona Shikhar
Author(s): Rajendrasuri, Vaibhavratnavijay
Publisher: Raj Rajendra Prakashan Trust
View full book text
________________ આત્મવિશુદ્ધિ કરવાની પ્રક્રિયામાં આગળ વધતો જાય છે. अणुबंधावणयण - अनुबन्धापनयन (न.) (અશુભભાવથી ઉત્પન્ન થયેલા કર્મોના અનુબંધનો વિચ્છેદ કરવો તે) કોઈની ઉપર તીવ્ર ક્રોધ કરવાથી કે સતત વૈમનસ્ય રાખવાથી બંધાતા કમ પ્રાયઃ અનુબંધવાળા બની જાય છે, જેનાથી ભવિષ્યમાં પણ તેની વારંવાર પુનરાવૃત્તિ થતી રહે છે. ગુણસેન-અગ્નિશમનું ચરિત્ર જેણે સાંભળ્યું હશે તેને સારી રીતે ખ્યાલ હશે કે ગુણસેન પ્રત્યે એક વખત કરેલા તીવ્ર કષાયોનું વમળ અગ્નિશમને ભવિષ્યમાં વધારેને વધારે અંદર ઉતારતું ગયું. આ અનુબંધને કાપવાનો સરળ રસ્તો છે વીતરાગપ્રણીત ધર્મનું સતત આલંબન રાખવું. અવંધ(રેશ) (હિચકી, હેડકી) અનુર્વાધ () - મનુવંશ્વિન (2) (હેતુ, સાધક 2. અનનુબંધીદોષરહિત પડિલેહણ) પડિલેહણા સાધુની જીવનચયનું એક અંગ માનવામાં આવેલું છે. શાસ્ત્રમાં જીવદયાના પાલન માટે શ્રમણને દિવસમાં બે વખત પડિલેહણા કરવાનો આચાર બતાવવામાં આવ્યો છે. પડિલેહણાની વિધિ પણ બતાવેલી છે. પ્રતિલેખિત અને અપ્રતિલેખિત એ બે વિભાગને ભેગા કરવા તે અનનુબંધી દોષ છે. સંયમના ખપી મુનિએ આવા અનનુબંધી દોષ રહિત પ્રતિલેખના કરવી જોઈએ. अणुबद्ध - अनुबद्ध (त्रि.) (સતત અનુસરનાર 2. ગ્રહણ કરેલું, નિરંતર એકઠું કરેલું 3. સતત, અવ્યવચ્છિન્ન, નિરંતર 4. પ્રતિબદ્ધ, બાંધેલું છે. વ્યાપ્ત 6 પૂર્વ સંચિતષબંધનથી બંધાયેલું) જેમ સૂર્ય અને પ્રકાશ બન્ને નિરંતર સાથે જ હોય છે. પ્રકાશ સૂર્યને સતત અવિછિન્નપણે અનુસરે છે. તેમ સારા-નરસાં કાર્યો દ્વારા જીવે બાંધેલા કર્મો સતત તેને અનુસરીને જીવાત્માને શુભાશુભ ફળપ્રાપ્તિ કરાવે છે. એ શુદ્ધ9 - અનુવાદ્ધક્ષ૬(સ્ત્રી.) (અત્યન્ત ભૂખ, તીવ્ર સુધા) યોનિમાં જીવ જેવો ઉત્પન્ન થાય છે તે જ સમયથી તે આહાર ગ્રહણ કરવાનું પ્રારંભ કરી દે છે. આહાર કરવો એ શરીરના સ્વાથ્ય અને પોષણ માટે પણ અત્યંત આવશ્યક છે. અત્યંત ભૂખ લાગવી તે સુધાવેદનીય કર્મના પ્રાબલ્યના કારણે થતો રોગ વિશેષ છે. જેના કારણે જીવ થોડો સમય પણ ભૂખ્યો રહી શકતો નથી. જેમ તીવ્ર ઇચ્છા હોવા છતાં કૂરગડુ મુનિ ભૂખ્યા રહી શકતા ન હતા માટે સંવત્સરી મહાપર્વના દિવસે પણ તેઓને આહાર લેવો પડતો હતો. अणुबद्धणिरंतर - अनुबद्धनिरन्तर (त्रि.) (નિરંતર, હંમેશાં, જેને અત્યન્ત નિરંતર વેદના હોય તે) એકેન્દ્રિયથી લઈ પંચેન્દ્રિય સુધી કોઈપણ સ્થિતિમાં રહેલો સૂક્ષ્મ કે સ્થૂળકાય દરેક જીવ ખાતા, પિતા, ઉઠતાં, બેસતાં, સૂતા દરેક સમયે નવા-નવા કર્મોને બાંધે છે અને પૂર્વે બાંધેલા કર્મોના ફળને ભોગવે છે. કર્મોના બંધનની અને તેને ભોગવવાની આ પ્રક્રિયા સતત ચાલતી જ રહે છે. જો જીવના શુભ અધ્યવસાય હોય તો શુભ કર્મ અને અશુભ અધ્યવસાય હોય તો અશુભ કર્મો બંધાય છે. માટે તમારે કેવું ફળ પ્રાપ્ત કરવું તે તમારા હાથમાં છે. अणुबद्धतिव्ववेर - अनुबद्धतीव्रवैर (त्रि.) (નિરંતરપણે તીવ્ર વૈર રાખનાર) જ્ઞાની પુરુષો કહે છે કે કોઈપણ જીવ તરફથી તકલીફ થઈ હોય કે પરેશાન થવાથી દુષ્પન થયું હોય તો પણ તેના પ્રત્યે વેરભાવને રાખવો નહિ. કદાચિત્ જો વેરભાવ ઉત્પન્ન થઈ જાય તો જેમ બને તેમ ત્વરાથી તેનું નિવારણ કરવું. ક્ષમાપના કરવી. કેમ કે, વેર રાખવાથી વેર શમતું નથી. યાદ કરો અગ્નિશર્માને જેણે ગુણસેન પ્રત્યે સતત તીવ્ર વેર રાખીને ક્વી ભયાનક ભવપરંપરા વધારી. 323,