Book Title: Abhidhan Rajendra Kosh Part 01 Shabdarth Vivechan - Shabdona Shikhar
Author(s): Rajendrasuri, Vaibhavratnavijay
Publisher: Raj Rajendra Prakashan Trust
View full book text
________________ अणुकंपधम्मसवणादिया - अनुकम्पाधर्मश्रवणादिका (स्त्री.) (જીવદયાના ધર્મશાસ્ત્રોનું શ્રવણ કરવા રૂપ પ્રવૃત્તિ) જીવદયા એ એક પ્રકારનો આત્મિક પરિણામ છે અને ધર્મનો પ્રાણ છે. આ જગતમાં પોતાના પ્રાણીની રક્ષા કરવા માટે લોકો વિવિધ પ્રકારે પ્રવૃત્તિ કરતા હોય છે. કેમ કે તેમને ખબર છે કે જો પ્રાણ રહેશે તો બધું જ છે. બસ એવી રીતે જો જીવદયારૂપી પ્રાણ હશે ત્યાં સુધી જ ધર્મ છે. આથી ધર્મના પ્રતિપાલક આત્માએ જીવદયાના પરિણામોને જીવંત રાખવા માટે જીવદયા પ્રરૂપણા પ્રધાન ધર્મશાસ્ત્રોનું શ્રવણ કરવું જોઇએ. अणुकंपय - अनुकम्पक (त्रि.) (અનુકંપા કરનાર, જિનભક્ત 2. આત્મહિતની પ્રવૃત્તિ). સેવા, ભક્તિ, બહુમાન, શ્રદ્ધા એ સમાનવાચી શબ્દો છે. જેણે રોગ મટાડવો હોય તેણે ડૉક્ટર ઉપર અને તેમણે આપેલી દવા પર શ્રદ્ધા રાખવી પડે છે. અને તેના પર રાખેલો વિશ્વાસ જ તમને જલદી સાજા કરે છે. તેમ જે જીવને જિનધર્મ પર. આચાર્યાદિ શ્રમણગણ પર, સંઘ પર શ્રદ્ધા ભક્તિ છે તે જ જીવ કર્મરૂપી રોગોનો નાશ કરી શકે છે. અને મોક્ષરૂપી સુખને પામી શકે છે. અનુપ - અનુવા (સ્ત્રી.) (અનુકંપા, દયા, કૃપા 2, ભક્તિ, સેવા). પ્રવચન સારોદ્ધારગ્રંથમાં અનુકંપાની વ્યાખ્યા કરતા લખ્યું છે કે, “ટુદ્ધિપક્ષપાન સુહાછા મનુષ્પા' અર્થાત્ દુ:ખી જીવો પ્રત્યે પક્ષપાત વિના તેના દુ:ખને દૂર કરવાની ઇચ્છા તે અનુકંપા છે. પોતાના કુટુંબના પુત્રાદિના દુઃખ દૂર કરવા તે અનુકંપા નથી બનતી કેમ કે ત્યાં પક્ષપાત આવે છે. પરંતુ કોઇપણ જાતના મમત્વ ભાવ વિના સર્વ જીવોના સમાનપણે દુઃખ દૂર કરવાના પ્રયત્નને અનુકંપા કહેવાય છે. અનુપાવાપી - અનુષ્પાવાન (1.) (અનુકંપાથી દુઃખી કે રંકને દાન આપવું તે, કરુણાથી ગરીબને અન્નાદિ દાન દેવું તે) અનુકંપાયોગ્ય રંક અસહાયને દાન આપવાથી તે દાન સફળ થાય છે. અન્યથા દોષ લાગે છે. અર્થાત સાધુ-સાધ્વીને અપાતું દાન તે અનુકંપા દાન ન હોય ત્યાં સુપાત્રદાન સંભવે છે. અને જે દીન, અનાથ વગેરે છે તેમને જ અનુકંપા દાન હોઈ શકે છે. હવે કોઇ જીવ શ્રમણાદિ સુપાત્ર પર દયા આણીને અનુકંપા દાન કરે અને અનુકંપાને યોગ્ય દીન વગેરેને સુપાત્ર સમજીને ભક્તિભાવે દાન કરે તો દાતાને અતિચાર લાગે છે. આથી દાતાએ વિવેકબુદ્ધિથી દાન કરવું ઘટે. अणुकंपासय - अनुकम्पाशय (पुं.) (અનુકંપાવાળું ચિત્ત, દયાળુ હૃદય) ક્ષીણવૈભવવાળા, જરૂરિયાતમંદ, અનાથ અને પશુ-પક્ષી આદિ જીવોને જોવામાત્રથી જેનું ચિત્ત અનુકંપાવાળું થઈ જાય, દયાના લીધે મદદ કરવા પ્રેરાય તેને અનુકંપાશય કહેવાય છે. એટલે જ અનુકંપાવાળું ચિત્ત હંમેશાં હૃદયમાં દયાતા પ્રગટાવે છે. અનુષંપ () - અનુવપદ્ (સ્ત્રી.) (દયાળુ, કૃપાળ) ભારતની આ સંસ્કૃતિ રહી છે કે પૈસાદાર હોય કે ગરીબ, કોઈપણ વ્યક્તિ પોતાના કુટુંબ પરિવારની જેમ જ અન્યનો પણ વિચાર કરતી હોય છે. સવારમાં નાસ્તો કર્યા પહેલા પશુ-પંખીને ચણ, ભોજન સમયે ભિક્ષુક આદિ, ગાય, કતરા આદિ જીવોનું પણ ધ્યાન રાખે છે. અરે ! કીડી આદિ અત્યંત નાના જીવોને પણ લોટ વગેરે નાખીને અનુકંપા દાન કરતા રહે છે. કમનસીબે હાલમાં આ સંસ્કારો લોપાઇ રહ્યા છે. પુવઠ્ઠ- અનુષ્ટિ (સ્ત્રી.) (અનુકરણ, અનુવર્તન કરવું તે) વિવેક દષ્ટિ જેની જાગ્રત થયેલી છે એવા માધ્યસ્થભાવને ધારણ કરનારા આત્માઓ કોઈપણ ધર્મમાં લોકોના પ્રવાહને જોઈને અનુકરણ કે નિંદા કરવાની જગ્યાએ પોતાની બુદ્ધિથી સત્યાસત્યનો વિચાર કરીને આગળ વધે છે. ગતાનુગતિક ચાલતા નથી. 297