Book Title: Abhidhan Rajendra Kosh Part 01 Shabdarth Vivechan - Shabdona Shikhar
Author(s): Rajendrasuri, Vaibhavratnavijay
Publisher: Raj Rajendra Prakashan Trust
View full book text
________________ તેનો અનુભવ કરી શકતા નથી. અહં - મન (ત્રિ.) (પાપ રહિત, નિર્દોષ, ક્ષતિ વગરનું, પવિત્ર 2. નિરવદ્ય અનુષ્ઠાન કરનાર) ભગવતીસૂત્ર, આચારાંગ, આવશ્યક સૂત્ર આદિ આગમોમાં ધમનુષ્ઠાન કેવું હોવું જોઈએ તે જણાવતાં પૂર્વાચાર્ય મહર્ષિઓએ ફરમાવ્યું છે કે, અનુષ્ઠાન અખંડ અને ભૌતિક પદાર્થોની લાલસા વગેરે કોઈપણ પ્રકારના દોષોથી રહિત હોવું જોઈએ. કારણ કે, ક્ષતિરહિત શુદ્ધ અનુષ્ઠાન જે સિદ્ધિસ્વરૂપ ઈચ્છિતફળની પ્રાપ્તિ કરાવનાર બને છે. ૩૬MUવે () (નાશરહિત, નિત્ય). જ્ઞાની મહર્ષિઓએ શરીર, ધન, વૈભવ, સ્વજન, સંબંધો વગેરેને અનિત્ય અને નિયમો નાશવંત કહેલા છે. આત્મા, પરમાત્મા અને મોક્ષ એ બધા શાશ્વત છે. નિત્ય છે. માટે સમજણ સાથે વિવેક કરીને જીવનમાં શાશ્વતને પામવા પ્રવૃત્તિ કરવી જોઇએ. નિત્ય સુખ માટે જ્ઞાનીઓએ નાશવંત પદાર્થો પ્રત્યે નહીં પણ સદાકાળ સુખ આપનાર સિદ્ધત્વને મેળવવા માટે ભારપૂર્વક જણાવ્યું છે. સર્વિીય - મનવીન (કું.) (વિનષ્ટ ન થયેલું બીજ) જે વૃક્ષનું મૂળ નષ્ટ નથી થયું તેને ઉપરથી ગમે તેટલું કાપવામાં કે છેદવામાં આવે છતાં પણ તે પુનઃ નવપલ્લવિત થઇ જ જાય છે. તેને નષ્ટ કરવું હોય તો મૂળમાંથી જ ઉખાડવું પડે. તેમ સંસારનું બીજ છે કષાય. તે જ્યાં સુધી સમૂળગા નષ્ટ નથી થયા ત્યાં સુધી સંસાર પરિભ્રમણ ચાલ્યા જ કરવાનું છે. આથી જ્ઞાની ભગવંતોએ કહ્યું છે કે, સંસારના બીજ સ્વરૂપ કષાયોનો નાશ કરવો જોઇએ. अणहसमग्ग - अनघसमग्र (त्रि.) (ચોરાદિ દ્વારા જેનું ધન લૂંટાયુ નથી તે, સુરક્ષિત દ્રવ્ય તથા પરિવારવાળો 2. દૂષણરહિત 3. અન્યૂન પરિવારવાળું) ચોર લુટારાઓથી ધન પરિવારની સુરક્ષા માટે આપણે ચોકીદાર રાખીએ છીએ. લૂંટના ભયથી રાત્રે સુખેથી ઊંઘી પણ નથી શકતા. જો નાશવંત ધનાદિની માટે આવી પરિસ્થિતિ હોય તો પરમાત્મા કહે છે કે, વિષય-કષાય-મોહ-માયા આ બધા લૂંટારાઓ આત્માના સમ્યજ્ઞાનાદિ ધનને સતત લૂંટી રહ્યા છે તેના માટે ખરેખર આત્મજાગૃતિનું સતત રખોપું કરવાની જરૂરત છે. ગUTદારો(શtS.) (ખળું, ઘઉં વગેરે પાકને જે જમીન પર સાફ કરી ગ્રહણ કરવામાં આવે છે તે સ્થાન) ખેતરમાંથી પાકેલા ધાન્યને ભેગું કરીને જ્યાં તેના ધાચકણો અને ફોતરાદિને છૂટા કરવામાં આવે તે જગ્યાને ખળું કહેવાય છે. જેમ ફોતરાં, ડુંડા આદિ નકામી વસ્તુઓને અલગ કરી સારભૂત પાચકણોને ખેડૂત ગ્રહણ કરી લે છે તેમ ડાહ્યા માણસે પોતાના જીવનવ્યવહારમાંથી વિષાદ, ક્રોધ, અણગમો આદિ દુર્ગુણોને કાઢી. ક્ષમા, તિતિક્ષાદિ સારરૂપ ગુણોને ગ્રહણ કરી પ્રસન્ન જીવન જીવવાની કળા હસ્તગત કરી લેવી જોઈએ. अणहिक्खट्ठ- अनधिखादनार्थ (पुं.) (સારો દેખાવ 2. સારો ઉદ્દેશ) સારા હોવું તથા સારા દેખાવું તે બન્નેમાં ઘણો તફાવત છે. અત્યારે લોકોમાં સારા હોવા કરતાં વધારે સારા દેખાવાનો ક્રેઝ છે. સારો દેખાવ પહેલી નજરે વ્યક્તિને આકર્ષિત કરે છે. પરંતુ બીજાને સારા હોવાનો અનુભવ તો સારા હોવાથી જ થવાનો છે. अणहिगय - अनधिगत (त्रि.) (અગીતાર્થ, શાસ્ત્રોનું જ્ઞાન ન હોય તે 2. નહીં જાણેલું, વિશેષે ન જાણેલું) અગીતાર્થ એટલે જેને શાસ્ત્રોનું જ્ઞાન ન હોય તે, આગમોને ઉપર-ઉપર ભણવાથી કે પોપટની જેમ રટણ કરવા માત્રથી જ્ઞાની બનાતું નથી. કિંતુ તેના સાંગોપાંગ અધ્યયનપૂર્વક રહસ્યોને પ્રાપ્ત કર્યા હોય તેને ગીતાર્થ કહે છે. આવા પ્રકારનું જ્ઞાન ન ધરાવનાર સાધુને અગીતાર્થ કહેવાય છે. જે અગીતાર્થ છે તે જગતના સર્વપદાર્થોને વિશેષપણે જાણતો નથી. 252