Book Title: Abhidhan Rajendra Kosh Part 01 Shabdarth Vivechan - Shabdona Shikhar
Author(s): Rajendrasuri, Vaibhavratnavijay
Publisher: Raj Rajendra Prakashan Trust
View full book text
________________ સમજાવી ન શકાય તેવા પદાર્થો અનભિલાખ છે. લોકપ્રકાશ ગ્રંથમાં કહેલું છે, ચૌદરાજલોકમાં અભિલાખ પદાર્થો કરતાં અનભિલાખ પદાર્થો અનંતગણા વધારે છે. કેવલી ભગવંતો તેને દેખી અને અનુભવી શકે છે ખરા પરંતુ, તેને વચનમાં લાવી શકતા નથી. अणभिस्संग - अनभिष्वङ्ग (पुं.) (પ્રતિબંધરહિત 2. સંગ-પરિગ્રહરહિત સાધુ) માતા-પિતા, ઘર-દુકાન, સ્થાન કે પદાર્થોનો સંગ, અર્થાત પરિચય કે આસક્તિ તે સાધના આધ્યાત્મિક વિકાસમાર્ગમાં બાધક બને છે. તેઓનો પ્રતિબંધ સંયમીને અસંયમ તરફ દોરે છે એટલે જ પરમાત્માએ સાધુને અભિન્કંગ અથતિ, પ્રતિબંધ રહિત થવાનું કહ્યું છે. જો તે પ્રતિબંધરહિત થશે તો જ અધ્યાત્મમાર્ગમાં આગળ વધી શકશે. अणभिस्संगओ - अनभिष्वङ्गतस् ( अव्य.) (પ્રતિબંધ રહિતપણે) પ્રતિબંધનો અર્થ જ થાય છે કે, બંધન. જયાં પ્રતિબંધતા આવી ત્યાં બંધન આવ્યું. જેમ દોરડા વડે બંધાયેલો વ્યક્તિ કોઈ જ જાતનું હલન-ચલન કે અન્ય પ્રવૃત્તિ કરી શકતો નથી. તેમ સ્વજનાદિના પ્રતિબંધથી આબદ્ધ સાધુ કોઇ જ પ્રકારની આત્મહિતકારી પ્રવૃત્તિ કરી શકતો નથી. જો તે પ્રતિબંધરહિત થઈ વિચરે તો તેના જીવનમાં કોઇપણ પ્રકારની આપત્તિઓ આવી શકતી નથી. મfમહિર - અનમતિ (ન.) (પોતાની ઈચ્છાથી જ અકથિત લક્ષણ 2. સ્વસિદ્ધાન્તને નહીં કહેવા રૂપ સૂત્રદોષનો ભેદવિશેષ) RTઘ - મરીઝ (2) (રાજા વગરનો દેશ 2. નિરંકુશ) બૃહત્કલ્પભાષ્યમાં લખેલું છે કે, પૂર્વનો રાજા મૃત્યુ પામ્યા બાદ રાજસિંહાસનને યોગ્ય નવા રાજા કે યુવરાજ આ બન્નેનું ચયન કે અભિષેક થયો ન હોય ત્યાં સુધી તે રાજ્ય કે દેશ અરાજકઅથવું, રાજા વિનાનું ગણાય છે. જેમ રાજા વિનાના રાજયમાં અરાજકતા ફેલાય છે તેમ ગચ્છ કે સમુદાય પણ આચાર્ય વિનાનો ન હોવો જોઈએ અન્યથા, સ્વચ્છંદતાદિ ઘણા બધા દોષોની આપત્તિ સંભવે છે. સારિત (તેર.). (દહીં, દૂધ આદિ) દૂધ, દહીં વગેરેને આરોગ્યવર્ધક હોવાથી વૈદ્યકશાસ્ત્રએ સંસારી માટે ભોજ્ય કહી છે. તે જદૂધ વગેરેને મહાવિગઈ અને વિકારવર્ધક હોવાથી શ્રમણ માટે ત્યાજય કહેલા છે. આરોગ્ય માટે ભલે તે સારામાં સારી હોઈ શકે છે પરંતુ સાધક આત્મા માટે તે ચારિત્રવિધાતક હોવાથી તેનો ત્યાગ એ જ શ્રેષ્ઠ છે. મતિ - મનન (કું.) (અગ્નિ 2. કૃત્તિકા નક્ષત્ર 3. ચીતરાનું વૃક્ષ 4. ભીલામાનું વૃક્ષ 5. અયોગ્ય, નાલાયક 6. અસમર્થ) વ્યાકરણ શાસ્ત્રમાં ‘નન'અર્થ કર્યો છે. ‘નાસ્તિત્વઃ પરિણા અનન્નઃ' અર્થાતુ, જે હંમેશાં માટે અતૃપ્ત છે. જેની ઉદરપૂર્તિ ક્યારેય નથી થતી તે છે અનલ. જ્ઞાની ભગવંતોએ ઇચ્છાઓ અને અપેક્ષાઓને પણ અગ્નિ સાથે જ સરખાવેલી છે. તમે તેને જેમ જેમ પૂરવાની કોશિશ કરો તેમ તેમ તે વધતી જ જાય છે. જો તમારે ઇચ્છાઓને મારવી જ હોય તો ત્યાગનો માર્ગ જ યોગ્ય છે. ઇચ્છાપૂર્તિનો માર્ગ તમને અધોગતિ તરફ જ લઈ જનાર છે. સક્રિય - અનંત (2.). (મુકુટ આદિ અલંકારો કે વસ્ત્રોની વિભૂષારહિત). અરિસાભવનમાં સ્નાન કરવા ગયેલા ચક્રવર્તી ભરત મહારાજાએ જ્યારે પોતાના હાથમાંથી એક વીંટી સરકી ગઇ અને અલંકારરહિત આંગળીને જોઇને તેમને થયું કે એક વીંટી માત્રથી જો આંગળીનું આવું રૂપ છે તો સમસ્ત અલંકારોથી રહિત શરીર કેવું લાગશે! એમ વિચારીને તેમણે બધા જ આભૂષણો શરીર પરથી ઉતારી નાખ્યા અને જયારે તેમણે પોતાને અલંકારરહિત જોયા ત્યારે તેમને સત્યનું જ્ઞાન થયું અને અનિત્યાદિ ભાવના ભાવતા ત્યાં જ કૈવલ્યજ્ઞાનની પ્રાપ્તિ કરી. 245