Book Title: Abhidhan Rajendra Kosh Part 01 Shabdarth Vivechan - Shabdona Shikhar
Author(s): Rajendrasuri, Vaibhavratnavijay
Publisher: Raj Rajendra Prakashan Trust
View full book text
________________ अणहिगयपुण्णपाव - अनधिगतपुण्यपाप (त्रि.) (સૂત્ર અને અર્થ કહ્યા છતાં પુણ્ય પાપને ન જાણનાર સાધુ) - સાધુજીવનમાં સૂત્રાર્થનો બોધ થયા પછી સત્યમાર્ગ તરફ ગતિ થવી જરૂરી બને છે. અને જે ગતિ થાય તો જ સૂત્રાર્થનો થયેલો બોધ સફળ થાય છે. ભારેકર્મી જીવોને સૂત્ર અને અર્થનો બોધ થવા છતાંય તેઓને સત્ય માર્ગ તરફની ચાહના કે ગતિ થતી નથી. अणहिज्जमाण - अनधीयमान (त्रि.) (નહીં ભણતો) શાસ્ત્રોના અધ્યયન દ્વારા પહેલા ક્યારેય નહીં જણાયેલા કે ન અનુભવેલા એવા અનેક પદાર્થોની જાણકારી પ્રાપ્ત થાય છે તથા હેયશેય-ઉપાદેયનો બોધ, યોગ્ય-અયોગ્યનો વિવેક પણ તેનાથી આવે છે. તેથી જ જે ભણતો નથી તેને મૂર્ખ કહેવામાં આવે છે. अणहिणिविट्ठ- अनभिनिविष्ट (त्रि.) (કુમતના આગ્રહથી રહિત, મિથ્યાત્વના આગ્રહથી રહિત) અભિનિવેશ એટલે કદાગ્રહ. કદાગ્રહી જીવ ક્યારેય પોતે સાચી માનેલી વાતોને છોડી શકતો નથી. તેથી જ તેને તત્ત્વનો બોધ થતો નથી અને સમ્યક્તની પ્રાપ્તિ પણ કરી શકતો નથી. જે જીવો કુમતના આગ્રહથી રહિત છે તેઓ સત્ય માર્ગને શીધ્ર પામી જાય છે. સહિયાસ - મધદ (). (અસહિષ્ણુ, સહનશીલ નહીં તે) સ્ત્રી અને પુરુષ એ ગૃહસ્થાશ્રમ રૂપી રથના બે પૈડાં સમાન છે. બન્નેમાં જો સમરસતા હોય તો જીવનમાર્ગ સુખમય વીતે છે કિંતુ, જો પતિ-પત્નીમાં પરસ્પર સહનશીલતાનો ગુણ ન હોય તો અનેક પ્રકારના લેશોના કારણે ભારરૂપ બનેલો ગૃહસ્થાશ્રમ રૂપી રથ ભાંગી જતાં વાર લાગતી નથી. अणहिलपा (वा) डगणयर - अनहिलपाटकनगर (न.) (પાટણ, અણહિલપુરપાટણ) સરસ્વતી નદીના કિનારે પાટણ નામનું નગર સુપ્રસિદ્ધ છે. જે પ્રાચીન સમયમાં ગુજરાતની રાજધાની હતી. આ શહેરની સ્થાપના નવમી શતાબ્દીમાં વનરાજ ચાવડા દ્વારા કરવામાં આવી. અભયદેવસૂરિ, કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય આદિ મહાપુરુષોએ આ શહેરમાં અનેક ગ્રંથોની રચના કરી. અદ્ભુત વસ્ત્રકલા માટે પ્રાચીનકાળથી પાટણના પટોળા જગપ્રસિદ્ધ છે. ત્રણ - મનથી (.) (પાલિતાણા નગરના કપર્દી નામના મુખીની સ્ત્રી) અળદ - ૩નથતિ (ત્તિ.) (અભ્યાસ ન કરેલું, અભણ) પોપટ રામરામ બોલી જાણે પણ તેનો અર્થ નથી જાણતો તેમ અભ્યાસ કરવો એટલે ગોખવું કે માત્ર વાંચી જવું એ અર્થ પર્યાપ્ત નથી પરંતુ, અભ્યાસ એટલે કોઈપણ પદાર્થને ચિંતન-મનનપૂર્વક આત્મસાત્ કરવો તે. અર્થાત, અનુભવમાં ઉતારવો તે જ અભ્યાસ સાર્થક છે. अणहीयपरमत्थ - अनधीतपरमार्थ (पं.) (અગીતાર્થ, શાસ્ત્રોને નહીં જાણનાર) ગુરુનિશ્રામાં વાચના પ્રચ્છના પરાવર્તના આદિ દ્વારા જેમણે આગમોનો અભ્યાસ નથી કર્યો, રહસ્યોને નથી જાણ્યા કે પરમાર્થનો બોધ થયો નથી તેને અગીતાર્થ કહેવાય છે. આ સંદર્ભે ભગવતીસૂત્રમાં કહ્યું છે કે, તે મurણીયારમણે જોયHT !jના મવે મારું - અનાદિ (ત્રિ.) (અનાદિ, જેની શરૂઆત નથી તે, પ્રારંભરહિત, 2. સંસાર) જેનો ક્યારેય પ્રારંભ થયો ન હોય તેને અનાદિ કહેવાય છે તેમ જેનો ક્યારેય અન્ન ન થનારો હોય તે અનન્ત કહેવાય છે. જે આદિ 25