Book Title: Abhidhan Rajendra Kosh Part 01 Shabdarth Vivechan - Shabdona Shikhar
Author(s): Rajendrasuri, Vaibhavratnavijay
Publisher: Raj Rajendra Prakashan Trust
View full book text
________________ વાચકમુખ્ય ભગવાન ઉમાસ્વાતિ મહારાજે પ્રશમરતિ પ્રકરણમાં કહેલું છે કે, બીજાનો પરભાવ અને પોતાના વખાણ કરવારૂપ નિંદાથી સંકડો ભવોમાં ભ્રમણ કરાવનાર અને દુઃખેથી છૂટનાર એવા નીચગોત્ર કર્મનું બંધન થાય છે. માટે નીચગોત્રના દુ:ખને ન ઈચ્છનાર પુરુષે પરનિંદા કે આત્મશ્લાઘા કરવી જોઈએ નહિ. અપવાથ - મનપાથે (a.) (નિર્દોષ, ક્ષતિરહિત) ષોડશક પ્રકરણમાં કહેવામાં આવેલું છે કે, આગમવચન અનુસારની પરિણતિ એ ભવરોગને નાશ કરનાર નિર્દોષ અને શ્રેષ્ઠ ઔષધ છે. અર્થાત જેમ આડ અસરરહિત દવાથી રોગોનો નાશ થાય છે તેમ શુભપરિણતિથી ભવરોગનો નાશ થાય છે. अणविक्खिया - अनपेक्षता (स्त्री.) (શિક્ષણરહિત) શિક્ષણ તે છે કે, જે બાળકમાં વિવેક, સંસ્કાર અને સભ્યતાનો વધારો કરે. માત્ર માહિતી વધારનાર અને લોકોને કહેવા માટે પ્રાપ્ત કરવામાં આવેલું શિક્ષણ તે વસ્તુતઃ શિક્ષણ નહીં પરંતુ, કુસંસ્કારોનો ભાર વધારનાર શિક્ષણ છે. આવા ભણેલા પણ ગણેલા નહીં હકીકતમાં તો શિક્ષણરહિત જ છે. अणवेक्खमाण - अनपेक्षमाण (त्रि.) (શરીરની અપેક્ષા ન કરતો) જેણે સંસારના યથાવસ્થિત સ્વરૂપને જાણ્યું છે એવા મુનિ ભગવંતો નાશવંત એવા પુદ્ગલોની ક્યારેય પણ અપેક્ષા રાખતા નથી. થાવતુ પોતાના શરીર પ્રત્યે પણ તેઓ નિરપેક્ષ ભાવને ધારણ કરે છે. અર્થાત તેઓ પોતાના દેહ પ્રત્યેના મમત્વનો પણ ત્યાગ કરે અવે (a) વલ્લા -- અપેક્ષા (સ્ત્રી) (સ્વનું કે અન્યનું વિશેષ ન કરનાર) પદાર્થો બે પ્રકારના છે સાપેક્ષ અને નિરપેક્ષ, જે વસ્તુ પોતાની વિશિષ્ટતા દર્શાવવા માટે અન્ય બીજી સહાયક વસ્તુની અપેક્ષા રાખે તેને સાપેક્ષ કહેવાય છે. વ્યવહારસુત્રના ત્રીજા ઉદેશામાં કહેવું છે કે, જે પદાર્થ સ્વની કે પરની અપેક્ષા વગર સામાન્યપણે બોધ કરાવે તેને નિરપેક્ષ કહેવાય છે. AUTHળ - અનશન (.) (સંપૂર્ણ આહારનું પચ્ચખાણ, આહારના ત્યાગરૂપ બાહ્યતા વિશેષ, ઉપવાસ) અનશન એટલે ઉપવાસ, પ્રવચન સારોદ્ધારાદિ ગ્રંથોમાં આહારના ત્યાગરૂપ અનશન બે પ્રકારે કહેલા છે. 1. ઇવરકથિક અને 2. યાવત્રુથિક. જેમાં થોડાક સમય પૂરતો આહારનો ત્યાગ કરવામાં આવે તે ઇવરકથિક અનશન છે. જે એક ઉપવાસથી લઇને થાવતુ છ માસ સુધીનું હોઇ શકે છે. તથા જ્યાં સુધી શરીરમાંથી પ્રાણ ન નીકળે ત્યાં સુધી કરવામાં આવતા આહાર ત્યાગને યાવસ્કથિક અનશન કહે છે. વર્તમાનકાળમાં યાવત્રુથિક અનશનનો નિષેધ છે. માત્ર ઇત્વરકથિક જ પ્રવર્તમાન છે. અorfમય - મનશિત (ત્રિ.) (ઉપવાસી, ઉપોષિત) આહારનો ત્યાગ જીવને સ્વની ખોજમાં પ્રેરક બને છે. ઉપવાસ દ્વારા આપણી જો સ્વાત્મ તરફ ગતિ થાય તો જ આપણું ઉપવાસીપણું સાર્થક બને છે. ગતાનુગતિક કે લોકમાં દેખાડો કરવાની ભાવનાથી કરાયેલો ભોજનનો બાહ્ય ત્યાગ કદાપિ નહિ. મUTલૂઝ (વે) (નજીકના સમયમાં જ જેને પ્રસવ થનાર છે તે) દરેક માતાને પોતાના પુત્ર ઉપર અપાર પ્રેમ હોય છે. પરંતુ જે સ્ત્રી નવપ્રસૂતા હોય તેને પોતાના સંતાન ઉપરનું વાત્સલ્ય અપ્રતિમ હોય છે. તે પ્રેમમાં ભીંજાવાની અને તેને અનુભવવાની ક્ષમતા તે બાળકમાં નથી હોતી કારણ કે, ત્યાં તેનું અજ્ઞાન હોય છે. બસ અનંત કરૂણાના સ્વામી જિનેશ્વર પરમાત્માનું વાત્સલ્ય આપણા પર એવું જ છે પરંતુ, આપણે અજ્ઞાનવશ અને સ્વાર્થોધતાના કારણે 251