Book Title: Abhidhan Rajendra Kosh Part 01 Shabdarth Vivechan - Shabdona Shikhar
Author(s): Rajendrasuri, Vaibhavratnavijay
Publisher: Raj Rajendra Prakashan Trust
View full book text
________________ ચૌદરાજલોક પ્રમાણ આ સંસારમાં ધર્માસ્તિકાયાદિ છએ છ દ્રવ્યો છલોછલ ભરેલા છે. છતાંય તે એકબીજાને ક્યારેય નડતરરૂપ બનતા નથી, હા ! એકબીજાને સહાયક જરૂરી બને છે. આ છ દ્રવ્યોનો કોઈ પ્રારંભ કે અત્ત નથી. તે શાશ્વત પદાર્થો છે. પુદ્ગલાસ્તિકાય નામનું દ્રવ્ય ભલે પર્યાયની અપેક્ષાએ બદલાતું રહે પણ મૂળભૂત રીતે એ કાયમ રહે છે. अणापुच्छियचारि (ण)- अनापृच्छ्यचारिन् (पुं.) (ગણને પૂછ્યા વગર ક્ષેત્રમંતરમાં વિચરનાર સાધુ, પાંચમા નિગ્રહસ્થાનને પ્રાપ્ત થયેલું) શાસ્ત્રમયદા મુજબ સાધુભગવંતે ગણની કે ગુરુની આજ્ઞાનુસાર રહેવું તે મુનિ ભગવંતોની સામાચારી છે. ગણની અનુજ્ઞા મેળવ્યા વગર સાધુ ભગવંત ક્ષેત્રમંતરમાં વિચારી શકતા નથી. આજ્ઞા પ્રાપ્ત કર્યા વગર ક્ષેત્રાંતરમાં વિચરનાર શ્રમણ પાંચમા નિગ્રહ સ્થાનને પ્રાપ્ત થાય છે. જૈનશાસનમાં જેમ ગુરુ આજ્ઞા લેવી જોઈએ તેમ ગણની આજ્ઞાને પણ મહત્વ અપાયેલું છે. अणाबाह - अनाबाध (पुं.) (બાધારહિત, પીડારહિત ર. મોક્ષ સુખ 3. સ્વાધ્યાયાદિકને વિષે અત્તરાયભૂત કારણરહિત 4. અવકાશ) દુનિયામાં આપણને જે-જે વસ્તુમાં સુખ દેખાય છે તે વૈભાવિક સુખ છે. દુઃખના અનુભવ વગર તે કહેવાતા સુખની પ્રાપ્તિ થતી નથી. ભોજનના સુખ માટે ભૂખનું દુઃખ જોઈશે, તૃપ્ત વ્યક્તિને ગમે તેવું સારું ભોજન પણ રુચિકર નહીં લાગે. ઊંઘના સુખ માટે ઉજાગરાનું દુઃખ જોઈશે. એમ ગરમીના દુઃખ વગર શીતળતાના સુખનો અનુભવ નહીં થાય. પરંતુ મોક્ષ સુખ તે સ્વાભાવિક સુખ છે કેમ કે, તેની અનુભૂતિ માટે કોઈ દુઃખનો અનુભવ કરવો પડતો નથી. તે જન્મ-મરણાદિક બાધાઓના અપગમથી જન્મે છે. अणाबाहसुहाभिकंखि (ण्) - अनाबाधसुखाभिकाङ्क्षिन् (पुं.) (મોક્ષ સુખના અભિલાષી, પરમાનંદના આકાંક્ષી) મોક્ષમાં પણ સુખ છે અને સંસારમાં પણ સુખ દેખાય છે. તો પછી ઘણા બાલજીવોને પ્રશ્ન થાય કે, નહીં મળેલા સુખની પ્રાપ્તિ માટે મળેલા સુખોને શા માટે છોડી દેવા જોઈએ? આના ઉત્તરમાં જ્ઞાની મહર્ષિઓ ફરમાવે છે કે, સંસારમાં જન્મ, જરા, મરણ, ભૂખ, પ્યાસ આદિ અનેક દુઃખો તો રહેલા જ છે. અને જે સુખનો આભાસ થાય છે તે સુખો પણ વૈભાવિક સુખો છે તેનો અનુભવ પણ દુઃખના અહેસાસ વગર તો નહીં જ થાય. માટે જ તો સાચી સમજણ આવ્યા વગર મોક્ષસુખની આકાંક્ષા જાગતી નથી. અમિદ - મણિદ(જ.) (મિથ્યાત્વનો એક ભેદ) સત્યદર્શનને સમજીને પછી માત્ર તેમાં જ શ્રદ્ધા રાખવી તે સમ્યક્ત છે. સત્યદર્શન કોને કહેવાય? તે કયો ધર્મ છે? વગેરે સાચી સમજણ મેળવવાને બદલે સર્વદર્શન, દરેક ધર્મો સાચા છે તેમ માનવું તે અનભિગ્રહ નામનું મિથ્યાત્વ અર્થાત્ અજ્ઞાન વિશેષ છે. અજમો - નામો (કું.) (ન ભોગવવું તે 2. અવ્યક્ત બોધ 3. અનુપયોગ, અસાવધાની 4. અત્યન્ત વિસ્મૃતિ 5. અજ્ઞાન 6. મિથ્યાત્વ વિશેષ) અનાભોગના અનેક અર્થો થાય છે. તે પૈકી અજ્ઞાનમૂલક મિથ્યાત્વ એવો એક અર્થ પણ થાય છે. અવ્યક્તબોધરૂપે વિચારથી શૂન્ય એવા એકેન્દ્રિયાદિને અથવા વિશેષજ્ઞાનથી રહિતને સામાન્યથી અવ્યક્ત બોધ સ્વરૂપ અનાભોગ કહેવાય છે. (અત્યન્ત વિસ્મરણ થવારૂપ ધ્યાન થવું તે) પ્રસન્નચંદ્ર રાજર્ષિ જેમ દુખના વચને આત્મધ્યાન ચૂકી આર્તધ્યાનમગ્ન બની ગયા અને સ્વવૃત્તિમાંથી ખસીને પરવૃત્તિમાં જઈ ચડ્યા. તેમ અત્યન્ત વિસ્મૃતિના કારણે પણ જીવાત્મા આત્મરમણતામાંથી ચુત થઈ જાય છે. આમ અત્યંત વિસ્મૃતિ થવાના કારણે અનાભોગધ્યાન થાય છે. अणाभोगकय - अनाभोगकृत (न.) (અજાણપણે થયેલું, અજ્ઞાનતા જનિત). સામાયિકવ્રતમાં અન્ય કોઈ વિચારોમાં ખોવાઈને આપણા દ્વારા અમુક એવું આચરણ થઈ જાય છે કે, જેની આપણને ખબર પણ હોતી નથી. જેના કારણે આપણી અમૃતમય ક્રિયાઓ વિષમય બની જતી હોય છે. આવી ક્રિયાઓને અનાભોગકત કહેવાય છે. 263