Book Title: Abhidhan Rajendra Kosh Part 01 Shabdarth Vivechan - Shabdona Shikhar
Author(s): Rajendrasuri, Vaibhavratnavijay
Publisher: Raj Rajendra Prakashan Trust
View full book text
________________ જ્યોતિષાદિ શાસ્ત્રોમાં કુલ દશ દિશા માનવામાં આવી છે. ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમ, અગ્નિ, નૈઋત્ય, વાયવ્ય, ઇશાન, ઉર્ધ્વ અને અધો. તેમાં પ્રથમ ચાર અને અંતિમ બે દિશાના નામથી ઓળખાય છે જ્યારે અગ્નિ વગેરે વિદિશાના નામથી ઓળખાય છે. વાસ્તુશાસ્ત્રના ગ્રંથોમાં જેટલું મહત્ત્વ દિશાઓનું છે એટલું જ મહત્ત્વ વિદિશાઓનું પણ બતાવવામાં આવ્યું છે. દિટ્ટ - મનુદિષ્ટ (ત્રિ.) (ઉદ્દેશકૃત આહારના દોષથી રહિત 2. જેનો ઉદ્દેશ ન કરેલો હોય તે 3. યાવન્તિકાદિ ભેદરહિત) ઉદેશ એટલે નિમિત્ત. સાધના ઉદેશથી જે આહાર બનાવવામાં આવેલો હોય તેવો આહાર સાધને કહ્યું નહિ. કારણ ગ્રહણ કરે છતે તેમાં સાધુના ઉદેશથી અગ્નિકાયાદિ જીવોની હિંસા અને ગૃહસ્થના રાગની અભિવૃદ્ધિ થતી હોવાથી સાધુ માટે દોષિત બને છે. આથી ભિક્ષા ગ્રહણ કરનાર સાધુએ ઉદેશાદિ દોષરહિત હોય તેવો જ આહાર ગ્રહણ કરવો જોઈએ. अणुद्धरिकुंथु - अनुद्धरिकुन्थु (पुं., स्त्री.) (ત નામના કંથવા જીવ વિશેષ) અણુદ્ધરી નામના સૂક્ષ્મ જંતુ તે કંથવાની એક પ્રજાતિ છે. કલ્પસૂત્રમાં આ જીવોનું સ્પષ્ટ વર્ણન મળે છે. તેમાં કહેલું છે કે, જયારે ચરમતીર્થપતિ ભગવાન મહાવીર સર્વે અધાતીકર્મોનો ક્ષય કરીને મોક્ષગતિને પામ્યા તે સાથે જ શાસન પર ભસ્મગ્રહની માઠી અસર શરૂ થઈ અને તેના પુરાવા રૂપે તે જ સમયે અચાનક ચારેય બાજુ નરી આંખે જોઈ ન શકાય તેવા અણુદ્ધરી નામના જીવો ઉત્પન્ન થવા લાગ્યા, જે એક અપશુકનની નિશાની હતી. અદ્ભય - મનુબૂત (ત્રિ.) (અનુરૂપ વાદન માટે અત્યક્ત-મૃદંગાદિ, વાદકો દ્વારા નહીં ત્યજેલા તબલાદિ) લોકમાં કહેવાય છે કે, ધરમીને ત્યાં ધાડ પડી. ખૂબ જ ધર્મિષ્ઠ વ્યક્તિના જીવનમાં કોઈ દૂષણ નહીં છતાં તેના પરદુઃખના ડુંગરો તૂટી પડે ત્યારે મનમાં આવી શંકા-કુશંકાઓ થયા કરે કે આવું કેમ બન્યું. અરે ભાઇ! તેમાં આશ્ચર્ય પામવા જેવું કાંઈ જ નથી. જે દુઃખ ધર્મીને મળે છે તે જ દુઃખ જો અધર્મીને મળે તો તે ગભરાઇને કિંકર્તવ્યમૂઢ થઇને પોતાના પ્રાણોનો ત્યાગ કરી દે છે. જયારે ધર્મીના હૃદયમાં ધર્મની સ્થાપના હોવાથી સર્વે દુઃખોને સમજણ સાથે સહન કરે છે અને ધર્મનો ત્યાગ પણ કરતો નથી. મgધH -- મr (.) (દેશવિરતિ ધર્મ, ગૃહસ્થધામ) આ સંસારમાં સર્વે જીવોનું આત્મિકબળ સમાન હોતું નથી. કોઇ સિંહના જેવી વૃત્તિવાળા જીવો આંતરશત્રુઓને હરાવવા માટે અમોઘ શસ્ત્ર સમાન શ્રમણવેષનો સ્વીકાર કરે છે. જયારે કેટલાક જીવોના ચિત્તમાં વિરતિધર્મ વસ્યો હોવા છતાં વિશિષ્ટ આત્મિકબળ ન હોવાથી સાધુધર્મનું પાલન કરી શકતા નથી. તેમના માટે પરમાત્માએ સાધુના મોટવ્રતોની અપેક્ષાએ નાના એવા શ્રાવકના બાવ્રતરૂપ અણુધર્મનું પાલન બતાવ્યું છે. જે ગૃહસ્થ જીવન માટે અત્યંત હિતકારી છે. *મનુષf (s.) (મોક્ષ પ્રતિ અનુકૂળ ધર્મ, હિતકારી ધર્મ) પરમાત્મા મહાવીરદેવનો ઉપદેશ “પરેશે પuત્ય' વાળો નહોતો. તેઓએ સ્વયં ગૃહસ્થાવાસમાં શ્રાવકધર્મનું અને પ્રવ્રયા ગ્રહણ કર્યા બાદ સાધુધર્મનું એમ બન્ને પ્રકારના ધર્મનું પાલન કર્યું હતું. ત્યારબાદ તેઓએ લોકમાં સર્વને હિતકારી ધર્મનો ઉપદેશ આપ્યો હતો. જે ધર્મના આચરણથી પોતે સ્વયં કલ્યાણ સાધ્યું હોય તે જ ધર્મનું પાલન અન્ય જીવો કરે તો તેમનું પણ કલ્યાણ થાય તેમાં શંકાને કોઈ સ્થાન નથી. अणुधम्मचारि (ण) - अनुधर्मचारिन् (पुं.) (તીર્થંકર પ્રણીત ધર્મને આચરનાર) શાંતસુધારસ કાવ્યમાં મહોપાધ્યાય વિનયવિજયજી મહારાજે પ્રમોદ ભાવનામાં લખ્યું છે કે, હે જીવાત્મા! જે શ્રમણ, શ્રમણી, શ્રાવક અને શ્રાવિકા તીર્થકર દ્વારા આચરિત અને પ્રણીત ધર્મનું પાલન કરે છે, તેમની પ્રતિદિન અનુમોદના કરો. કેમ કે આવા દુષમકાળમાં પણ લોઢાના ચણા ચાવવા જેવું કાર્ય તેઓ કરી રહ્યા છે. અથતુ લોકોત્તર ધર્મનું સુંદર પાલન કરે છે. 315