Book Title: Abhidhan Rajendra Kosh Part 01 Shabdarth Vivechan - Shabdona Shikhar
Author(s): Rajendrasuri, Vaibhavratnavijay
Publisher: Raj Rajendra Prakashan Trust
View full book text
________________ અપાવર - નિવૃત્ત (ત્રિ.) (જે ક્યાંય શાંતિ પામેલું નથી તે 2. અપરિણત, પરિણામ નહીં પામેલું) આખો સંસાર નર્યા મોહ, મમતા, સ્વાર્થ, છલ, પ્રપંચ અને કપટથી ભડકે બળી રહ્યો છે. તેમાં ક્યાંય પોતાપણું નથી. જેમાંથી સાર ચાલ્યો ગયો છે તેનું જ નામ છે સંસાર. આવા સંસારમાં ક્યાંય શાંતિ નહીં પ્રાપ્ત કરેલા આત્માને પરમશાંતિનો અહેસાસ માત્રને માત્ર દેવ, ગુરુ અને ધર્મના શરણમાં જ મળી શકે છે. કેમ કે ત્યાં દૂર-દૂર સુધી સ્વાર્થ કે કપટનું નામોનિશાન નથી. એક વખત તમે ખરા હૃદયથી અનુભવ કરી જો જો. अणिव्वाणमादि - अनिर्वाणादि (त्रि.) (અનિવૃત્તિ-અર્થહાનિ-અર્થની અસિદ્ધિ વગેરે દોષવાળું) વ્યવહારિક જગતમાં નુકશાન અને ફાયદાને જાણનાર વ્યક્તિઓ ક્યારેય પણ પોતાને અર્થની હાનિ કે અર્થની અપ્રાપ્તિ વગેરે નુકશાન થાય તેવો વ્યવહાર કે વ્યાપાર કરતા હોતા નથી. એ જ વ્યક્તિઓ અધર્મથી પુણ્યની હાનિ અને પાપની પ્રાપ્તિ થાય એ વાત જાણવા છતાં તેવો વ્યવહાર કેમ કરતા હશે તે જ સમજાતું નથી. अणिव्वाणि - अनिर्वाणि (पु.) (અસુખ, દુ:ખ) આ દુનિયામાં લોકો પોતાને મળનારા સુખ કે દુઃખમાં કોઈ વ્યક્તિ કે વસ્તુને કારણ માનીને તેના પર રાગ કે રોષ કરતા હોય છે. પરમાત્મા મહાવીરદેવ જણાવે છે કે, આ બધા તો માત્ર નિમિત્ત કારણો જ છે. તમારા આત્માને કોઇ સુખી કે દુઃખી કરી શકતું નથી સિવાય કે તમારા પોતાના સારા-નરસા કર્મ. આ કર્મોના પ્રતાપે જ આત્માને સુખ કે દુઃખની અનુભૂતિ થાય છે. ગાવુ - નિવૃત્તિ (સ્ત્રી) (દુઃખ, પીડા) જીવદયા એ કોઇ વ્યક્તિ, ધર્મ કે સ્થાનને બંધાઇ રહેનાર તત્ત્વ નથી. એ તો આત્મામાં ઉત્પન્ન થતો એક શુભ પરિણામ છે, પછી તે ચૌદરાજલોકમાં વર્તતા કોઇપણ જીવમાં સંભવી શકે છે. ચેખોવ નામના રશિયાના એક તત્ત્વચિંતક થઇ ગયા. તેઓ જૈન ન હતા પરંતુ તેમના ચિત્તમાં બીજા જીવો પ્રત્યે અપાર કરૂણા હતી. આથી જ કોઇ ઘોડેસવાર ઘોડાને ચાબુક મારતો ત્યારે ચેખોવ મોટે મોટેથી ચીસો પાડતા હતા. ખ્યાલ આવ્યો? ઘોડાની મારની પીડાનો અનુભવ દયાળુ એવા ચેખોવને થતો હતો. માત્રુડ - નિવૃત્ત (ત્રિ.) (અપરિણત, પરિણામ નહીં પામેલું, અપરિપક્વ) આત્માનો સ્વભાવ જળ જેવો છે. જળ જેવા પાત્ર, સ્થાન કે રંગમાં ભળે છે તદનુસાર તે આકૃતિ અને રંગને ધારણ કરી લે છે. તેવી જ રીતે આત્મા પણ નિમિત્તવાસી છે. તે જેવા સંગમાં અને વાતાવરણમાં રહે છે તદનુરૂપ તેના ભાવો પરિણામ પામતા હોય છે. આ વાત એ જ સમજી શકે છે કે જેનો આત્મા જિનકથિત તત્ત્વોથી ભીંજાયો હોય. જેનો હજી કાળ પાક્યો નથી તેવો અપરિણત આત્મા ક્યારેય આ વાતને સમજી શકતો નથી. સળવ્યેય - નિર્વે (6) (અસંતોષ, વૈરાગ્યનો અભાવ, પ્રયત્નથી નહીં અટકેલું) શાસ્ત્રોમાં દુઃખગર્ભિત, મોહગર્ભિત અને જ્ઞાનગર્ભિત 3 વૈરાગ્ય જણાવ્યા છે. તેમાં જ્ઞાનગર્ભિત વૈરાગ્યવાળા આત્માને જ દીક્ષા આપવાનો આદેશ છે. પરંતુ જે બીજા કોઇ હેતુસર માત્ર સુખની લાલસાથી કે કોઈના આક્ષેપો કે ઘાતથી બચવા માટે દીક્ષા લેવા તૈયાર થાય તેવા વૈરાગ્યરહિત આત્માને દીક્ષા આપવાનો શાસ્ત્ર નિષેધ ફરમાવે છે. કેમ કે તેવા આત્માને પરમાત્માના વેષનું કે તેમના શાસનનું કેટલું ને શું મૂલ્ય છે તેની ખબર જ નથી હોતી. ગofટ્ટ - નિકૃષ્ટ (ત્રિ.) (સાધુને આહાર આપવામાં લાગતો એક દોષ, ભિક્ષાના 16 ઉદ્ગમના દોષો પૈકીનો ૧૫મો દોષ) નિર્દોષ વ્યવહાર અને આહારથી જીવન વ્યતીત કરનારા સાધુએ ગોચરી લેતી વખતે ઉદ્દગમના 16 દોષોમાંથી કોઈપણ દોષ ન 289