Book Title: Abhidhan Rajendra Kosh Part 01 Shabdarth Vivechan - Shabdona Shikhar
Author(s): Rajendrasuri, Vaibhavratnavijay
Publisher: Raj Rajendra Prakashan Trust
View full book text
________________ ઘોડિયામાં હીંચતા નાગકેતુએ કરેલા અઠ્ઠમતપના પ્રભાવે સ્વયં ઈન્દ્ર મહારાજાને ધરતી પર આવવું પડ્યું હતું, અઠ્ઠમ તપ કરીને શંખેશ્વર પાર્શ્વનાથના નવણજલના પ્રભાવે કૃષ્ણ મહારાજાની મૂછિત સેના સભાન થઈ ગઈ હતી. અરે ! અન્ય કોઇ આરાધના નહીં કરનારા ચક્રવર્તી અને વાસુદેવો પણ છ ખંડોને સાધવા માટે અટ્ઠમ તપની આરાધના કરતા હોય છે. अट्ठमभत्तिय - अष्टमभक्तिक (त्रि.) (અક્રમ કરનાર, ત્રણ ઉપવાસ કરેલા છે જેણે તે) આજે ચારેય બાજુ હોટલ, રેસ્ટોરન્ટ, લારી ગલ્લા જયાં જુઓ ત્યાં લોકો ખાવા માટે ગીધની જેમ તૂટી પડતા જોવા મળે છે. જયાં જુઓ ત્યાં ખાવાની જ વાતો ખાંઉ ખાંઉને ખાંઉ જાણે કોઈ દિવસ ખાવાનું જોયું જ ન હોય. આવા ભોજનપ્રચુર સમયમાં તમને આહારસંશા પર વિજય મેળવેલા કોઇ અટ્ટમ, અઠ્ઠાઈ કે માસક્ષમણના તપસ્વી જોવા મળે તો વિચાર્યા વિના બે હાથ જોડીને તેમની અનુમોદના કરવાનું ન ચૂકતા. તપનું નહીં તો તપસ્વીની અનુમોદનાનું પુણ્ય કમસે કમ પરભવમાં તો કામ લાગશે. મદુમામા - મચ્છમથન (ત્રિ.) (આઠમદનો નાશ કરનાર) રૂપકોશાને ત્યાં ચાતુર્માસ કરીને કંદર્પ પર વિજય મેળવનારા કામવિજેતા સ્કૂલિભદ્ર દર્પ(અહંકાર) સામે હારી ગયા. તેમના જ્ઞાન પરના અભિમાને તેઓને ચૌદપૂર્વમાંના અંતિમ ચારપૂર્વથી વંચિત રાખ્યા. જો માત્ર એક જ્ઞાનનો મદ આટલું મોટું નુકશાન કરાવી શકતો હોય તો આઠેય મદમાં ચૂર જીવની શું દશા થઈ શકે છે તે વિચારવા જેવું છે. મદ્રમાદેર - મહાપ્રાતિહાર્ય (1). (આઠ મહાપ્રાતિહાર્ય, તીર્થંકર પ્રભુનો દેવો દ્વારા બતાવાતો આઠ પ્રકારે પ્રભાવ) કૈવલ્યજ્ઞાનની પ્રાપ્તિ થયા બાદ તીર્થકર ભગવંતોના ગુણપ્રકર્ષને દર્શાવનાર આઠ પ્રાતિહાર્યોની રચના દેવો દ્વારા કરવામાં આવે છે. તે ક્રમશઃ 1. અશોકવૃક્ષ 2. સુરપુષ્પવૃષ્ટિ 3. દિવ્યધ્વનિ 4. ચામર 5. આસન 6. ભામંડલ 7. દેવદુંદુભિ અને 8. છત્ર છે. જે જીવો અષ્ટ પ્રાતિહાર્યયુક્ત પરમાત્માનું નિત્ય ધ્યાન ધરે છે તેને દુનિયાની બધી જ સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે. अट्टमिपोसहिय - अष्टमीपौषधिक (त्रि.) (આઠમતિથિએ પૌષધ કરનાર 2. અષ્ટમીના પૌષધવ્રતમાં કરાતો ઉત્સવ). અષ્ટમી પર્વતિથિના દિવસે ઉપવાસ તાપૂર્વક કરવામાં આવતા પૌષધને અષ્ટમીપૌષધિક કહેવાય છે. મgવી - મટન (ત્રી.) (પર્વતિથિ વિશેષ 2. ચંદ્રની સોળ કળામાંની આઠમી કળા 3. વૃદ્ધ વૈયાકરણિકોના મતે આમંત્રણાર્થક અષ્ટમી વિભક્તિ) પર્વતિથિઓમાં ગણવામાં આવતી અષ્ટમીનું ખૂબ મહત્ત્વ છે. આ દિવસમાં કેટલાય જિનેશ્વરોના ચ્યવન, જન્મ, દીક્ષા આદિ કલ્યાણકો થયેલા છે. તથા આઠમ વગેરે ૫ર્વતિથિઓ મોક્ષને સાધી આપનાર હોવાથી મુમુક્ષુ જીવે તેનું વિશેષ પ્રકારે આરાધન કરવું જોઇએ. બહુમુત્ત - અષ્ટમૂર્તિ (). (ભૂમિ આદિ આઠ સ્વરૂપ છે જેના તે શિવ, શંકર) સ્થાનાંગ સૂત્રના આઠમા સ્થાનમાં કહેવું છે કે, મહેશ્વરના આઠ સ્વરૂપ છે. પૃથ્વી, જળ, વાયુ, અગ્નિ, યજમાન, આકાશ, ચંદ્ર અને સૂર્ય. આ આઠેય મૂર્તિઓના પ્રકાર શંકર-મહેશ્વર સંબંધી જાણવા. अट्ठरससंपउत्त - अष्टरससंप्रयुक्त (त्रि.) (શૃંગાર આદિ આઠ રસોના પ્રકર્ષયુક્ત) શાસ્ત્રમાં કહેલા વક્તાના ગુણોમાંનો એક ગુણ છે કે, વાચના કરનાર પુરુષ શૃંગાર વગેરે આઠ રસોનો જાણકાર હોવો જોઇએ. તે આઠેય રસોથી યુક્ત વક્તા શ્રોતાને વિવિધ રસોનું પાન કરાવતો કરાવતો તેના આત્મામાં વૈરાગ્ય રસને ઉત્પન્ન કરે. જેથી જીવ સંસાર પ્રત્યે અનાસક્ત અને મોક્ષ પ્રત્યે આસક્ત બને. 200