Book Title: Abhidhan Rajendra Kosh Part 01 Shabdarth Vivechan - Shabdona Shikhar
Author(s): Rajendrasuri, Vaibhavratnavijay
Publisher: Raj Rajendra Prakashan Trust
View full book text
________________ પાલન હોય, પ્રભુપૂજા વણાયેલી હોય, સાથે જિનેશ્વરીની આજ્ઞાનું પાલન હોય અને કષાયોનો જેમાં બ્રાસ થતો હોય તે તપ જ શુદ્ધ તપ કહેવાય છે. ઉપરોક્ત બાબતોનો જે તપમાં સમાવેશ ન હોય તે બધા અશુદ્ધ તપ કહેલા છે. પાકો (શો) (જાર, ઉપપતિ) જેમ ઉપપત્ની એટલે રખાતનો સંગ સંગ્રહસ્થ પુરુષ માટે ત્યાજય છે તેમ આર્ય સન્નારી માટે ઉપપતિ એટલે જાર પુરુષનો સંગ ત્યાજય ગણ્યો છે. માટે જ સદગૃહસ્થધર્મનું પાલન એક પ્રકારની તપસ્યા જ ગણાઈ છે. વર્તમાનમાં પણ ભારત દેશ એવા સગૃહસ્થ અને સન્નારીઓથી શોભાયમાન દેશ ગણી શકાય છે. अणाढायमाण - अनाद्रियमाण (त्रि.) (અનાદર કરતો, તિરસ્કાર કરતો) કહેવત છે કે, જો નસીબ વાંકું થાય, ભાગ્ય ફરી જાય કે દુઃખના દહાડા આવવાના હોય તો ઘરના બારણે કુતરું પણ નથી ચઢતું. યાદ રાખજો કે, ઘરે કોઈ અતિથિ આવે કે કોઈ દીન-દુ:ખીજન આવે તો ઉલટભાવે તેમનો યોગ્ય સત્કાર કરજો પરંતુ ભૂલે-કે પણ તેઓનો અનાદર કે તિરસ્કાર કરતા નહીં. કારણ કે આગન્તુક પોતાનું ભાગ્ય સાથે લઈને આવતો હોય છે. માહિત્ય - મનાવૃત (1) (અનાદર, વંદનનો એક દોષ, તિરસ્કાર 2. કાકંદી નગરીનો રહેવાસી એક ગૃહપતિ 3. તે નામે બૂદ્વીપનો અધિષ્ઠાતા દેવ) બૃહત્કલ્પસૂત્રમાં વંદનાનું વિશ્લેષણ કરતાં જણાવ્યું છે કે, જેમાં સંભ્રમ એટલે આદર ન હોય તેને અનાદર કહેવાય છે. પૂજ્ય પુરુષોને વંદના કરતાં જો આપણામાં આદરભાવ ન હોય મનમાં તિરસ્કારની ભાવના વિદ્યમાન હોય તો વંદનનો અર્થ રહેતો નથી. ઊલટાનું અનાદરભાવે વંદન કરીને દોષ લગાડવાનું થાય. #મથ (ઈ.) (જબૂદ્વીપનો અધિષ્ઠાતા દેવ) જૈન ભૂગોળ પ્રમાણે જેમાં આપણે સૌ મનુષ્યો અને તિર્યંચો વગેરે રહેલા છીએ તે તિષ્ણુલોક અસંખ્ય દ્વીપ, સમુદ્રોના પ્રમાણવાળો છે. પ્રત્યેક દ્વીપ અને સમુદ્રના અધિષ્ઠાતા અથતુ અધિપતિ દેવ હોય છે. એ પ્રમાણે જંબૂદ્વીપના અધિષ્ઠાયક દેવનું નામ અનર્ષિકઅનાદત છે. અઢિયા - મનાતા (સ્ત્રી.) (જબૂદ્વીપના અધિષ્ઠાયક અનાદત દેવની રાજધાનીનું નામ 2. તિરસ્કાર પામેલી) સંયમી મુનિઓ દેવ-મનુષ્ય-તિર્યંચજન્ય અનાદર-તિરસ્કાર નામના ઉપસર્ગને સમતાપૂર્વક જીતતા હોય છે. એકવાર નંદિષેણ મુનિ વેશ્યાને ત્યાં ગોચરીએ જઈ ચઢે છે. વેશ્યા દ્વારા અનાદર પામેલા નંદિષેણમુનિ સંયમને ભૂલી ગયા અને પોતાની ઋદ્ધિ દેખાડી બેઠા. બસ વેશ્યાને તો એ જ જોઈતું હતું. તે પછીનો વૃત્તાંત સર્વવિદિત છે. અUTUIT - અનાજ્ઞા (સ્ત્રી) (આજ્ઞાનો અભાવ, જેમાં વીતરાગની આજ્ઞા નથી તે) તીર્થકરોએ જે આચરણનો ઉપદેશ નથી કર્યો અથવા જે પ્રવૃત્તિ પૂર્વર્ષિઓ દ્વારા સમર્થિત નથી તેવી તમામ પ્રકારની આચરણાને અનાજ્ઞા કહેવાય છે. અર્થાતુ પરમાત્માએ જે કહ્યું નથી તેમ છતાં પોતાની બુદ્ધિથી તેને ધર્માચરણ માની તેમાં પ્રવૃત્તિ કરે કે કરાવે તેને અનાજ્ઞા કહેવાય છે. આચારાંગસૂત્રમાં અનાજ્ઞાનું સોપસ્થાન અને નિરુપસ્થાન એમ બે ભેદે વિસ્તૃત વર્ણન કરેલું છે. TITY - નાનાd (1) (ભદરહિત, ભેદનો અભાવ) સંસારવર્તી પ્રત્યેક પદાર્થનાનાત્વને ભજે છે. એટલે કે દરેકમાં ભિન્નતા જોવાય છે. ચેતન કે જડ કોઈપણ પદાર્થમાં કર્મયોગે નાનાત્વ વિદ્યમાન હોય છે. માત્ર કર્મરહિત બનેલા સિદ્ધભગવંતોની દુનિયામાં કોઈ જ પ્રકારના ભેદ નથી, ત્યાં એકસમાનતા છે. 260