Book Title: Abhidhan Rajendra Kosh Part 01 Shabdarth Vivechan - Shabdona Shikhar
Author(s): Rajendrasuri, Vaibhavratnavijay
Publisher: Raj Rajendra Prakashan Trust
View full book text
________________ હોય છે અર્થાતુ, તેઓ માત્રને માત્ર સત્યવક્તા હોય છે. . अणण्णाराम - अनन्याराम (त्रि.) (મોક્ષમાર્ગથી અન્ય માર્ગને વિષે રમણ નહીં કરનારા, મુક્તિમાર્ગે રમણ કરનાર) સમકિતીના પાંચ લક્ષણોમાંનું એક લક્ષણ છે નિર્વેદ અત, સંસારથી કંટાળો. જેણે સમ્યગ્દર્શનને પ્રાપ્ત કર્યું છે તેવા આત્માને સંસારના દરેકેદરેક પ્રસંગોમાં કે કાર્યોમાં કોઈ જ દિલચસ્પી કે આનંદ હોતો નથી. માત્ર એક ફરજરૂપે જ તેનું પાલન કરતો હોય છે. તેનું ચિત્ત તો મોક્ષમાર્ગના સાધનોમાં જ રમતું હોય છે. તેને દેવ-ગુરુ અને ધર્મ સિવાય ક્યાંય આનંદ નથી આવતો. મUIઠ્ઠય - મનાવ (પુ.) (આશ્રવનિરોધ, નવા કર્મોને આવતાં અટકાવવાં તે) પ્રશ્નવ્યાકરણસૂત્રના પહેલા આશ્રવ તારામાં લખેલું છે કે, નવા કર્મોનો આત્મામાં પ્રવેશ થવો તે આશ્રવ છે. અને તેના નિરોધના કારણભૂત જિનાજ્ઞાના પાલનથી નવા કર્મોનો રોધ-નિષેધ કરવો તેનું નામ છે અનાશ્રવ. અર્થાત આત્મામાં પ્રવેશતા નવા કમોને અટકાવવા તેનું નામ છે અનાશ્રવ. અનાશ્રવી આત્મા તપ-જપ-જ્ઞાન-ધ્યાન વડે કર્મો ખપાવી સિદ્ધ-બુદ્ધ ને મુક્ત થાય છે. મયર - અનાશ્રવર (5.) (આશ્રવનિરોધ કરનાર, નવા કર્મોને આવતાં અટકાવનાર) ભગવતીસૂત્રના પચ્ચીસમા શતકના સાતમા ઉદ્દેશામાં પ્રશસ્ત મનના વિનયભેદની વ્યાખ્યા કરતા લખ્યું છે કે, જે પાપભીરૂ છે અને નવા કર્મોના બંધનને ઇચ્છતો નથી તે ભવ્યાત્મા નવા કર્મોના આશ્રવભૂત પ્રાણાતિપાત આદિ પાપક્રિયાઓનો ત્યાગ કરે છે. જે જીવહિંસાદિ કરતો નથી તેનું ચિત્ત કાયમ પ્રસન્ન રહે છે. અUTયેર - મનંદ (જ.) (પાપરહિતપણું, કર્મ રહિતતા, આશ્રવનો અભાવ) ઉત્તરાધ્યયનસુત્રના પ્રથમ અધ્યયનમાં લખ્યું છે કે, “સંગન માય ગયg' અર્થાતુ, હે શ્રમણ ! ઘાતિ અને અધાતિ બન્ને પ્રકારના કર્મોના આશ્રવનો અભાવ કર. અર્થાત્ કર્મનાશમાં મુખ્ય કારણભૂત એવા ચારિત્રધર્મનું શુભભાવપૂર્વક પાલન કર. સંયમના નિરતિચાર પાલન થકી તારા આત્માને નિષ્ક બનાવ. તિમિfrm - સતિશય (નિ.) (અતિક્રમણ કરવા યોગ્ય નહિ, ઉલ્લંઘન કરવા યોગ્ય નહિ) સ્વ-પરના હિત માટે શિષ્ટપુરુષો કે વડીલોએ જે મર્યાદા બાંધી હોય તેનું ઉલ્લંઘન ક્યારેય પણ ન કરવું જોઇએ. જો તેનું ઉલ્લંઘન કરવામાં આવે તો ઘણી બધી આપત્તિઓના ભોગ બનવું પડે છે. સીતાએ લક્ષ્મણરેખાનું ઉલ્લંઘન કર્યું તો તેને રાવણ હરી ગયો. પરસ્ત્રીને મા-બહેનની નજરે જોનારો રાવણ પરસ્ત્રીમાં આસક્ત થયો તો તેણે પોતાના પ્રાણ ખોવા પડ્યા. अणतिक्कमणिज्जवयण - अनतिक्रमणीयवचन (त्रि.) (જના વચન ઉલ્લંઘન કરવા યોગ્ય નથી તે, જેમ કે માતા, પિતા, ગુરુ આદિ) માત-પિતભક્ત શ્રવણનો આ દેશ છે. જેણે કાવડમાં માતા-પિતાને બેસાડીને અડસઠ તીરથની યાત્રા કરાવી હતી. આ દેશ પિતૃભક્ત રામનો છે જેણે પિતાના વચનને સત્ય ઠેરવવા માટે ચૌદ વર્ષનો વનવાસ હસતા મોઢે સ્વીકારી લીધો. આ એ દેશ છે જયાં માતાપિતાના વચનોનું ક્યારેય પણ ઉલ્લંઘન કરવામાં નહોતું આવતું. પરંતુ આજે તે ઇતિહાસ બની ગયો છે. આજે તો માતા-પિતાની વિરુદ્ધમાં જવું એ ફેશન બની ગઇ છે. યાદ રાખજો! માતા-પિતાની વાતનું ઉલ્લંઘન કરીને તમે તમારું ધાર્યું તો કરી લેશો પરંતુ, તેમની આંતરડી બાળીને જે પાપ બાંધશો તે તમને જન્મજન્માંતર સુધી રડાવશે. અતિયાર - અનતિચાર (નિ.) (અતિચારરહિત) ત્રિગુપ્ત મુનિને પૂછવામાં આવ્યું કે, હે મુનિવર ! આપના ચારિત્રજીવનમાં કેટલા દોષ છે? ત્યારે તેમણે કહ્યું કે, એક વાર મનમાં મને મારી પૂર્વાવસ્થાની સ્ત્રી યાદ આવી ગઈ હતી તે મનથી પાપ થયું હતું. એક શ્રાવકના ત્યાંથી ગોચરી વહોરીને બીજા શ્રાવકના 236