Book Title: Abhidhan Rajendra Kosh Part 01 Shabdarth Vivechan - Shabdona Shikhar
Author(s): Rajendrasuri, Vaibhavratnavijay
Publisher: Raj Rajendra Prakashan Trust
View full book text
________________ નિરૂપણ શાસ્ત્રોમાં કરવામાં આવેલું છે. अणाययणपरिहार - अनायतनपरिहार (पु.) (રહેવા માટે અયોગ્ય સ્થાનનો ત્યાગ) દર્શનશુદ્ધિ ગ્રંથમાં કહેલું છે કે, જ્યાં નજીકમાં વેશ્યાનો આવાસ હોય, નાટ્યશાળા હોય, નપુંસક અને પશુઓનો આવાસ હોય, જયાં જીવોની હિંસા થતી હોય, જે સ્થાનમાં પાર્શ્વસ્થ વગેરે કચારિત્રીયા વસતા હોય તેવા સ્થાનમાં સંયમના ખપી સાધુએ વસવાટ કરવો જોઈએ નહિ. અર્થાત્ તેવા સ્થાનનો ત્યાગ કરવો જોઇએ. अणाययणसेवण - अनायतनसेवन (न.) (અયોગ્ય સ્થાનનું સેવન કરવું તે). શ્રમણપણાને વરેલા સાધુઓ સંયમને બાધક બને તેવા સ્થાનનો ઉપયોગ ક્યારેય પણ કરતા નથી. જો તેવા સ્થાનોનો ઉપયોગ કરવામાં આવે તો પાર્થસ્થાદિ કશીલ સાધુઓના સંસર્ગથી કાં તો સંયમજીવન દોષિત બને કાં પછી સર્વથા સંયમનો નાશ થાય છે. અપાર - અનાવર (.) (તિરસ્કાર 2. અનુત્સાહાત્મક સામાયિકવ્રતના અતિચારનો એક ભેદ) લીધેલા સામાયિકવ્રત પૂર્ણ થવાને વાર હોય છતાં પણ વહેલા પાળે અથવા સમય થઈ જવા છતાં પણ પાળે નહીં તો તે વ્રતનો અનાદર કહેવાય છે. ધર્મસંગ્રહ ગ્રંથમાં તેને અતિચાર તરીકે જણાવેલું છે. યાદ રાખજો, કોઈપણ ધર્મક્રિયા કરો તેમાં ઉત્સાહ અને તેનો આદર જાળવીને કરજો . अणायरंत - अनाचरत् (त्रि.) (ત્યાગ કરતો, નહીં આચરતો) પંચાશક ગ્રંથમાં ભગવાન હરિભદ્રસૂરિ મહારાજે લખ્યું છે કે, જે આત્મા જાગી ગયો છે. જ્ઞાનયોગે પરિણતિ ઘડાઈ ગઈ છે. પોતાના માટે કયો માર્ગ શ્રેયસ્કર છે અને કયો વિનાશકારી છે તેનું જ્ઞાન જેને થઇ ગયું છે તે આત્મા શીવ્રતયા પુણ્યમાર્ગ દ્વારા પાપમાર્ગનો નાશ કરીને કર્મોના બંધનોને ત્યાગતો પરંપરાએ અપુનરાગમન સ્થાનને પ્રાપ્ત કરે છે. अणायरणजोग्ग - अनाचरणयोग्य (त्रि.) (નહીં આચરવા યોગ્ય). સદાચરણ દ્વારા જેઓએ પોતાનું હિત સાધ્યું છે. જેઓ શિષ્ટજનોમાં માન્ય બનેલા છે તેવા કલ્યાણકારી મહાપુરુષોના માર્ગનું સેવન કરનારો ભવ્ય જીવ પણ આત્મકલ્યાણને પ્રાપ્ત કરે છે. તે જ્ઞાની પુરુષોએ જે માર્ગને અયોગ્ય માન્યો છે તેનું કલ્યાણકામી પુરુષે આચરણ ન કરવું જોઇએ. अणायरणया - अनाचरणता (स्त्री.) (ગૌણ મોહનીયકર્મ) માયા કષાયના પર્યાયવાચી નામ તરીકે અનાચરણતા શબ્દનો પ્રયોગ શાસ્ત્રોમાં થયેલો છે. કષ એટલે સંસાર અને આય એટલે તેનો લાભ. જે સંસારનો વિસ્તાર કરી આપે તેને કષાય કહેવાય છે. માયા ક્યારેય પણ આત્મા માટે હિતકારી હોતી જ નથી. આથી સુજ્ઞ પુરુષોએ માયાનું આચરણ કરવું જોઇએ નહિ. જેટલો શક્ય બને તેટલો ત્યાગ કરવો જોઇએ. અપાયરિય - અનાર્થ (પુ.) (કૂરકર્મી, અનાર્ય, શક-યવનાદિ દેશોમાં ઉત્પન્ન થનારું) શક-યવનાદિ પશ્ચિમના ઘણા દેશોને શાસ્ત્રમાં અનાર્ય દેશ તરીકે અને તેમાં રહેનારાઓને અનાર્ય તરીકે સંબોધેલા છે. ધર્મના સાચા સ્વરૂપને નહીં સમજેલા તેઓ હિંસા અને ક્રૂરતાને જ પોતાનો ધર્મ સમજતા હોય છે. ઉપદેશમાળા વગેરે ગ્રંથોમાં ધર્મીજનોને માટે અનાર્ય દેશમાં વસવાટ અને અનાર્ય લોકોના સંસર્ગનો નિષેધ કરવામાં આવેલો છે. માયિત - સનાથ (ત્રિ.) (લોખંડરહિત, જેમાં લોખંડ ન હોય તે). 266