Book Title: Abhidhan Rajendra Kosh Part 01 Shabdarth Vivechan - Shabdona Shikhar
Author(s): Rajendrasuri, Vaibhavratnavijay
Publisher: Raj Rajendra Prakashan Trust
View full book text
________________ અણુ// - અનુના (પુ.) (પાછળ મરવું 2. અદૂરદેશાદિ) પુરાતન ભારતીય સંસ્કૃતિની એ પરંપરા રહી છે કે, સ્ત્રીઓ શીલનું અત્યંત પ્રયત્નપૂર્વક જતન કરતી હતી. ઉચ્ચવર્ણની જ્ઞાતિમાં પતિ નાની વયમાં જ મરણ પામ્યો હોય તો તેની સ્ત્રી માતા-પિતા કે સાસરીમાં જ શેષ જીવન ધર્મની આરાધનાઓ તથા પુત્રાદિના લાલન-પાલનમાં અને વડીલોની સેવામાં શીલધર્મનું રક્ષણ કરતી વીતાવતી હતી. શીલધર્મનું રક્ષણ કરવા માટે કેટલીક સતીઓ તો પતિની ચિતાની સાથે જ અનુસરણ કરતી હતી. જેને પ્રાચીન સમયમાં સતીપ્રથા કહેતા હતા. *માનુનાથ (2.) (તેની નજીક રહેલા દેશાદિ. 2. નાકથી બોલાયેલો અનુનાસિક સ્વર૩. નાકમાંથી નીકળેલો સ્વરાનુગત ગાયનના છ દોષોમાંનો એક દોષ 4. વિનાશની પાછળ થનાર). પ્રાચીનકાળથી ચાલી આવતી કલાઓમાં ગીત-ગાન પણ એક છે. કલાપ્રતિપાદક શાસ્ત્રોમાં તેના લક્ષણાદિ સંબંધી અને તેનો અભ્યાસ કેવા ગુણોવાળો તથા કેવા દોષોથી વર્જિત હોવો જોઈએ આદિ તેના દરેક પાસાઓનું વિસ્તૃત વર્ણન કરવામાં આવતું હોય છે. ગાયકના લક્ષણો બતાવતાં કહ્યું છે કે, ગાયકનો સ્વર સ્પષ્ટ ઉચ્ચારવાળો, સાંભળનારને આનંદ થાય તેવો મધુર હોવો જોઈએ, ગીતના શબ્દો જો નાકમાંથી નીકળતા હોય તો તે ગાયનને દોષયુક્ત ગણાવેલું છે. अणुणिज्जमाण - अनुनीयमान (त्रि.) (પ્રાર્થના કરાતો) અનેક જન્મોની કઠિન તપશ્ચર્યા પછી મળેલા આ મનુષ્યભવને જીવ બાળપણ, જવાની અને ઘડપણરૂપ ત્રણ અવસ્થાઓ વડે તે-તે સમયની ક્રિયાઓના આચરણમાં મસ્ત બનીને ખરચી નાખે છે અને અંત સમય નજીક આવે છે ત્યારે પરભવના ભાતા સ્વરૂપ ધર્મનું આસેવન નહીં કર્યાનું ધ્યાનમાં આવતાં કાળદેવતાને આજીજી કરે છે. હવે શું કરે “જબ ચિડીયા ચુગ ગઈ ખેત’ મy Uત (2) - અનુત્રત (ત્રિ.) (નિરભિમાની, નમ્ર, ગર્વ વિનાનો, મદરહિત 2. ઉન્નત નહીં તે) ઉન્નત’ શબ્દ ગર્વિષ્ટ થવું, અહંકાર કરવો, મદથી ઉન્મત્ત થવું એવા અર્થોમાં અત્રે પ્રયોજાયેલો છે. ઉન્નતના બે પ્રકાર કહેલા છે. એક દ્રવ્યોન્નત અને બીજો. ભાવોત. જે છાતી કાઢીને ચાલે અને જાણે આકાશને જતો હોય તેમ ગર્વિષ્ટ વ્યવહાર કરે તે દ્રવ્યોન્નત કહેવાય છે. જ્યારે ઉચ્ચ જ્ઞાતિમાં જન્મ પામેલો હોવાનું કે વિશિષ્ટ તપાદિનું અભિમાન કરે તેને ભાવોન્નત કહેલો છે. अणुण्णवणा - अनुज्ञापना (स्त्री.) (અનુમોદન, સંમતિ 2. આજ્ઞા, રજા) ગુરુની આજ્ઞા કે અનુમતિ પ્રાપ્ત કરીને જ કોઈપણ કાર્ય કરવું એવો સાધુ ભગવંતોનો આચાર છે. તેને અનુજ્ઞાપના કહેવાય છે. નામ, સ્થાપના, દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવ એમ તેના કુલ છ ભેદ છે એમ પ્રવચનસારોદ્ધાર ગ્રંથમાં વિસ્તારથી નિરૂપિત છે. yuvrat - મનુનાવની (સ્ત્રી.) (ઉપાશ્રય-વસતિ કે મકાનની રજા માગવાની ભાષા) કોઈ વસ્તુને ગ્રહણ કરવી હોય કે કોઈપણ સ્થાને થોડા સમય માટે નિવાસ કરવાનો હોય તો તેના માલિકની અનુજ્ઞા મેળવ્યા પછી ઉપયોગ કરવાનો શ્રમણ ભગવંતોનો આચાર છે. જેનું તેઓ અપ્રમત્તપણે પાલન કરે છે. જો પાલન કરવામાં ચુકી જવાય તો તેમને અદત્તાદાનનો દોષ લાગે છે. अणुण्णवित्ता - अनुज्ञाप्य (अव्य.) (અનુમતિ આપીને, સંમતિ આપીને) अणुण्णवियपाणभोयणभोइ (ण) - अनुज्ञाप्यपानभोजनभोजिन् (पुं.) (આચાર્ય આદિની અનુજ્ઞા લઈને આહાર-પાણી ગ્રહણ કરનાર) સમજી રાખો કે- જેમ સાધુ માટે આહાર-પાણી ગ્રહણ કરવાની વિધિમાં પોતાના ગુરુ વડિલ કે આચાર્ય ભગવંતની અનુમતિ લેવી - 109