Book Title: Abhidhan Rajendra Kosh Part 01 Shabdarth Vivechan - Shabdona Shikhar
Author(s): Rajendrasuri, Vaibhavratnavijay
Publisher: Raj Rajendra Prakashan Trust
View full book text
________________ કળ (f) જમીન - મન્વીયમાન (ત્રિ.) (અનુસરતું, અનુસરણ કરવામાં આવતું) જેમ વ્યક્તિનો પડછાયો તેને અનુસરે છે તેમ જીવના શુભાશુભ કર્મો પણ તેને અનુસરીને ભવાન્તરમાં પણ આત્માની સાથે-સાથે જ જાય છે. માટે કોઈપણ કાર્ય કરતાં પહેલા તેના ફળનું ચિન્તન કરીને પછી જ તે કાર્યને કરવું હિતકારી બને છે. મળિ (for)HHIVATI - અન્ય નાનામ(ત્રિ.) (અનુસરાતો માર્ગ) માત્ર સારી-સારી ઉપદેશની વાતો કરવાથી ઇતિશ્રી થઈ જતું નથી પરંતુ કથનાનુસારી આચરણ કરવાથી જ તે ઉપદેશની વાતો સાર્થક બને છે. યાદ રાખો કે વ્યક્તિ, કુટુંબ, સમાજ વગેરે જનસમુદાય માત્ર તમારા કથનને નહીં કિંતુ આચરણને અનુસરે છે. મણિનૂદિત્તા - મોદા (મ.) (નહીં આપીને). એક અત્યંત કંજૂસ શેઠ પાસે ભિખારીએ ભોજન, જીર્ણ વસ્ત્રો આદિ જે પણ માગ્યું શેઠે તે-તે વસ્તુઓ પોતાને ઉપયોગી હોવાનું જણાવીને કંઈપણ આપવાની ચોખ્ખી ના પાડી દીધી. છેલ્લે પેલા ભિખારીએ શેઠને કહ્યું કે શેઠ! કંઈપણ વસ્તુ નહીં આપો તો ચાલશે પણ આંગણામાં પડેલી ચપટી ધૂળ તો આપશો ને ? શેઠે ચપટી ધૂળની શી જરૂર છે ? તેમ પૂછતાં તે ભિખારીએ જણાવ્યું કે ભૂતકાળમાં અમે કોઈને કંઈ નથી આપ્યું તેથી આજે અમારી આ હાલત છે. તમે અત્યારે ચપટી ધૂળ આપશો તો કાલે તમને અન્ય કોઈ વસ્તુ આપવાની ઈચ્છા પણ થશે. મળજ્ઞા - મનિર્ધા (મવ્ય.) (ચક્ષુના વ્યાપાર વિના, આંખથી જોયા વિના) ધાર્મિક કે સામાજિક અનુષ્ઠાનો મન, વચન, કાયાની એકાગ્રતાપૂર્વક કરવાથી જ ફળદાયી બને છે. ધમનુષ્ઠાનોમાં ભાગ લીધા પછી કોઈ ખાસ કારણ વગર ચક્ષને અનાવશ્યક આમતેમ ફેરવવી તે પણ એક પ્રકારનો પ્રસાદ હોવાથી તેનો નિષેધ કરેલો છે. अणिज्जायणत्तिया - अनिर्यापणात्मिका (स्त्री.) (વાચના સંપદાનો એક ભેદ) “પૂઢ - નિયૂઢ (ત્રિ.) (મોટા ગ્રંથમાંથી સંક્ષેપરૂપે ઉદ્ધરેલું નહીં તે) શું તમે આ જાણો છો? આપણે જેને પર્યુષણ પર્વના પવિત્ર દિવસોમાં ગુરુમુખે એકાગ્રતાપૂર્વક ઉલ્લાસભેર શ્રવણ કરીએ છીએ તે કલ્પસૂત્રને આર્ય શ્રી ભદ્રબાહુસ્વામીએ બૃહકલ્પ નામના મોટા ગ્રંથમાંથી સંક્ષેપરૂપે સંક્લન કરીને ભવ્યજીવોના હિત માટે ઉદ્ધરેલું છે. પરંતુ એવા પૂર્વકાળે ઘણા દુર્ગમ વિષયોવાળા બૃહત્કાય ગ્રંથો હતા જેનો સંક્ષેપરૂપે ઉદ્ધાર થયેલો નથી. દુ- મનg(a.) (અનિષ્ટ, અપ્રિય, અણગમતું 2. પાપ 3. વિષાદિ 4. અપકાર છે. જેનું પૂજન આદિ નથી કર્યું તે દેવ 6. દુઃખ 7, નાગબલા) નાના-મોટા દરેક જીવો પોતાને અણગમતી કે દુ:ખ ઉપજાવનારી વસ્તુઓથી દૂર ભાગે છે, પણ તે અણગમતી વસ્તુઓને ઉત્પન્ન કરનાર ખોટા કર્મો તો એ જીવો કરતા જ રહે છે. કમ ખરાબ કરવા અને સારા ફળની ઈચ્છા રાખવી, આ તે કેવી વિસંગતિ? ગળતર - મનBતર (ત્રિ.). (અત્યંત અનિષ્ટ, અતિ અણગમતું, અતિશય અપ્રિય) તીવ્ર ઠંડી કે ગરમી આપણને અતિશય અપ્રિય લાગે છે. આપણા કરતાં કંઈક ગણી વધારે ઠંડી-ગરમીનો અનુભવ પૂર્વભવોમાં બાંધેલા ચીકણા કર્મોના કારણે નારકીઓ કરે છે. સાથે-સાથે પરમાધામી દેવો દ્વારા તેઓને ઘાણીમાં પીલવા, ભઠ્ઠીમાં નાખવા, કટકા કરવા આદિ દ્વારા અત્યંત વેદના આપવામાં આવે છે. જેને તેઓએ ખૂબ જ દુઃખપૂર્વક અનિચ્છાએ ભોગવવી પડે છે.' મળદ્રુપ - નિદૃપત (2) (જનું ફળ અનિષ્ટ છે તે, અનર્થફળ 2. અશુભ કર્મ) 280