Book Title: Abhidhan Rajendra Kosh Part 01 Shabdarth Vivechan - Shabdona Shikhar
Author(s): Rajendrasuri, Vaibhavratnavijay
Publisher: Raj Rajendra Prakashan Trust
View full book text
________________ अणुकड़ेमाण - अनुकर्षत् (त्रि.) (પાછળથી પોતાની તરફ ખેંચતો, પોતા તરફ આકર્ષિત કરતો) વ્યક્તિને જે વસ્તુ તરફ આકર્ષણ હશે તેમાં ઘણી આગળ વધેલી વ્યક્તિ તેનો રોલ મોડેલ હશે. જો સારા તરફનું ખેંચાણ તો સારા માર્ગમાં આગળ વધેલીને અને ખરાબ માર્ગનું ખેંચાણ તો તે માર્ગમાં આગળ વધેલી વ્યક્તિને તમે મહાન માનશો. તમે કેવા બનવા ઈચ્છો છો? તમારા સંતાનો શું બને તેમ ઇચ્છો છો? શાંતિથી વિચાર કરીને યોગ્ય માર્ગનું આલંબન લે તેવું ઇચ્છજો . અણુવલ_ - અનુપ (કું.) (મહાપુરુષોના જ્ઞાન અને તપ માર્ગનું અનુકરણ 2. મહાન પુરુષોનું અનુકરણ કરનાર) મહાપુરુષોના માર્ગનું અનુસરણ કરવું એ ઢીલા-પોચાનું કામ નથી પણ ખાંડાની ધાર પર ચાલવા જેવું દુષ્કર કાર્ય છે. એ માર્ગને અનુસરનારા પણ મહાન બની જાય તેવું કાર્ય છે. એટલે જ તો ગઈકાલ સુધી જેની કોઈ પૃચ્છા ન થતી હોય તેવો ગરીબ વ્યક્તિ પણ પંચ મહાવ્રતને ધારણ કરી મુનિ થતાં મોટા-મોટા શ્રેષ્ઠીઓ અને રાજા-મહારાજાઓ પણ તેમને નમસ્કાર કરે છે. મથુવર - મનુશR () (અનુકરણ, નકલ) સાચી શ્રદ્ધા અને બોધ વગર અનુકરણ કરવા માત્રથી ધર્મક્રિયાનું ફળ પ્રાપ્ત થતું નથી. જેમ કૃષ્ણ મહારાજા અને તેમના સેવકે ભગવંત નેમિનાથના સોળહજાર સાધુ ભગવંતોને વંદન કર્યા, જેમાં કૃષ્ણ મહારાજાના વંદન હૈયાના ઉછળતાં ભાવો તથા સમજણપૂર્વકના હોવાથી તેમના 4 નારકીના કર્મો તૂટ્યાં, જ્યારે વીરક સાળવીના વંદન કૃષ્ણ મહારાજાને ખુશ કરવા પૂરતાં જ હોવાથી તેને કાયક્લેશ રૂપ જ થયા. अणुकरणकारावणणिसग्ग - अनुकरणकारापणनिसर्ग (पु.) (પ્રાર્થના કર્યા વગર જ અન્યનું કાર્ય કરવા અને કરાવવાના સ્વભાવવાળો 2, ભાવસંગ્રહવિશેષ) વ્યવહારસૂત્રના ત્રીજા ઉદ્દેશામાં અનુકરણકારાપણનિસર્ગની વ્યાખ્યા કરતાં જણાવ્યું છે કે, અન્ય સાધુને સીવણ, લેપનાદિ કરતાં જોઈને ઇચ્છાકારપૂર્વક જે સાધુ કરે અને અન્યની પાસે પણ ઇચ્છાકારપૂર્વક કરાવે એવો જેનો સ્વભાવ હોય તેને શાસ્ત્રીય ભાષામાં અનુકરણ કારાપણનિસર્ગ કહેવાય છે. - અનુવન (ન.) (અનુવાદ 2. આચાર્યની પ્રરૂપણા પછીનું કથન) અનુકથનના બે અર્થો થાય છે. આચાર્ય ભગવંતે કહેલી વસ્તુને દોહરાવવી તેને અનુકથન કહેવાય છે અને આચાર્ય ભગવંતે પ્રરૂપણા કે માંગલિક વચનો સંભળાવ્યા પછી તેઓની અનુજ્ઞાપૂર્વક કરવામાં આવતાં પ્રવચન કે કથનને પણ અનુકથન કહેવાય છે. એમ સૂત્રકૃતાંગસૂત્રના પ્રથમ શ્રુતસ્કંધના ૧૩માં અધ્યયનમાં જણાવેલું છે. अणुकारि (ण)- अनुकारिन् (त्रि.) (અનુકરણ કરનાર, નકલ કરનાર 2, વિવક્ષિત વસ્તુની સમાન) સંપ્રતિ મહારાજાએ સાધુ ભગવંતોનો અન્ય દેશોમાં પણ વિહાર સુગમ થાય તે માટે નકલ કરનારાઓને સાધુ ભગવંતોનો વેશ. પહેરાવડાવી એ દેશોમાં વિચરણ કરાવ્યું જેથી અનાર્ય લોકોને શ્રમણોના આચારની ખબર પડે. એક નકલ કરનારે આવીને વેશ ઉતારવાની ના પાડી દીધી. કહ્યું કે જે વેશમાત્રને ધારણ કરવાથી આખી દુનિયા નમે છે. એ વેશનું મૂલ્ય કેટલું ? ભાવપૂર્વકના દીક્ષાપાલન દ્વારા હળુકર્મી એવા તેણે પોતાનો સંસાર સુધારી લીધો. વય - મજુરત (a.). (પાછળ ફેંકેલું 2. ઊંચું કરેલું) અણુહુ - અજુહુઉચ ( a.) (ભીંતની પાસે, દીવાલની પાસેનો પ્રદેશ) શાસ્ત્રોમાં જાપ, ધ્યાન, કાઉસગ્ગ, વ્યાખ્યાન શ્રવણ, પ્રતિક્રમણ આદિ દરેક ધાર્મિક અનુષ્ઠાનો અપ્રમત્તયોગથી સાધવા માટે કહ્યા 198