Book Title: Abhidhan Rajendra Kosh Part 01 Shabdarth Vivechan - Shabdona Shikhar
Author(s): Rajendrasuri, Vaibhavratnavijay
Publisher: Raj Rajendra Prakashan Trust
View full book text
________________ ટ્રેનનો ચાલક જો નિર્ધારિત કરેલા માર્ગ અને જેના પર ચાલવાનું છે તે પાટાને પકડી રાખે તો જ તે ગન્તવ્ય સ્થાને સહીસલામત પહોંચી શકે છે. વિમાનચાલક તેના નિશ્ચિત કરેલા માર્ગને અને હેડક્વૉટરમાં રહેલા રાડારને વળગીને રહે તો જ તે વિનાશથી બચી શકે છે. તેમ જે શિષ્ય તીર્થકર ભગવંત પ્રરૂપિત અને ગુરુ ભગવંત નિર્દેશિત માર્ગને અનુસરે છે તે જ અવિચ્છિન્નપરંપરાવાળા આનંદને પ્રાપ્ત કરી શકે છે. મથુરામ - મનુ (T) અમ (પુ.) (જાણવું, સમજવું 2. સૂત્રને અનુકુળ અર્થનું કથન, સૂત્રાર્થનું સ્પષ્ટીકરણ 3. ઉદ્દેશ, નિર્દેશ, નિર્ગમાદિ દ્વાર સમૂહ 4. સંહિતાદિ વ્યાખ્યાન પ્રકાર 5. અનુયોગદ્વાર) જેના વડે સૂત્રનું વ્યાખ્યાન કરાય તેને અનુગમ કહેવાય છે. આ અનુગમ બે પ્રકારે કહેલો છે. 1. સૂત્રાનુગમ અને 2. નિર્યુક્તિ અનુગમ. સૂત્રોનું કથન કરવું તે સૂત્રાનુગમ અને નામ, સ્થાપનાદિ પ્રકારો વડે સૂત્રોની સાથે સંબદ્ધ નિયુક્તિના અર્થોનું સ્પષ્ટીકરણ કરવું તે નિયુક્તિ અનુગમ છે. અનુગામ - મનુરાણ (મ.) (જાણીને) ઉબડ-ખાબડ રસ્તે જતા આવતા એકવાર ઠોકર વાગે અને ખ્યાલ આવે કે અહીંથી પસાર થવામાં હાથ-પગ ભાંગવાનું થઇ શકે છે. આવું જાણ્યા પછી પણ તે જ રસ્તે જવા માટે પ્રયત્ન કરે તેને આપણે મૂર્ખ કહીએ છીએ. તો જ્યારે આપણને ખબર છે કે પાપપ્રવૃત્તિ દુઃખ આપનાર જ છે છતાં પણ પાપાચારથી સુખની વાંછા કરીએ છીએ તો આપણે કેટલા સમજદાર કહેવાઇએ? મજુર - અનુરાત (ત્રિ.) (અનુસરેલું 2. પ્રાપ્ત 3, વ્યાપ્ત 4 આશ્રિત 5. પૂર્વે જાણેલું 6 પૂર્વથી બરાબર આવેલું) પ્રભુ મહાવીરસ્વામી દ્વારા પ્રરૂપિત જિનશાસનને અનુસરનારા એવા કેટલાય મહાપુરુષો થઇ ગયા. જેઓ સ્વયં જિનમાર્ગના સમર્થ પ્રભાવક અને સત્યાસત્યના સદ્વિવેકને ધારણ કરનારા હતા. તેઓ અસદાગ્રહમાં ક્યારેય બંધાયેલા નહોતા. જ્યારે વર્તમાન સમયમાં કેટલાક મિથ્યાત્વથી વ્યાપ્ત મતિવાળા જીવો સૂર્યસમા જિનશાસન પર ધૂળ ઉડાડવા જેવી પ્રવૃત્તિઓ કરીને બાલિશ ચેષ્ટાનું ઉદાહરણ પૂરું પાડે છે. આવા જીવો ધૃણાને નહીં અપિતુ પોતાનું જ અહિત કરનારા હોઈ દયાને પાત્ર જાણવા. अणुगवेसेमाण - अनुगवेषयत् (त्रि.) (સામાયિકની સમાપ્તિ પછી વિચારણા કરવી તે, પાછળથી તપાસ કરવી તે, શોધ કરવી તે) સામાયિકમાં બેઠા અને ધ્યાન વિચલિત કરનારા પરિબળો ઉદ્ભવે તો પણ ચિત્ત તેમાં જાય નહીં પણ આત્મિકંભાવ અખંડ રહે તો તે સામાયિક યથાર્થ ગણાય છે. તેમ પરમાત્મા કહે છે કે, પ્રત્યેક આત્માએ પોતાની અંદર ઉદ્ભવતા શુભાશુભવિચારોની આત્મસાક્ષીએ સમાલોચના કરવી જોઇએ અને ફરી તે અશુભ વિચારો તમને હેરાન કરે તેના પહેલા જ ઉપાયો કરી લેવા જોઇએ. મUJII ( T) મ - અનુગ્રામ (પુ.) (એક ગામથી બીજે ગામ જતાં રસ્તામાં આવતું નાનું ગામ, ગામ પછીનું ગામ, નાનું ગામ) પ્રાચીન સમયમાં રાજા, મંત્રીઓ, શ્રેષ્ઠીઓ એક ગામથી બીજા ગામે જવા આવવાના રસ્તામાં આવતા નાના ગામોમાં ધર્મશાળા, દાનશાળા વગેરે બનાવતા હતા. જેથી તે રસ્તે જતાં-આવતાં મુસાફરો, સાધુ-સંન્યાસીઓ ત્યાં ઉતારો કરી શકે અને આહાર-પાણી મેળવી શકે. વર્તમાન સમયમાં જૈન સંઘમાં ઘણા ઉદારમના શ્રેષ્ઠિઓ જે વિહારના ગામોમાં દેરાસર-ઉપાશ્રય નથી ત્યાં વિહારધામો ઊભાં કરીને શ્રમણ-શ્રમણીઓ માટે ઉપાશ્રય સ્થાન ઊભું કરીને વિશિષ્ટ સુકૃતાનુબંધ કરતા હોય છે. 3urrif () - અનુરામિ ત્રિ.) (અનુગમન કરનાર, નકલ કરનાર 2. સાધ્યસાધક હેતુ, દોષ વગરનો હેતુ 3, અવધિજ્ઞાનનો એક પ્રકાર 4. સેવક). ન્યાયના ગ્રંથોમાં હેતુની વ્યાખ્યા કરતાં લખ્યું છે કે, જે હેતુ સાધ્યને સાધી આપનાર હોય તે સાધ્યાનુગામી હેતુ જાણવો. અર્થાત્ તેને જ સાચો હેતુ જાણવો તે સિવાયનો હોય તો તેને હેત્વાભાસ જાણવો. જેમ કે ધૂમાડો જોઇને અગ્નિનું જ અનુમાન થાય છે અને ખરેખર જ્યાં ધૂમાડો હોય ત્યાં અગ્નિ હોય જ છે. માટે ધૂમાડો તે અગ્નિરૂપી સાધ્યને સાધનાર હોવાથી સાધ્યાનુગામી હેતુ છે. તેમ 31