Book Title: Abhidhan Rajendra Kosh Part 01 Shabdarth Vivechan - Shabdona Shikhar
Author(s): Rajendrasuri, Vaibhavratnavijay
Publisher: Raj Rajendra Prakashan Trust
View full book text
________________ મહારાજા કે ચક્રવર્તી સુધ્ધાં પણ સમયને બાંધી શકતા નથી. એ તો ઠીક પણ અનેક શક્તિઓના સ્વામી દેવેન્દ્રો પણ પોતાના આયુષ્યને ચિરસ્થાયી બનાવવા સમર્થ નથી. સમય હંમેશાં અપ્રતિબદ્ધ છે તેને કોઈનો પ્રતિબંધ નથી. હંમેશાં ગમનશીલ રહે છે. अणाहसाला - अनाथशाला (स्त्री.) (દવાખાનું, આરોગ્યાલય, રુગ્ણાલય, હોસ્પિટલ) ગુજરાતીમાં જેને આપણે દવાખાનું કહીએ છીએ તેને પ્રાકૃતમાં અણાહશાલા અને સંસ્કૃતમાં અનાથશાલા કહે છે. જેનો નાથ એટલે કે રક્ષણહાર નથી તે લોકમાં અનાથ તરીકે ઓળખાય છે. ગમે તેવો શક્તિસંપન્ન કે વગદાર વ્યક્તિ પણ જો રોગીષ્ટ થાય તો અનાથ બની જાય છે. તેને તેની કોઈ સત્તા કે શક્તિ બચાવી શકતા નથી. તેણે પણ વૈદ્યો કે ડૉક્ટર પાસે દવાખાને દોડી જવું પડે છે. દુનિયાના બેતાજ બાદશાહો! તમે પણ રોગ સામે અનાથ છો, વૃદ્ધત્વ સામે અનાથ છો અને મૃત્યુ સામે પણ અનાથ છો. મહાર - ૩નાદાર (ઈ.) (આહારનો અભાવ, અવિદ્યમાન આહાર) આચારાંગસૂત્રના 1 શ્રુતસ્કંધના ૮મા અધ્યયનમાં આહારની વ્યાખ્યા કરતાં જણાવ્યું છે કે, જે સુધાને શાંત કરે અને જેનો આસ્વાદ જીભને આલ્હાદક લાગે તે આહાર કહેવાય છે. ક્ષુધાતૃપ્તિ માટે જે અનિષ્ટ છે અને જેનો સ્વાદ જીભને અરુચિકર લાગે તેને અનાહાર કહેલા છે. લીમડાની છાલાદિ પંચાંગ, હરડે, કરિયાતું આદિ અનેક દ્રવ્યો અનાહાર તરીકે બતાવ્યા છે. * પથાર (ઈ.) (દેવાદાર, કરજવાળો). ‘ઋi ઋત્વીકૃતં પિ' એ ઉક્તિ સ્વાથ્યની અપેક્ષાએ સાચી હશે પણ નીતિકારોએ રોગ, પરદેશગમન અને ત્રણ આ બધાને મોટા દુઃખ જણાવેલા છે. તેમાં પણ કરજદાર હોવું તેના જેવું બીજું કોઈ મોટું દુઃખ નથી તેમ જણાવ્યું છે. ઋણી વ્યક્તિ કરજ ફેડવાની ચિંતાવાળો બની સતત આર્તધ્યાન કરતો રહે છે અને પોતાના વ્યવહારધર્મમાં ડગલે ને પગલે અલના પામતો રહે છે. अणाहारग - अनाहारक (पुं.) (અણાહારી જીવ, વિગ્રહગતિપ્રાપ્ત જીવ, સમુઘાત કરનાર કેવળી, અયોગી કેવળી-સિદ્ધ) શરીરધારી દરેક જીવ સામાન્યથી પ્રત્યેક પળે આહાર કરે છે જેને શાસ્ત્રમાં લોમાહાર કહે છે. સામાન્યથી કવલાહાર ન કરનારને અણાહારી કહેવાય છે અને આયુષ્ય પૂર્ણ કરીને ભવાન્સરગમન કરતા વિગ્રહગતિ પ્રાપ્ત જીવને, સમુદ્રઘાત કરનારને, અયોગી કેવળીને અર્થાતુ સિદ્ધ ભગવંતોને પણ અણાહારી કહેવાય છે. અક્ષરમ - મનોહરમ (જ.) (ભોજન માટે અયોગ્ય, ખાવા માટે યોગ્ય નથી તે, અભક્ષ્ય) શાસ્ત્રોમાં અનંતકાય, બહુબીજ, કંદમૂળ તથા શરીરને નુકશાન પહોંચાડનારી વિષય વસ્તુઓને ભોજન માટે અયોગ્ય કહેલી છે.' ડુંગળી, લસણ આદિ વસ્તુઓ વ્યક્તિના તામસી સ્વભાવમાં વધારો કરનાર હોવાથી તે ખાવાનો નિષેધ કરવામાં આવેલો છે. મહરિદ - સનાદત (સિ.) (ભૂતકાલીન ખાવાની ક્રિયાથી પરિણામ નહીં પામેલું તે). આખો દિવસ સારા-સારા પૌષ્ટિક પદાર્થોના ભોજન કરવા માત્રથી દૂબળો-પાતળો વ્યક્તિ પહેલવાન બની જતો નથી. પરંતુ લીધેલા ભોજનને પચાવવા અર્થાત ખાધેલા આહારના યોગ્ય પરિણમન માટે જઠરાગ્નિ પણ પ્રદીપ્ત હોવો જરૂરી બને છે. માદિકુ - અનાધૃષ્ટ (કું.) (વસુદેવ અને ધારિણીનો પુત્ર) સંસારના શ્રેષ્ઠ પુરુષોમાં જેની ગણના કરવામાં આવે છે તે ત્રણખંડના અધિપતિ વાસુદેવ કૃષ્ણના પિતા વસુદેવ અને ધારિણી દેવીના પુત્રનું નામ અનાધૃષ્ટ છે. જેનું ચરિત્ર અન્તઃકૂદશાંગસૂત્રના ત્રીજા વર્ગના તેરમાં અધ્યયનમાં આપવામાં આવેલું છે. अणिइय - अनितिक (पु.) (જેનું નિયત સ્વરૂપ નથી તે, અનિયત 2. સંસાર) 374