Book Title: Abhidhan Rajendra Kosh Part 01 Shabdarth Vivechan - Shabdona Shikhar
Author(s): Rajendrasuri, Vaibhavratnavijay
Publisher: Raj Rajendra Prakashan Trust
View full book text
________________ પ્રમાણે જ કરીને અજ્ઞાનમાં વધારો કરવાની આદત પડી ગઈ છે. પ્રતિક્રમણમાં પણ આના જીવંત ઉદાહરણો ઘણી વખત જોવા મળતા હોય છે. આગળવાળો જેવી ક્રિયા કરે તે પ્રમાણે જ પાછળવાળો કરશે. આગળવાળો સાચું કરે છે કે ખોટું તે જાણવાની તેને જરાપણ દરકાર હોતી નથી. સવ - મનવતા (ત્રિ.). (અનંત, છેડા વગરનું) . એક નાનકડું પણ અસત્ય જેનો દૂર દૂર સુધી છેડો પણ ન દેખાય તેવા અનંતા ભવો વધારી મૂકે છે. શાસ્ત્રોમાં લક્ષ્મણા સાધ્વીનું દૃષ્ટાંત આવે છે કે, એક ચકલા-ચકલીનું મૈથુન જોઇને તેમને મનમાં વિકાર થયો પરંતુ, જયારે કેવલજ્ઞાની પરમાત્મા આગળ પ્રાયશ્ચિત લીધું ત્યારે તેમણે છૂપાવ્યું કે મને મનમાં વિકાર થયો હતો. તેમણે એવું કહ્યું કે, કોઈને આવું જોઇને વિકાર થાય તો શું પ્રાયશ્ચિત્ત આવે? કેવળી ભગવંત જાણતા હોવા છતાં કાંઈ ન બોલ્યા. પરંતુ એક નાનકડા જૂઠના કારણે લક્ષ્મણા સાધ્વીના અનંતા ભવો વધી ગયા. *અનર્વજ (ત્રિ.) (અનંત, પ્રમાણરહિત, અપરિમિત) અનંતા ભૂત-ભવિષ્ય અને વર્તમાનકાળને જાણનારા કેવળી ભગવંતની દૃષ્ટિએ પણ જેનો દૂર દૂર સુધી અંત ન જણાય તેને અનંત કહેવાય છે. અત્યાર સુધી આપણો મોક્ષ નથી થયો એ જ જણાવે છે કે, આપણી નિષ્ક્રિયતા અને ભાવશૂન્યતાના કારણે અનંતકાળથી આ સંસારચક્રમાં ભમી રહ્યા છીએ. અપાવન - મનસ્ય ( વ્ય.) (ન જોઈને, જોયા વિના) આ સંસાર છે જ્યાં સંયોગ ને વિયોગ કાયમ જોડાયેલા છે. આજે પ્રેમનો સાગર ઘૂઘવતો હોય કાલે ત્યાં નફરત અને તિરસ્કારની ખારાશ ભળેલી જોવા મળે છે. આજે સુખના વાયરા છે તો કાલે દુઃખના વંટોળ દેખાય છે. જેને એક દિવસ પણ જોયા વિના નહોતું ચાલતું, ભૂખ પણ નહોતી લાગતી ત્યાં જ તેના મરણ પછી બારમાના લાડવા ખવાય છે. ગUવથi (રેશ) (અનંત) શાસ્ત્રોમાં કહેવું છે કે, ‘રૂછgl/સક્ષમ મતિયા' અર્થાતુ ઇચ્છાઓ આકાશ સમાન અનંત છે. તેનો અંત કે છેડો ક્યારે પણ નથી આવતો. ઇચ્છાઓની જેમ જેમ પૂર્તિ કરો તેમ તેમ તેનો વિસ્તાર વધારે ને વધારે મોટો થતો જાય છે. માટે ઇચ્છાઓરૂપી ડાકણથી બચવા માટે મહોપકારી જ્ઞાની ભગવંતોએ સંતોષ ગુણનો આશ્રય કરવા કહેલું છે. अणवयमाण - अनपवदत् (त्रि.) (સત્યભાષા કહેતો 2. મૃષાવાદ નહીં કરતો) ઘણા લોકોને એવી આદત હોય છે કે, અન્ય રીતે બનેલા પ્રસંગ કે ઘટનામાં વધારે પડતો મરી-મસાલો ઉમેરીને જુદી રીતે જ લોકોને કહેવું. આને પાપસ્થાનકોમાં મૃષાવાદ તરીકે જણાવેલો છે. પરંતુ જે સરળ હૃદયી અને હળુકર્મી આત્મા હોય છે તે ક્યારેય પણ, અસત્યનું ઉચ્ચારણ કરતા નથી. ગમે તેવી પરિસ્થિતિમાં સત્ય જ બોલે છે. अणवरय - अनवरत (त्रि.) (નિરંતર, વિરામરહિત, સતત). વ્યક્તિ સુખસાહ્યબી ભોગવવાની ઇચ્છાથી ધન મેળવવા માટે દિવસ-રાત જોયા વિના સતત મહેનત કર્યા જ કરે છે. જ્ઞાની ભગવંત કહે છે કે, સાંસારિક સુખ મેળવવાની ઇચ્છાથી કરવામાં આવેલો પ્રયત્ન માત્રને માત્ર સંસાર વધારે છે. એટલો જ પ્રયત્ન સતત આત્મકલ્યાણ કરવાની ભાવનાથી કરાય તો એટલા સંસારનો હ્રાસ થાય છે. સાવવાફર - અપવાવિત્વ (1) (અન્યની નિંદા ન કરવી તે, સત્ય બોલવું તે).