Book Title: Abhidhan Rajendra Kosh Part 01 Shabdarth Vivechan - Shabdona Shikhar
Author(s): Rajendrasuri, Vaibhavratnavijay
Publisher: Raj Rajendra Prakashan Trust
View full book text
________________ થતી નથી. જો તમારે આત્મિક શાંતિ જોઈતી હોય તો પહેલા અંદર પડેલા દુર્ગુણોને બહાર કાઢી મૂકો. પરિમ - નિરિમ (.) (પર્વતની ગુફાદિમાં કરવામાં આવતું પાદપોપગમન નામનું અનશન, અનશનનો એક પ્રકાર). પ્રાચીન કાળમાં નિગ્રંથ પરંપરામાં સાધુઓનો અગ્નિસંસ્કાર કરવામાં આવતો ન હતો. તેવા સમયે શ્રમણો અંતિમ સમયે કર્મનિર્જરા હેતુ એવા નિર્જન સ્થળે કે ઊંચા પર્વતો, ગુફાઓમાં સર્વ દ્રવ્યો અને ભાવોનો ત્યાગ કરીને પાદપોપગમન નામનું અનશન કરતા હતા. મy - (ત્રિ.) (પ્રમાણમાં અતિ નાનું, સૂક્ષ્મ, બારીક, શુદ્ર, પરમાણુ) વિશેષાવશ્યકભાષ્યમાં લખેલું છે કે, જે નિરંશ હોય, નિરવયવી હોય, નિષ્પદેશી હોય તેનું નામ પરમાણુ છે. ત્રણેય કાળ સંબંધી જેમનું જ્ઞાન અબાધિત છે એવા કેવલી ભગવંતોની જ્ઞાન દષ્ટિએ પણ પરમાણુના બે ભાગ સંભવી શકતા નથી. (મધ્ય). (પાછળ 2. અનુરૂપ 3, અવધારણ 4. સમીપ) જેઓ શિષ્ટ અને સજજન પુરુષોએ ચિંધેલા કે આચરેલા માર્ગે ચાલ્યા છે તેઓનો જ ઇતિહાસ કે વંશ પરંપરા મળે છે. જેઓ તેમનાથી વિરુદ્ધ ગયા છે તેમનું આજે નામોનિશાન પણ મળતું નથી. હરિભદ્રસૂરિ, બપ્પભટ્ટસૂરિ, સિદ્ધસેન દિવાકરસૂરિ એ બધા મહાપુરુષો સ્વયં ઇતિહાસ બની ગયા અને આજે પણ લોક તેમને જાણે છે. જ્યારે પરમાત્માનો વિરોધ કરનાર ગોશાળા કે જમાલિના નામના ઇતિહાસ કે તેમના અનુયાયીઓને પણ કોઈ નથી ઓળખતું. મગુમ - મ (ત્રિ, શ્રી.) (સૂક્ષ્મ, ઝીણું 2. રથ-ગાડાંની ધુંસરીને ધારણ કરનાર) જૈનશાસનમાં શારીરિક શક્તિ કે સૈન્ય વગેરેની તાકાત કરતાં આત્માની સૂક્ષ્મ તાકાતને વધારે મહત્ત્વ આપવામાં આવ્યું છે. કેમકે સૂક્ષ્મ તાકાત જે કાર્ય કરી શકે છે તેનાથી હજારમાં ભાગનું પણ કાર્ય સ્થૂળ શક્તિ કરી શકતી નથી. નિત્ય સવાશેર ચકલાની જીભને ખાનાર, દુરાચારી અને જન્મ-જાતે મુસલમાન અકબર રાજાને અહિંસક બનાવવો તે હીરસૂરિ મહારાજની આધ્યાત્મિક સૂક્ષ્મ તાકાતની જ કરામત છે. બાકી ધૂલ તાકાત ત્યાં વામણી સાબિત થાય. अणुअत्तंत - अनुवर्तमान (त्रि.) (અનુસરતું, પાછળ આવતું) જેમ વાછરડું હજારો ગાયોની વચ્ચે રહેલી પોતાની માતાને અનુસરે છે. તેને ગોતી જ લે છે. તેમ કોઇપણ કાળે, કોઇપણ સ્થળે કે કોઇપણ ભવમાં જીવે કરેલા કર્મો તેના સર્જનહાર આત્માને ગોતી જ લે છે. અને ઉદયમાં આવીને તે જીવને પોતાનો પ્રભાવ બતાડે જ છે. માટે જ કહ્યું છે કે “જૈસી કરણી વૈસી ભરણી’ મgઝર્લ્ડ (રેશન.) (ક્ષણરહિત, અવસરરહિત) જે ફળ મેળવવાના સમયે જમીન ખેડે તેને આપણે મૂર્ખ કહીએ છીએ. કારણ કે તેની આ પ્રવૃત્તિ અવસર વગરની હોય છે. જે સમયે જે કાર્ય કરવાનું હોય તે સમયે તે ન કરતાં અન્ય સમયે કરનાર ક્યારેય ફળની પ્રાપ્તિ કરતો નથી. તેમ ઉત્તમ એવો માનવભવ, જૈનકળ, સુદેવ, ગુરુ અને સુધર્મના સુયોગવાળો અવસર પ્રાપ્ત થવાં છતાં જે પરલોક સંબંધી કાર્યને સાધતો નથી તે ક્યારેય તેના શુભફળને પ્રાપ્ત કરતો નથી. અનુમા (રેશ-સ્ત્રી.) (લાકડી). માનવસર્જિત કોમ્યુટર કે ગણિતના આંકડાઓમાં ભૂલ થઈ શકે છે. પરંતુ જે કર્મસત્તા છે તેના કોમ્યુટરમાં કે તેના હિસાબમાં ક્યારેય ગરબડ થતી નથી. તે દરેક જીવોનો બરાબર હિસાબ કરે છે. તેનો પોતાનો હિસાબ ચોખ્ખો રાખે છે. લૌકિક જનો તેને 293