Book Title: Abhidhan Rajendra Kosh Part 01 Shabdarth Vivechan - Shabdona Shikhar
Author(s): Rajendrasuri, Vaibhavratnavijay
Publisher: Raj Rajendra Prakashan Trust
View full book text
________________ લાગે તેનું પૂરતું ધ્યાન રાખવાનું હોય છે. સાપુ જયારે કોઇ ઘરમાં આહાર લે, તે વખતે જે વસ્તુ પર સહિયારી માલિકી હોય જેમાં એકથી વધુ ભાગીદાર હોય તેવી વસ્તુ કે આહાર સામૂહિક અનુમતિ વિના લે નહિ. જો લે, તો તેમને અનિસુખ નામનો ભિક્ષાનો દોષ લાગે છે. સિદ્ધિ - નિષિદ્ધ (ત્રિ.) (સંમતિ આપેલું, અનુમોદિત, નિષેધ ન કરેલું 2. સાવઘ અનુષ્ઠાનથી નિવૃત્તિ ન પામેલું) શ્રાવક ગમેતેટલી અતિ ઉત્કૃષ્ટ જીવદયાનું પાલન કરે તો પણ તે માત્ર સવા વીસા દયાનો જ પાલક બને છે. કેમ કે ગૃહસ્થ જીવનમાં સર્વથા સાવદ્ય વ્યાપારોથી નિવૃત્તિ સંભવતી નથી. જ્યારે ચારિત્રધર્મને વિષે દત્તચિત્ત બનેલા શ્રમણ ભગવંતો વીસ વીસા દયાના પાલક કહેલા છે. તેઓ યથાખ્યાત દયાનું પાલન કરવામાં સમર્થ છે. માટે ગૃહસ્થધર્મથી શ્રમણધર્મ ચઢિયાતો છે. વાણી - નિશીથ (2) (શાસ્ત્ર વિશેષ, જે પ્રકાશમાં ભણાય કે ભણાવાય તેવા શ્રતનો એક ભેદ) - નિશ્રાવત (ન.) (સર્વ સાધારણ ચૈત્ય, જેના પર કોઈ ખાસ વ્યક્તિનો અધિકાર ન હોય તે 2. માત્ર પિત્રાદિને આપવા નિમિત્તે બનાવેલું ભોજન) જેના પર કોઈ વ્યક્તિ, ગચ્છ કે સમાજનો અધિકાર હોય તે નિશ્રાકૃત કહેવાય છે અને જેના પર કોઈ ખાસ વ્યક્તિ આદિનો અધિકાર ન હોય તે અનિશ્રાકૃત કહેવાય છે. દયા, મૈત્રી, કરુણા વગેરે તત્ત્વો અને શાશ્વત ચૈત્ય વગેરેને અનિશ્રાકૃત કહેલા છે. अणिस्सिओवस्सिय- अनिश्रितोपाश्रित (पं.) (રાગ-દ્વેષ રહિત 2. આહાર અને શિષ્યાદિની અપેક્ષા વગરનો માધ્યસ્થભાવવાળો-સાધુ) અનિશ્રિતોપાશ્રિતના બે અર્થ થાય છે. સંસારના કારણરૂપ રાગ અને દ્વેષરહિત માધ્યસ્થભાવે રહેલા સાધુને અનિશ્રિતોપાશ્રિત કહેવાય છે. જયારે આહાર, ઉપકરણાદિ અને શિષ્ય, કુલાદિ પ્રાપ્ત કરવાની લાલસારહિત સાધુને પણ અનિશ્રિતોપાશ્રિત કહે છે. अणिस्सिओवहाण -- अनिश्रितोपधान (न.) (અન્યની સહાય વગર કરવામાં આવતું તપ, નિષ્કામ તપ, બત્રીસ યોગસંગ્રહમાંનો ચતુર્થ યોગસંગ્રહ) સમવાયાંગસૂત્રમાં જણાવ્યું છે કે, જે તપ કરવામાં અન્યની સહાયની અપેક્ષા રહેતી નથી એવા તપને અનિશ્રિતો પધાન કહેવામાં આવે છે. અથવા તો ઐહિક ભોગ-સુખોની લાલસા વગર નિરીહપણે કરાતો તપ. જેને યોગસંગ્રહમાં ચોથો યોગસંગ્રહ કહ્યો છે. થિ - નિશ્રિત (ત્રિ.) (અનિશ્રિત, કોઈની સહાયની અપેક્ષા ન રાખનાર 2. અનાસક્ત, આસક્તિરહિત 3. પ્રતિબંધરહિત, રૂકાવટરહિત, મમતારહિત 4. જ્ઞાન વિશેષ, પુસ્તકાદિની અપેક્ષા વિના થતું જ્ઞાન પ, અપ્રવૃત્ત, અસંબદ્ધ 6. કીર્તિ આદિની અપેક્ષા વગર સેવા વગેરે કરવી તે 7. હેતુ કે લિંગની નિશ્રા વિના થતું જ્ઞાન). બીજા વિષયોને ગૌણ કરી ચિત્ત એક જ વિષયમાં તલ્લીન થાય તેને આસક્તિ કહે છે. ભોજન, કીર્તિ, ધન, પત્ની આદિ ઈહલૌકિક અને સ્વર્ગાદિ પરલૌકિક અનેક વસ્તુઓ ઉપર આસક્તિ થઈ શકે છે. સંસારને વધારનારા અનેક કારણોમાં આસક્તિ પણ એક મુખ્ય કારણ છે. જયારે અનાસક્તભાવ એટલે માધ્યસ્થભાવનું સેવન કરવાથી જીવાત્માનું સંસારપરિભ્રમણ અટકે છે. अणिस्सियकर - अनिश्रितकर (त्रि.) (રાગ-દ્વેષના ત્યાગપૂર્વક યથાવસ્થિત વ્યવહાર કરનાર) જેણે સત્ય ધર્મને જાણ્યો છે, સમજયો છે અને સારી રીતે પચાવ્યો છે એવો શ્રાવક પોતાની ફરજમાં આવતા સાંસારિક, વ્યવહારિક કાર્યોને પોતાની ફરજ સમજીને તેમાં જરાય રાગ-દ્વેષની પરિણતિ લાવ્યા વગર પરમાત્માની આજ્ઞાનું સુંદર પાલન કરે છે. ગળિસિયg () - નિશિતા (પુ.) (નિદાનરહિત, હેતુરહિત) સત્ય જ્ઞાનના આલંબનથી જેનો આત્મા જાગી ચૂક્યો છે એવો જીવ કોઈપણ શુભપ્રવૃત્તિને વિષે નિદાન કરતો નથી અર્થાતુ રાગષના ભાવો કરીને ઐહિક સુખ-ભોગની કામના કરતો નથી. તે આત્મા સર્વત્ર અપ્રતિબદ્ધવૃત્તિથી પોતે જળકમળવતુ વર્તે છે. 190