Book Title: Abhidhan Rajendra Kosh Part 01 Shabdarth Vivechan - Shabdona Shikhar
Author(s): Rajendrasuri, Vaibhavratnavijay
Publisher: Raj Rajendra Prakashan Trust
View full book text
________________ ક્રમાાષાયિન (કિ.) (ક્રોધાદિ કષાયોને પાતળા કરનાર, મંદકષાયી, અલ્પકષાયી) હંમેશાં જેનું ચિત્ત શાંત રહેતું હોય, સંતોષની વૃત્તિ અને સરળતાભર્યો વ્યવહાર હોય, સામાન્ય સંયોગોમાં ક્યારેય તેના મનમાં પણ ક્રોધ ન થતો હોય અને ક્યારેક કોઈ વિશિષ્ટ સંયોગોમાં તેને ક્રોધાદિ કષાય આવી જાય તો પણ ખૂબ જ ઓછા સમયમાં જે પૂર્વવતુ શાંત બની ક્રોધાદિ કષાયોને મંદ પાડી દેનારો હોય અથવા તેનો ત્યાગ કરી દે, તેને મંદકષાયી કે અલ્પકષાયી ભવ્યાત્મા કહેવાય છે. આનુષાયિન (ત્રિ.). (જના કષાય પ્રબળ નથી તે, પ્રબળ કષાયરહિત, સત્કારાદિથી હર્ષરહિત). જ્ઞાનની પરિણતિ જેમ જેમ આત્મામાં ઘડાતી જાય તેમ તેમ તે આત્મા માધ્યસ્થભાવે સ્થિર થતો જાય છે. સત્ય જ્ઞાનને પામવાના કારણે તેના ક્રોધાદિ કષાયો મંદ-મંદતર થવા માંડે છે. સંસારની પ્રવૃત્તિઓમાંથી રસ ઓછો થઈ જાય છે અને તે જાગૃતિપૂર્વક સતત આગળ વધતો રહીને આત્મસ્વભાવની રમણતા સાધી લે છે. તેવા મંદકષાયી જીવો જલદીથી ભવપરંપરાનો નાશ કરે છે. अणुक्कस्स - अनुत्कर्षवत् (पुं.) (આઠમદમાંના કોઈપણ મદને નહીં કરતો) જાતિ, કુળ, રૂપ, બળ, શ્રત, તપ, લાભ અને ઐશ્વર્ય આ આઠ મદોથી ઉન્મત્ત થઇ છકી ગયેલો આ સંસારી જીવ ભવભ્રમણમાં પોતાને ન ગમે તેવા હલકી જાતિ, નીચકુળ, કરૂપ, નિર્બળતા, અજ્ઞાનતા, દરિદ્રતા વગેરે મળે તેવા ઘણા અશુભકર્મ બાંધે છે. મજુવો - અનુક્ર (પુ.). (પોતાની બડાઇ, પોતાના ગુણોનું અભિમાન 2. ગૌણમોહનીય કમ) વિનય, દયા, પઠન આદિ અનેક ગુણોનું હોવું એ સારી વસ્તુ છે પરંતુ, તે હોવાનું અભિમાન ગુણોનો ઘાત કરનારું થાય છે. શાસ્ત્રમાં કહ્યું છે કે, જે જીવ વિનયાદિ ગુણોનો ધારક હોવાનું અભિમાન કરે છે. ભવિષ્યમાં તેને તે ગુણોની પ્રાપ્તિ થતી નથી. અનુત્રો (.) (કરુણા, દયા) શાસ્ત્રોમાં દયા વગરનો જીવ અસુર પ્રકૃતિનો કઠોર હૃદયી કહ્યો છે અને કણાવાળો-દયાળુ જીવ કોમળ પ્રકૃતિનો ધર્માજીવ કહ્યો છે. જેમ યોગ્યતા વગરની ભૂમિમાં ગમે તેવું સારું બિયારણ નાખો તો પણ તે ફળતું નથી તેમ અન્ય જીવોનું દુઃખ જોઈને તેને દૂર કરવાનો કોમળ ભાવ પણ જેના હૃદયમાં જાગતો નથી તેવો આત્મા યા તો અભવી છે કે દુર્ભવી છે. મણ્વિર - અનુલક્ષત (વિ.) (પાછળ ફેકેલું) તળે - અનુરાન્તવ્ય (ત્રિ.) (અનુસરવું, અનુસરવા યોગ્ય). હંમેશાં અનુસરવું હોય તો સર્જન અને બુદ્ધિશાળી વ્યક્તિઓને જ અનુસરવું જોઈએ. કારણ કે તેઓ હિતાહિતનો સારી રીતે વિચાર કરીને જ પગલું ભરનારા હોય છે. જ્યારે મૂર્ખ અને દુર્જનોનું અનુસરણ કરવાથી ડગલે ને પગલે દુઃખ તથા ક્લેશની જ અભિવૃદ્ધિ થતી હોય છે. માટે જ કહ્યું છે કે, “મહાનનો જેની ત: સ્થા' એટલે મહાજનોના પથનું અનુસરણ શ્રેયસ્કર છે. અણુ છUT - મનુવામન (જ.) (સન્મુખ જવું તે, સત્કાર કરવા સામે જવું તે). નીતિશાસ્ત્રમાં જણાવ્યું છે કે, જયારે આપણે ત્યાં ગુરુ ભગવંત, માતા-પિતાદિ વડીલો, જ્ઞાન, વિદ્યાદિ ગુણોમાં જયેષ્ઠ વ્યક્તિઓ પધારે ત્યારે તેઓનો સત્કાર કરવા આપણે તેમની સન્મુખ જવું જોઈએ. જેને આગમોમાં એક પ્રકારનો વિનય જણાવેલો છે. अणुगच्छमाण - अनुगच्छत् (त्रि.) (અનુસરણ કરતું, અનુગમન કરતું). 300