Book Title: Abhidhan Rajendra Kosh Part 01 Shabdarth Vivechan - Shabdona Shikhar
Author(s): Rajendrasuri, Vaibhavratnavijay
Publisher: Raj Rajendra Prakashan Trust
View full book text
________________ કોઇના પણ માટે બૂરું આચરણ કરતા, વિચારતા કે બોલતા પહેલા એક વખત શાંતિથી વિચાર કરી લેજો કે તમે જે કરી રહ્યા છો. તે તમને જ વ્યાજ સાથે ભવિષ્યમાં મળવાનું છે. બીજાઓ માટે આચરેલું ભૂંડું કર્મ ભવિષ્યમાં તમારે પણ ભોગવ્યે જ છૂટકો છે. મળિકૂવયUT - નિષ્ઠવન (1) (આક્રોશયુક્ત વચન, અનિષ્ટ વચન) કટુવચનો કોઈને પણ સારા નથી લાગતા. પાવતુ પશુ-પંખીઓને પણ નથી ગમતા. આક્રોશવચનોથી વનસ્પતિને પણ માઠી અસર પહોંચે છે. માટે સુજ્ઞ મનુષ્ય કોઈને દુઃખ લાગે તેવા વચનો ન બોલવા જોઈએ. મીઠા વચનોથી સર્વજન વશ થાય છે. યાદ રાખજો ! હિતકારી એવું વચન પણ જો આક્રોશપૂર્વક કહેવામાં આવેલું હોય તો તે કોઈને રુચતું નથી. mય - નિછાવર (ત્રિ.) (પૂર્ણ ન કરેલું, અપૂર્ણ, અસમાપ્ત) કોઈ વ્યક્તિ અહીં કર્મો તો બૂરા કરે છે પણ જીવનમાં ખૂબ સુખ-સાહ્યબી એશો-આરામ ફરમાવે છે. તેથી મુગ્ધલોકો એવું માની બેસે છે કે, ધર્મ-કર્મ કંઈ છે જ નહીં. જો હોય તો આ વ્યક્તિ તો નરક ભોગવતો હોવો જોઈએ. પરંતુ સમજી લેજો કે કર્મના સિદ્ધાન્ત પ્રમાણે -- આ જન્મમાં કરેલા ઘોર અપકૃત્યનું કડવું ફળ આ જનમમાં પ્રાયઃ મળી જ જાય છે અને કદાચ આયુષ્ય ખૂટી જતાં ભોગવવાનું પૂર્ણ ન થયેલું હોય, બાકી રહેલું હોય તો તે પરલોકમાં પણ પ્રાપ્ત થાય જ છે. દક્ષર - નિષ્ણવર (.) (અપ્રિય સ્વર, અણગમતો અવાજ) ગધેડો, કાગડો, ઘુવડ વગેરે યોનિમાં ઉત્પન્ન થયેલા જીવોનો અવાજ અપ્રિય લાગે છે. કોઈને ગમતો નથી. આમ થવાના કારણ માટે શાંતિથી વિચારતા જણાશે કે તેમણે પૂર્વભવમાં સજ્જનો, ગુરુજનો, ધર્મ કે ભગવાનની તીવ્ર નિંદા કરી હશે. જેથી આ ભવમાં જન્મથી જ તેમની વાણી દરેકને અપ્રિય લાગે છે. મછિદ - હિતોત્સાહ(.) (ઉત્સાહી, જેનો ઉત્સાહ હણાયો નથી તે) સિંહની જેમ સંપૂર્ણ શક્તિ દ્વારા કાર્ય કરનારો, લગનીપૂર્વક કાર્યમાં લાગી જનારો તથા અનેક વિનો વચ્ચે પણ નિધરિલા કાર્યને પૂર્ણ કરવામાં ઉત્સાહી વ્યક્તિ ગમે તેવા મોટા કાર્યને પણ કરી જાણે છે. ઉત્સાહથી જ કાર્યો થાય છે એમ નીતિકારો પણ માને છે. ન - નિg (કિ.) (કઠોરતારહિત) ગુરુજનો કે વડીલો પ્રત્યે શિપ્યો અને સંતાનોની એક સરખી જ શિકાયત હોય છે કે, અમારા ગુરુ ભગવંત કે અમારા વડીલો અમારા પ્રત્યે કઠોર વ્યવહાર રાખે છે. પરંતુ તેઓને પોતાની સંતતિના ભવિષ્યની ચિંતા હોવાથી જ તેઓ અંદરથી માખણ જેવી અત્યંત કોમળ લાગણી ધરાવતા હોવા છતાં ય બહારથી કઠોરતા દાખવે છે. તેની પાછળનો અભિપ્રાય તેમના વ્યક્તિત્વને ખીલવવાનો હોય છે. નિદ - વિશ્વ () (મુખમાંથી ગળફા વગેરે ન ફેંકનાર) સાધુ ભગવંતો જેનું સૂકમતાપૂર્વક પાલન કરે છે તે પાંચ સમિતિઓમાં પારિષ્ઠાપનિકા સમિતિ આવે છે. જેમાં કફ-ગળફા આદિને યતના વગર જે તે સ્થાને ન ફેંકતા ઉપયોગપૂર્વક પરઠવવાનું હોય છે. કારણ કે થૂકેલા કફ-ગળફામાં બે ઘડી પછી અસંખ્ય સંમૂચ્છિમ પંચેન્દ્રિય જીવો ઉત્પન્ન થાય છે. માટે જીવહિંસાનો મહાદોષ ન લાગે તે હેતુથી સાધુ અને શ્રાવકો જયણાપૂર્વક તેનો નિકાલ કરે છે. વૃિત્ત - મHિ (પુ.) (આમષષધિ આદિ લબ્ધિનો અભાવ) આમષષધિ પ્રમુખ 48 લબ્ધિઓ મુનિજીવનમાં પ્રાપ્ત થતી હોય છે. આ લબ્ધિઓ નિરતિચાર સંયમપાલન થકી જ પ્રગટ થાય છે. 281