Book Title: Abhidhan Rajendra Kosh Part 01 Shabdarth Vivechan - Shabdona Shikhar
Author(s): Rajendrasuri, Vaibhavratnavijay
Publisher: Raj Rajendra Prakashan Trust
View full book text
________________ મળજંપ - નિમ્પ (ત્રિ.) (ચંચલ, નિશ્ચલ નહીં તે, ચલાયમાન) ઘાસના અગ્રભાગ પર રહેલું બિંદુ, હાથીના કાન, આગની આસપાસ ચક્કર મારતા પતંગિયાનું જીવન કેટલો સમય સ્થિર રહી શકશે એ કોઇ કહી શકે છે ખરા? નહી ને. તેમ પરિષહો ને ઉપસર્ગોથી ડરી અને હારી ગયેલા મુનિ ક્યાં સુધી સંયમમાં સ્થિર રહી શકે તે કહી શકાય તેમ નથી. પરંતુ જેણે ઉપસર્ગો અને પરિષહોના ભય પર જીત મેળવી લીધેલી છે તે મહાત્માને કર્મ મહાસત્તા પણ ચલાયમાન કરી શકતી નથી. શિવમ - નિE (1) (પરિમિત, સીમિત) સંસ્કૃતમાં એક સુભાષિત આવે છે, ‘ત્તિ સર્વત્ર વન' અર્થાતુ દરેક સ્થાને અતિપણું થતું હોય તો તેનો ત્યાગ કરવો જોઇએ. કેમ કે દરેક વસ્તુ પરિમિત માત્રામાં હોય તે જ સારી લાગે છે. અતિ થતાં તે અહિતકારી સાબિત થાય છે. જેમ કે ભોજનમાં વધારે પડી ગયેલું મીઠું સ્વાદ બગાડે છે, વધારે પડતી મીઠાઇ મોઢું બગાડી નાખે છે અને વધારે પડતો ક્રોધ મીઠા-મધુરા સંબંધોમાં તિરાડ પાડે છે. માટે સુજ્ઞજનો અતિશયતાનો સર્વદા ત્યાગ કરતા હોય છે. વય - નિશા (પુ.) (લઘુમૃષાવાદ, અલ્પ જૂઠ) - નિત (પુ.) (ગૃહરહિત, સાધુ) જેના ડ્રેસ અનેક અને એડ્રેસ એક તેનું નામ સંસારી તથા જેનો ડ્રેસ એક અને એડ્રેસ અનેક તેનું નામ સાધુ. સંસારીઓ દરરોજ નવા કપડાં બદલે પરંતુ, તેમનું રહેવાનું સ્થાન તો એક જ હોય છે કેમ કે તેઓ મોહ-મમતાથી બંધાયેલા હોય છે. જ્યારે શ્રમણના વસ્ત્રો એક એટલે એક જ સફેદ સંસારીઓ કરતાં વિપરીત તેઓ મોહ-મમતાના ભાવથી રહિત હોવાથી એક સ્થાને બંધાઈને રહેતા નથી. વહેતા પાણીની જેમ સદા ફરતા રહી લોકોપકાર કરતા હોય છે. માત્રટ્ટ - નિકૃષ્ટ (ત્રિ.), (દ્રવ્યથી પૂલ શરીરી 2. ભાવથી કષાયવશવર્તી). નાસ્તિક રહેવામાં જ જેમની મતિ છે તેવા જીવો ધર્મના નામથી દૂર ભાગતા હોય છે. તેઓ વિવેકરહિત પશુની જેમ ખાવા-પીવાં અને મોજ-શોખ કરવામાં જ જીવનની સાર્થકતા માનતા હોય છે. આવા જીવો દેખાવે આનંદ પ્રમોદ કરનારા ભલે લાગે પણ, ભાવથી તો કષાયોને વશ થઇને સતત દુઃખાનુભવ કરતા રહે છે. મળAવા () - બનેવાવન(ઈ.) (અક્રિયાવાદી, અનેકવાદી, ભાવોનું કઈંક એકત્વ હોવા છતાં તેમાં સર્વથા અને– બોલનાર વાદી) જગતના તમામ પદાર્થો અનેક ધર્માત્મક છે. પદાર્થમાં અનેકત્વ છે તેમ અપેક્ષાએ એકત્વ પણ છે. પરંતુ કેટલાક અક્રિયાવાદીઓ પદાર્થમાં સાપેક્ષે રહેલા એકત્વને પણ ન સ્વીકારતા સર્વથા અનેકત્વને જ અપ્રસારિત કરે છે. અર્થાત દરેક પદાર્થોમાં એકાંતે અનેકપણું માનનારા અનેકવાદીઓના અભિપ્રાયે દીક્ષાદિ વતાનુષ્ઠાનો નિરર્થક સાબિત થાય છે. પક્ષિવૃત્ત - મક્ષિણ (.). (નહીં ત્યાગેલું 2. પચ્ચકખાણ નહીં કરેલું 3. વિશ્રામ વગરનું, નિરંતર). આ જગતમાં સૌથી મોટો ભૂખ્યો હોય તો તે કાળ છે. આ કાળરાજાના ઉદરમાં મોટા મોટા ચક્રવર્તી, વાસુદેવો, રાજા-મહારાજાઓ ઓહિયાં થઇ ગયા છે. છતાં પણ તેનું પેટ ક્યારેય ભરાયું નથી. તેનો આ ઘટનાક્રમ અનંતકાળથી વિના વિશ્રામે નિરંતર ચાલ્યા જ કરે છે. ન જાણે ક્યારે કોનો વારો આવશે કહી શકાય તેમ નથી. માટે પરમાત્માએ કહ્યું છે કે કાળનો મૃત્યુઘંટ વાગે તે પહેલા પરભવનું ભાથુ અત્યારથી જ બાંધવાનું શરૂ કરી દો.