Book Title: Abhidhan Rajendra Kosh Part 01 Shabdarth Vivechan - Shabdona Shikhar
Author(s): Rajendrasuri, Vaibhavratnavijay
Publisher: Raj Rajendra Prakashan Trust
View full book text
________________ अणुबद्धधम्मज्झाण - अनुबद्धधर्मध्यान (त्रि.) (ધર્મધ્યાન ચિંતનની અંદરમાં સતત પ્રવૃત્તિ રાખનાર, ધર્મધ્યાનમાં સતત પ્રવૃત્ત) ધર્મને જેણે જીવનમાં સારી રીતે ઉતાર્યો છે એવા શ્રમણ ભગવંતો પઠન, પાઠન, કાયોત્સર્ગ, ધમપર્દેશ, ચિંતનાદિ ધર્મધ્યાનની પ્રવૃત્તિઓમાં સદૈવ રત રહે છે પરંતુ શ્રાવક-શ્રાવિકાઓ સાંસારિક પ્રવૃત્તિઓને વિષે પણ ધર્મનું સતત ચિંતન અને પાલન કરે છે. શ્રાવિકાઓ રસોઈ આદિ ગૃહકાર્ય કરતી વખતે જીવદયાના પાલન પૂર્વક અને શ્રાવકો ધંધા આદિ કાર્યોને વિષે નીતિમત્તાનું પાલન કે જરૂરિયાતમંદની સહાય કરતાં રહીને ધર્મનું પાલન કરે છે. अणुबद्धरोसप्पसर - अनुबद्धरोसप्रसर (त्रि.) (નિરંતર ક્રોધી, સદા ક્રોધ કષાયવાળો) ક્રોધ આત્મહિત માટે અપથ્ય વસ્તુ છે. ક્રોધ કરવાથી પોતાનું મગજ તો બગડે જ છે પરંતુ આજુબાજુના વ્યક્તિઓ પર પણ તેની ૨થાય છે. ડાહ્યા માણસોને જો કોઈ પ્રસંગ વિશેષને કારણે ગુસ્સો આવી જાય તો પુનઃ મનને શાંત કરી મૂળ સ્વભાવમાં આવી જાય છે. નિરંતર ક્રોધી વ્યક્તિઓને ભવિષ્યમાં સાપ આદિ ગુસ્સાવાળી હિંસક યોનિઓમાં ભટકવું પડે છે. अणुबद्धविग्गह - अनुबद्धविग्रह (त्रि.) (સદાય કલહશીલ, હંમેશાં કલહ કરવાના સ્વભાવવાળો) નિત્ય જે વિગ્રહશીલ છે. કલહ કરવાનો જ જેનો સ્વભાવ છે અને તે કર્યા પછી પણ અતૃપ્ત રહીને કોઈપણ પ્રકારે નવા નવા કલહ કરતો જ રહે છે એવો જીવ તીવ્ર કષાયના ઉદયના કારણે પરિસ્થિતિ ન હોય તો તેને ઊભી કરીને પણ સતત ઝગડતો રહે છે. જો કોઈ વ્યક્તિ ભૂલનો સ્વીકાર કરી મારા અપરાધને ક્ષમા કરો તેમ કહે તો પણ તેને રુચતું નથી. આવી વ્યક્તિને અનુબદ્ધવિગ્રહ કહેવાય છે. અનુસૂંઘર - અનુવેર (પુ.) (મોટા સર્પોના અનુયાયી નાગ, સ્વનામખ્યાત નાગરાજ) ઉપવન, બગીચો. જંગલ, બગીચા કે ઉપવનને વિશે જેનો નિવાસ હોય તેને વેલંધર કહેવાય છે. વેલંધર અર્થાત્ નાગ. શાસ્ત્રમાં નાગરાજના ચાર પ્રકાર જણાવ્યા છે. 1. કર્કોટક 2. કઈમક 3. કૈલાસ 4. અરુણપ્રભ. આ નાગરાજોના અનુક્રમે કર્કોટક, વિધુત્રભ, કૈલાસ અને અરુણપ્રભ નામના પર્વતોને વિષે નિવાસસ્થાન છે. મધુમે- અનુદ્વટ(ત્રિ.) (અનુદ્ધત, અભિમાનરહિત). અહંકારથી ઉદ્ધત અને અભિમાની પુરુષો હંમેશાં જીવનમાં વિદ્ધ અને વિનાશને નોંતરે છે. જેઓ અભિમાનથી રહિત છે, નમ્ર સ્વભાવના છે, તેઓ સદા-સર્વદા સુખની પ્રાપ્તિ કરે છે, તેઓ સહુના પ્રિય બને છે. જેમ તાડનું વૃક્ષ હંમેશાં ટટ્ટાર રહે છે ને, તે ક્યારેય પણ નમતું નથી જ્યારે નેતરનું વૃક્ષ સ્વભાવે નમનશીલ હોય છે. જયારે પૂર આવે છે ત્યારે તાડનું વૃક્ષ પૂર સાથે તણાઈ જાય છે જ્યારે નેતર પૂરના પ્રવાહને અનુરૂપ વળી જઈને પોતાની જાતની રક્ષા કરી લે છે. अणुब्भडपसत्थकुक्खि - अनुद्भटप्रशस्तकुक्षि (त्रि.) (અપ્રગટ પ્રશસ્ત લક્ષણવાળી કુક્ષિ છે જેની તે) अणुब्भड़वेस - अनुद्भटवेष (.) (ઉદ્ભટજન ઉચિત વસ્ત્રોના ત્યાગરૂપ શ્રાવકનો ત્રીજો ગુણ, નિંદનીય વસ્ત્રોનો ત્યાગી) અદ્ધર્મના ઉપાસક શ્રાવક માટે ઉદ્ભટવેષ ત્યાજય ગણવામાં આવેલો છે. શ્રાવકના વિવિધ ગુણોમાંનો એક વિશિષ્ટ ગુણ છે હલકા લોકોને શોભે તેવા ઉદ્દભવેષનો ત્યાગ. તેના માટે કહેવામાં આવ્યું છે કે, “fધનનોષિતનેપથ્થત તિ' અર્થાતુ જે ધિક્કારને પાત્ર અને નિર્લજ્જ પુરુષો પહેરે તેવા વસ્ત્રોનો શ્રાવક ત્યાગી હોય. અનેક દેશોમાં અનેક શ્રાવકો વસતા હોવાથી એમ પણ કહેવામાં આવ્યું છે કે, જે દેશમાં જે વેષ વિરુદ્ધ કહેવાતો હોય તેને પહેરવો ન જોઈએ. 324