Book Title: Abhidhan Rajendra Kosh Part 01 Shabdarth Vivechan - Shabdona Shikhar
Author(s): Rajendrasuri, Vaibhavratnavijay
Publisher: Raj Rajendra Prakashan Trust
View full book text
________________ સમયના વહેણમાં વહેતો આ સંસાર તેના નિત નવા સ્વરૂપો દેખાડે છે. ગઈકાલનો રાજા આજે રંક થઈ જાય છે તો આજનો રેક આવતી કાલે રાજા બની જાય છે. એટલું જ નહીં દેવેન્દ્રો જેવા સમર્થ દેવેન્દ્રોને પણ ઘડીકમાં હર્ષ કરાવે છે તો ઘડીકમાં શોક કરાવે છે. એમ અનેક પ્રકારના આશ્ચયથી ભરેલો આ સંસાર અનિયત સ્વરૂપવાળો છે. પિત્ત - અનીતિપન્ન (ત્રિ) (જેના પાંદડા કીડાઓથી ખવાયેલા નથી તે). મારું (3) તા - અતિમુt () (અતિશય બંધનથી મુક્ત થયેલું 2. તિન્દુક કે તાલ વૃક્ષ વિશેષ) જે બંધનોથી અત્યંત રીતે મુક્ત થયેલો હોય તેને સંસ્કૃતમાં અતિમુક્તક કહેવાય છે. શાસ્ત્રીય રીતે વિચારતાં જે જીવ સંસારના જન્મમરણ રૂપી બંધનથી અત્યંત રીતે મુક્ત થયેલો હોય તેને અતિમુક્તક કહેવાય છે. તે જ ભવમાં મુક્તિ પ્રાપ્ત કરનારા ચરમશરીરી જીવો પણ અતિમુક્તક કહી શકાય છે. મr3T - નપુ (ત્રિ.) (નિપુણ નથી તે, અકુશળ) સંસારમાં કોઈપણ પ્રકારની મુશ્કેલી વગર આખું ય જીવન વીતે તે શક્ય નથી. આ જગતમાં વિનો તો દરેકને આવે છે પરંતુ, કુશળ મનુષ્યો બુદ્ધિબળે તે વિપ્નોમાંથી પણ કોઈકને કોઈક સારો માર્ગ કાઢી લે છે. પુણ્યપુરુષોને વિનોમાંથી પણ સહજતયા રસ્તો મળી જાય છે. નિષ્કાર () - નિયતવારિન(ઉં.) (અપ્રતિબદ્ધ વિહારી, પ્રતિબંધ વગર વિચરનાર) પ્રતિબદ્ધ એટલે આસક્ત અને અપ્રતિબદ્ધ એટલે અનાસક્ત. માટે જ સાધુ ભગવંતોને અપ્રતિબદ્ધ વિહારી કહેલા છે. કારણ કે તેઓ મન વચન અને કાયાથી ઘર-બાર સ્ત્રી પુત્રાદિ પરિવાર, હીરા માણેકાદિ ધન-દોલત વગેરે સંસારની કોઈપણ વસ્તુ પ્રત્યે આસક્તિ પણ નથી રાખતા અને પરિગ્રહ પણ નથી કરતા. પવનની જેમ તેઓ હંમેશાં અપ્રતિબદ્ધ વિહારી કહેવાય છે. अणिएअवास - अनियतवास (पुं.) (અનિયતવાસ, ઘર સિવાય માસકલ્પાદિ પૂર્વક ઉદ્યાનાદિમાં વસવું તે) સાધુ ભગવંતોના વિશિષ્ટ આચારોમાં એક છે અનિયતવાસ. અનિયતવાસ એટલે કોઈ નિશ્ચિત સ્થાન રહિત, માસકલ્પાદિની સમાચારીને આચરતા સાધુ ભગવંતો કોઈ એક સ્થાને રહેવાની જગ્યાએ ઉદ્યાન, ઘર, ખંડેર આદિ કોઈ એક નિશ્ચિત સ્થાને સ્થાયી ન રહેતા અનિયતવાસી બની વિહાર કરતા હતા. સોન - નયન (પુ.), (પ્રરણા ન કરવી તે 2. નહીં યોજેલું 3. અધિકાર ન આપવો તે 4. આજ્ઞા ન કરેલું છે. નિયોગથી ભિન્ન) સાધુની વાણી કોમલ, મંજુલ, કર્ણપ્રિય અને વિધેયાત્મક હોય. તેમનું વચન ક્યારેય કઠોર કે આજ્ઞાકારી ન હોય. શાસ્ત્રોમાં શ્રમણને આજ્ઞાકારી વચનનો સામાન્યથી નિષેધ કરેલો છે. કેમ કે તેમાં માલિકીભાવ અને કઠોરતા હોવાથી ક્યારેક કોઇનું દિલ દુભાવવાનો પ્રસંગ થઈ શકે છે માટે જ મુનિ નિયોગપ્રવૃત્તિ કરતા નથી. 3 /ન - નર (ત્રિ.) (અંગાર દોષરહિત) સાધુની ગોચરીના 42 દોષોમાંનો એક દોષ છે અંગાર. આહાર-પાણી કે ઔષધાદિ પર રાગ ધરીને જે ભિક્ષા ગ્રહણ કરવામાં આવે તે અંગાર દોષવાળી ભિક્ષા જાણવી, રાગને અગ્નિ સમાન કહેલો છે અને અગ્નિ જેમ શરીરને બાળે છે તેમ રાગથી ગ્રહણ કરેલી ગોચરી ચારિત્રરૂપી શરીરને બાળે છે. માટે સંયમી સાધુએ અંગારદોષરહિત ભિક્ષા ગ્રહણ કરવી જોઇએ, ગઃ - મન(ત્રિ.). (જેમાં ઇન્દ્ર નથી તે, ઇન્દ્ર વિનાનું) 27s