Book Title: Abhidhan Rajendra Kosh Part 01 Shabdarth Vivechan - Shabdona Shikhar
Author(s): Rajendrasuri, Vaibhavratnavijay
Publisher: Raj Rajendra Prakashan Trust
View full book text
________________ अणलंकियविभूसिय - अनलङ्कतविभूषित (त्रि.) (મુકુટ આદિ અલંકારો કે વસ્ત્રોની વિભૂષારહિત 2. મુકુટ આદિ અલંકારો કે સુંદર વસ્ત્રોથી નહીં શોભતો) અંલકારો કે વસ્ત્રો શરીરની શોભા વધારી શકે છે પરંતુ, આત્માની નહિ. આત્માની શોભા ઉદારતા, ક્ષમા વગેરે ગુણો જ વધારી શકે છે. વ્યક્તિ પોતાની સુંદરતા કે વસ્ત્રોની સજાવટથી નથી ઓળખાતો, પરંતુ તેનામાં રહેલી ખાસિયતો અને સત્કાર્યોથી ઓળખાય છે. આજનો સમય સુંદરતાનો નહીં કિંતુ, અંદરમાં રહેલી ટેલેન્ટનો છે. અનિrt - મનન્તરિ (કું.) (ચંડપ્રદ્યોત રાજાનું હસ્તિરત્ન) માનસ - મનિસ (ત્રિ.). (ઉત્સાહી, આળસરહિત, પરિશ્રમી) ઘરનો મોભી વ્યક્તિ, જંગલનો રાજા સિંહ, દેશનો માલિક રાજા. આ બધા નિરુત્સાહી અને આળસી થઇ જાય તો શું થાય ખબર છે ? તેના આશ્રિત લોકોને ભૂખમરો અને ઘણા બધા દુઃખોનો સામનો કરવો પડે. અર્થાતુ કોઈના કર્મની સજા બીજા કોઈને મળે. બસ આવું જ કંઈક મન અને આત્મા વચ્ચેનું છે. સંયમીનું મન નિરુત્સાહી અને ઉદ્યમરહિત બને અને શરીર કે મન દોષોનું સેવન કરે તો પરભવમાં તેનું પરિણામ આત્માએ ભોગવવું જ પડે. પણ જેઓ પોતાના આત્મિક યોગો તરફ જાગ્રત અને સદૈવ ઉદ્યમવંત છે તેઓને ક્યારેય પણ કર્મોના દુષ્પરિણામના ભોગ બનવું પડતું નથી. अणलाणिलतणवणस्सइगणणिस्सिय - अनलानिलतृणवनस्पतिगणनि:श्रित (त्रि.) (અગ્નિ, વાયુ, વનસ્પતિના ઉપજીવક ત્રસજીવ) જડ અને જીવોના સંબંધોનો મેળો તેનું નામ સંસાર, આ જગતમાં દરેક જીવને એક બીજાની આવશ્યકતા પડતી જ હોય છે. વનસ્પતિ જળ વિના વધી શકતી નથી. જળ હવા વિના સ્વચ્છ રહી શકતું નથી અને અગ્નિ વાયુ વિના જીવિત રહી શકતો નથી. જયારે જેની પાસે વિવેક અને જ્ઞાન છે એવા ત્રસ જીવોને પણ અગ્નિ- વાયુ- જળ અને વનસ્પતિને આશ્રિત રહેવું પડે છે. તેના વિના તે જીંદગી જીવી શકતા નથી. આજના યુગમાં પણ હવા-પાણી ને ખોરાક એ મનુષ્યની આવશ્યક સામગ્રી છે. ક્ષત્રિય - મનત્ની (જ.). (સત્ય). આજના સમયમાં લોકો કહે છે કે, સત્યને પુરવાર કરવા માટે આગ્રહ અને આંદોલનો કરો. પરંતુ આ યોગ્ય માર્ગ નથી, જે વાત સત્ય હોય તેના માટે કોઇ દિવસ આગ્રહ હોઇ શકે જ નહિ. અને જેનો આગ્રહ થાય તે સત્ય રહેતું જ નથી. કેમ કે સત્ય જ તેનું નામ છે જેમાં તમે માનો કે ન માનો તેનામાં કોઇ ફરક પડવાનો જ નથી. સત્ય તો સત્ય જ રહે છે. તેનો આગ્રહ કરવો એ જ અસત્ય છે. ન (રેશી-ત્રિ.). (આશ્રય કરવા અયોગ્ય). તંદુવૈતાલિક શાસ્ત્રમાં કહેલું છે કે, પ્રાય: સ્ત્રીઓ કપટ સ્વભાવી અને સમય આવ્યે તુરંત પ્રાણોને હરનારી હોવાથી વિષલતા જેવી છે. આથી તેમનો સંગ કે વિશ્વાસ કરવો જોઇએ નહિ. તે સર્વથા આશ્રય કરવાને અયોગ્ય છે. અપાવ - ત્રાવ (પુ.) (દિવસનું છવીસમું લોકોત્તર મુહૂર્ત अणवकंखमाण - अनवकाक्षत् (त्रि.) (ન ઈચ્છતો થકો, ભોગની ઈચ્છા નહીં રાખતો) દસ પ્રકારના શ્રમણ ધર્મથી પોતાના દોષોને જેણે જીત્યા છે તેવો શ્રમણ પદાર્થો પર મમત્વરહિત, ભોગોની ઇચ્છા નહીં રાખતો અપ્રતિબદ્ધપણે પૃથ્વી પર વિચરણ દ્વારા કેટલાય જીવોનું કલ્યાણ કરતો સ્વાત્મકલ્યાણને સાધે છે. अणवकंखवत्तिया - अनवकाक्षप्रत्यया (स्त्री.) (પોતાની કે અન્યની જીંદગીની અપેક્ષા રાખ્યા વગર સાહસથી થતી પાપક્રિયા, સ્વ-પરના આલોક કે પરલોકના હિતની ચિંતા 246 મ