Book Title: Abhidhan Rajendra Kosh Part 01 Shabdarth Vivechan - Shabdona Shikhar
Author(s): Rajendrasuri, Vaibhavratnavijay
Publisher: Raj Rajendra Prakashan Trust
View full book text
________________ अणंतचक्खु - अनन्तचक्षुष् (पुं.) (કેવળજ્ઞાની, અંતરહિત જ્ઞાનના ધારક). તીર્થકર ભગવંતના ઉપનામોમાં એક નામ આવે છે અનંતચખુ અર્થાતુ, તેઓ અનંતા ભૂતકાળ, અનંતા ભવિષ્ય કાળ અને વર્તમાન એમ ત્રણેયકાળના સર્વ ભાવ અને સર્વ પદાર્થોના જ્ઞાતા હોય છે. તેમના જ્ઞાનની કોઇ સીમા હોતી નથી. વળી તેઓ અનંતજ્ઞાની, અનંતદર્શી અને કેવલજ્ઞાની હોય છે. अणंतजिण - अनन्तजिन (पु.) (વર્તમાન અવસર્પિણીના ભરતક્ષેત્રના ચૌદમા તીર્થંકર, અનંતનાથ) अणंतजीव - अनन्तजीव (पुं.) (અનંત જીવવાળી વનસ્પતિ, કંદમૂળ વગેરે સાધારણ વનસ્પતિ) શાસ્ત્રોમાં અનંતકાયના બત્રીસ ભેદ બતાવવામાં આવેલા છે. અનંતકાયના ભક્ષણમાં અનંતા જીવોનો ઘાત હોવાથી જિનધર્મ અને જિનાજ્ઞાનું પાલન કરનારા આપણા સૌના હિત માટે પરમાત્માએ આ બત્રીસે અનંતકાય ત્યાજય કહેલા છે. अणंतजीविअ - अनन्तजीविक (पुं.) (અનંતકાયિક વનસ્પતિ વિશેષ, અનંત જીવો જેમાં છે તે). એક શરીરમાં એક જીવ હોય તેને પ્રત્યેક કહેવાય છે અને એક જ શરીરમાં અનંતા જીવો એકસાથે વાસ કરતા હોય તેને અનન્તજીવિક અર્થાતુ, અનંતકાય કહેવાય છે. મનુષ્યપણું અને જૈનપણું મળવા છતાં જે લોકો એક ઘરમાં એક સાથે નથી રહી શકતા તેમને કર્મસત્તા અનંતકાયિક વનસ્પતિના ભયાનક સ્થાનમાં ફેંકી દે છે કે તેમની ઇચ્છા હોય કે ન હોય, અજ્ઞાનવશે અને અનંતા દુઃખ સાથે અનંતા જીવોની સાથે ફરજીયાતપણે રહેવું પડે છે. મvin Tof - મનનાર (જ.) (કેવળજ્ઞાન) જ્ઞાન બે પ્રકારના આવે છે. 1. પ્રતિપાતિ અને 2. અપ્રતિપાતિ. જે જ્ઞાન મહેમાનની જેમ આવીને પાછું જતું રહી શકે તે પ્રતિપાતિજ્ઞાન છે અને જે જ્ઞાન એકવાર આવ્યા પછી પુનઃ ક્યારેય પાછુ ન જાય, કાયમ સાથે રહે તે અપ્રતિપાતિજ્ઞાન છે. સ્વ-પર પર્યાયની અનંત વસ્તુ જેનાથી જણાય છે તે કેવળજ્ઞાન આ પ્રકારનું અપ્રતિપાતિજ્ઞાન કહેવાય છે. viત //પાણિ (બ) - મનનશાન શિન(પુ.) (કેવળજ્ઞાન અને કેવળદર્શનવાળા, કેવળી, સર્વજ્ઞ) સર્વે ઘાતિકર્મોનો ક્ષયથી જેઓને અનંતજ્ઞાન અને અનંતદર્શન પ્રાપ્ત થયું છે તેવા કેવલી ભગવંતોને અનંતજ્ઞાનદર્શી કહેવાય છે. તેઓને સમસ્ત કર્મોના આવરણો હટી ગયેલા હોવાથી જગતના તમામ પદાર્થ અરિસામાં પડતા પ્રતિબિંબની જેમ સર્વ પર્યાયસહિત મૂળભૂત સ્વરૂપે દેખાય છે. vidrifજ () - અનાજ્ઞાનિન (કું.) (અનંતજ્ઞાની, કેવળજ્ઞાની, સર્વજ્ઞ, તીર્થકર) મતિજ્ઞાન એ જ્ઞાનનું પ્રથમ પગથિયું છે, તો કેવલજ્ઞાન એ અંતિમ સિદ્ધિ છે. કેવલજ્ઞાન પ્રાપ્ત કર્યા બાદ કોઇ જ જ્ઞાન પ્રાપ્ત કરવાનું રહેતું નથી. કેમ કે કેવલજ્ઞાન પ્રાપ્ત કરનાર સર્વજ્ઞ કહેવાય છે. સર્વજ્ઞની વ્યાખ્યા કરતાં કહ્યું છે કે, “સર્વશારે ચેન સતિ સર્વ:' અર્થાત, જે લોકના સર્વ પદાર્થો, સર્વ દ્રવ્યોના ભાવો અને પરિણામોને જાણે છે, જેમનાથી હવે કાંઇ જ અજ્ઞાત નથી તે સર્વજ્ઞ છે. આવા સર્વજ્ઞ ભગવંતનું શાસન આપણને મળ્યું એ આપણું પરમ અહોભાગ્ય છે. મતસિ(જ) - અનન્ત (ઈ.) (કેવળદર્શની, સર્વજ્ઞ) अणंतपएसिय - अनन्तप्रदेशिक (पु.) (અનંત પ્રદેશાત્મક અંધ, અનંત પરમાણુઓ ભેગા થવાથી બનેલો એક પદાર્થ 219