Book Title: Abhidhan Rajendra Kosh Part 01 Shabdarth Vivechan - Shabdona Shikhar
Author(s): Rajendrasuri, Vaibhavratnavijay
Publisher: Raj Rajendra Prakashan Trust
View full book text
________________ વીર હનુમાને પર્વત ઊતરતા મેઘધનુષ્યના રંગોને બનતા અને વિખરતા જોયા અને વૈરાગ્ય થયો. સીતાજીને અગ્નિપરીક્ષા આપ્યા પછી વૈરાગ્ય થયો તો લવ-કુશને લક્ષ્મણજીનું મૃત્યુ જોઈને વૈરાગ્યે થયો. આ બધા મહાપુરુષો અને મહાસતીઓએ સંસારના વાસ્તવિક સ્વરૂપને નિહાળીને પરમપથ તરફ પ્રયાણ કર્યું હતું. અર્થાત્ તેઓ સંસારની અનિત્યતા જાણીને નિત્ય સુખના પ્રાપક શ્રમણધર્મ પ્રત્યે આકર્ષિત થયા હતા. अणिच्चभावणा - अनित्यभावना (स्त्री.) (અનિત્ય ભાવના, બાર ભાવનામાંની પ્રથમ ભાવના) જે સવારે હતું તે મધ્યાહ્ન નથી અને જે મધ્યાઢે છે તે સાંજે નથી. સંસારમાં જે દેખાઈ રહ્યા છે તે દરેક પદાર્થો અનિત્ય છે. કોઇ શાશ્વત નથી. આ શરીર પણ નહીં. આ પ્રકારનું ચિંતન કરવું તે અનિત્ય ભાવના છે. શાસ્ત્રમાં કહેવાયું છે કે ભૂતકાળમાં આવી અનિત્ય ભાવનાનું આલંબન કરીને અનંતા જીવો કેવલજ્ઞાન પામ્યા છે અને ભવિષ્યમાં અનંતા જીવો પ્રાપ્ત કરશે. fથી - નિત્યતા (સ્ત્રી) (અનિત્યતા, નશ્વરપણું) જેઓના આયુષ્ય પલ્યોપમ અને સાગરોપમ પ્રમાણ છે તેવા દેવોને પણ અસંખ્યાત વર્ષો સુધી જ્યાં રહ્યાં તે દેવલોક, જેની સાથે ભોગો ભોગવ્યા તે દેવીઓ અને જેની સાથે મિત્રતા કે માલિકીભાવ હતો તે બધાને મૂકીને ઇચ્છાએ કે અનિચ્છાએ પણ બીજે જવું પડે છે. તો પછી માત્ર થોડાક વર્ષોના ક્ષણભંગુર આયુષ્યવાળા આપણે કુટુંબ કબીલામાં મોહ કરીએ તે કેટલો ઉચિત છે? તમે ચાહો કે ન ચાહો બધું જ મૂકીને જવું જ પડશે. તો પછી શા માટે અનિત્યતાને સ્વીકારીને નિર્મોહી ન બનીએ? अणिच्चाणुप्पेहा - अनित्यानुप्रेक्षा (स्त्री.) (ધન-શરીર વગેરે સર્વ પદાર્થોની અનિયતાનું ચિન્તન, ધર્મરૂપ ધર્મધ્યાનની અનુપ્રેક્ષાનો ભેદ) ધન, દોલત, પુત્ર, સ્ત્રી, પરિવાર, ઘર, મહેલ આદિ સાંસારિક જે કોઈ ભૌતિક સામગ્રીઓ છે તે બધી નશ્વર છે. અનિત્ય છે. જે વસ્તુઓ આજે આપણી પાસે છે તે કદાચ કાલે ન પણ હોય. એમ પદાર્થોની અનિત્યતાનું ચિત્તવન કરવું તે અનિત્યાનુપ્રેક્ષા છે. forછી - અનિચ્છા (સ્ત્ર.) (ઈચ્છાના અભાવવાળી આત્મપરિણતિ 2. અનિચ્છા) કડવી દવા બાળકને અરુચિકર હોવા છતાં ય પીવડાવવાથી રોગને નષ્ટ કરનાર હોઈ તે ઉપકારક છે, તેમ અનિચ્છાએ પણ ગુવજ્ઞાનું પાલન કરાય કે અનિચ્છાએ પણ કરેલું ધર્મનું સેવન આત્માને હિતકારી થાય છે. પુણ્યાનુબંધી પુણ્યનું પોષક બને છે. મffaછત્તા - મfણતતા (ત્રી.) (પામવાની અનિચ્છા, પ્રાપ્તિની અનિચ્છા) મોટા ખેદની વાત છે કે અત્યંત ઋદ્ધિના સ્વામી, અતિ સામર્થ્યવંત દેવો પણ જેની પ્રાપ્તિ માટે ઝૂરે છે તે મનુષ્યભવરૂપી મહારત્નને પ્રાપ્ત કર્યા પછી તેનો યોગ્ય ઉપયોગ કરવા રૂપ ધર્મસેવન કરવાને બદલે ભૌતિક સામગ્રીઓની મૃગતૃષ્ણા પાછળ જ મનુષ્યભવરૂપી રત્નને આપણે વેડફી દઈએ છીએ. માહિત્ર - છુa (ત્રિ.) (મનથી જરાપણ નહીં ઇચ્છવા યોગ્ય) કોઈપણ કાર્યનો પ્રારંભ માનસિક વિચારથી થાય છે. અને એ વિચાર જ તીવ્ર બનતાં કાર્ય રૂપે પરિણમે છે. માટે આત્મહિતકર ધમરાધના અત્યંત ઉલ્લાસપૂર્વક, શક્તિને ગોપવ્યા વગર અને નબળા વિચારોને મનમાં પ્રવેશવા દીધા વગર કરવી જોઈએ. વિUTI - નિની (ત્રિ) (જીવપ્રદેશથી છૂટા ન પડેલા કર્મ પુદ્ગલ, નિર્જરા ન થયેલી હોય તેવા કર્મપુદ્ગલ). જ્યારે આત્મામાં કર્મોનો બંધ થાય છે ત્યારે તેનો ઉદયમાં આવવાનો સમય પણ નક્કી થઈ જતો હોય છે. બંધાયેલા કર્મ ઉદયમાં આવે ત્યાં સુધી તે જીવપ્રદેશ સાથે ચોંટેલા રહે છે. આ કર્મપ્રદેશો તેનો ઉદય થયે ભોગવવા દ્વારા કે પછી ઉદયમાં આવતા પહેલા તપ ધ્યાન સંયમાદિ વિશિષ્ટ આરાધનાઓ દ્વારા નિર્જરા કરવાથી છૂટા પડી જાય છે. 279