Book Title: Abhidhan Rajendra Kosh Part 01 Shabdarth Vivechan - Shabdona Shikhar
Author(s): Rajendrasuri, Vaibhavratnavijay
Publisher: Raj Rajendra Prakashan Trust
View full book text
________________ ૩મારોહા - મનાવો(ત્રિ.) (યોદ્ધાઓરહિત, સૈનિકોરહિત) જેમ રાજા વગર સૈન્ય શોભતું નથી તેમ સૈન્ય વગરનો એકલો રાજા પણ શોભતો નથી, તત્ત્વાર્થસૂત્રના પાંચમા અધ્યયનમાં વાચકમુખ્ય ઉમાસ્વાતિજી મહારાજે કહેલું છે કે, “પરસ્પરોપગ્રહો નીવાના' અર્થાત જગતના દરેક પદાર્થ એક બીજાને આશ્રયીને રહેલા છે. દરેકને એક બીજાની જરૂર પડે જ છે. જે નિગોદમાં અનંતા સાથે રહેવાનું છે અને મોક્ષમાં પણ અનંતા જીવો સાથે રહેવાનું છે. તો પછી અહીં એક બીજાના દુશ્મન શા માટે બનીએ ? VIનંar - 3 નાનપર (1) (ટેકારહિત, આલંબનરહિત). શુભધ્યાન બે પ્રકારના બતાવવામાં આવેલા છે. 1. સાલંબન ધ્યાન અને 2. નિરાલંબન ધ્યાન, જે ધ્યાનમાં જિન પ્રતિમા કે અન્ય કોઇ આલંબન લેવામાં આવે તે સાલંબન ધ્યાન બને છે અને જેમાં કોઈપણ ઇષ્ટના આધાર વગર સાહજિક રીતે ધ્યાન કરવામાં આવે તે નિરાલંબન ધ્યાન કહેવાય છે. તીર્થકર ભગવંતો નિરાલંબન ધ્યાન કરતા હોય છે. अणालंबणजोग - अनालम्बनयोग (पुं.) (પરતત્ત્વવિષયક ધ્યાન વિશેષ) ષોડશક પ્રકરણમાં કહેલું છે કે, તથા પ્રકારના સત્ત્વના ઉદ્રેકથી વિશેષ પ્રકારે શાસ્ત્રોમાં બતાવેલા ઉપાયોથી પર ઊઠેલાને સામર્થ્યયોગ હોય છે. તેવા આત્માને કોઈપણ પદાર્થના અભિન્કંગ એટલે આલંબનરહિત જે દિક્ષા અર્થાતુ પરમાત્માને જોવાની ઇચ્છા તે અનાલંબન યોગ કહેવાય છે. આ અનાલંબન યોગ જ્યાં સુધી પરતત્ત્વનું દર્શન નથી થયું ત્યાં સુધી જ હોય છે. દર્શન પછી તે કેવળજ્ઞાનના સંયોગે આલંબન યોગ કહેવાયો છે. अणालंबणपइट्ठाण - अनालम्बनप्रतिष्ठान (त्रि.) (આલંબન-રક્ષકરહિત, આલંબનરૂપ પાયા વિનાનું). જે જીવોની હજુ સુધી અધ્યાત્મયોગમાં વિશિષ્ટ ગતિ નથી થઇ. જેઓ હજુ બાળ સ્વભાવના છે, તેવા ભવ્યજીવોને નિરાલંબન યોગ ઘટતો નથી. તેમના માટે સાલંબનયોગ એ જ ઉત્કૃષ્ટમાર્ગ છે. કેમ કે તેઓ આલંબનરહિત ધર્મ આરાધી શકવાની ક્ષમતા વગરના હોય છે. અગાન - સનાતપિત (શિ.) (ન બોલાવેલું, આલાપ-સંતાપ ન કરેલ હોય તે). જેની જોડે આપણી કોઇ ઓળખાણ ન હોય, કોઈ જાતની વાતચીત કરેલી ન હોય કે બોલાવેલી ન હોય તેવી વ્યક્તિ કોઈ દિવસ આપણા ઘરે આવે ખરી? નહીં ને. બસ! તેમ જે પાપકર્મોને આપણે આ જ નથી, જેને આપણે મન-વચન-કાયાથી આમંચ્યા જનથી તેવા પાપકર્મો ક્યારેય પણ ઉદયમાં આવતાં જ નથી અને જે ઉદયમાં આવે તો સમજી લેવાનું કે આ કર્મો મેં જનોતરેલા છે. મારી કરણીનું જ આ ફળ છે. કોઇ બીજાનું નહિ. માત -- નાનાથ (ક.), (આળસ્ય રહિત, આળસનો અભાવ, ઉદ્યમી) એક સુભાષિતમાં કવિએ કહેલું છે કે, જે સ્વયં આળસુ છે અને વળી, માત્ર સુખની ઇચ્છાવાળો છે તેને ક્યારેય પણ વિદ્યા પ્રાપ્ત થતી નથી. પરંતુ જે વિદ્યા પ્રાપ્ત કરવાની ઇચ્છાવાળો છે અને ઉદ્યમી છે તેને વિદ્યાપ્રાપ્તિ સિવાય બીજે ક્યાંય સુખ લાગતું જ નથી. अणालस्सणिलय - अनालस्यनिलय (पुं.) (ઉત્સાહનું સ્થાન 2. સ્ત્રી) જે સૈન્યનો નેતા સ્વયે ઉદ્યમ અને પરાક્રમરહિત હોય તેનું સૈન્ય પણ આળસુ અને નિરુત્સાહી બની જાય છે. પરંતુ જેનો નેતા પરાક્રમી અને ઉત્સાહથી ભરપૂર હોય તેનું સૈન્ય પણ ગમે તેવા મોટા સૈન્ય સામે બાથ ભીડી લેવાની હિંમત કરી લે છે. અર્થાતુ બહુ ઉત્સાહી નેતા સૈન્ય માટે ઉત્સાહ જગાડવાના સ્થાનભૂત બનતો હોય છે.