Book Title: Abhidhan Rajendra Kosh Part 01 Shabdarth Vivechan - Shabdona Shikhar
Author(s): Rajendrasuri, Vaibhavratnavijay
Publisher: Raj Rajendra Prakashan Trust
View full book text
________________ ત્યાં ગોચરી લેવા ગયો ત્યારે તેના પૂછવાથી મેં કહ્યું કે, પેલાએ મને અમુક ગોચરી વહોરાવી તે વચનથી અતિચાર લાગ્યો હતો અને એકવાર જંગલમાં વૃક્ષ નીચે સુતો હતો ત્યારે ત્યાં અચાનક રાત્રે આવેલા સાર્થની રસોઈ બનાવવાના ચુલાની ગરમીથી બચવા માટે પંજયા વગરની જમીન પર માથું રાખ્યું હતું, આના સિવાય કોઈ પાપનું સેવન નથી કર્યું. ધન્ય હોજો એ મુનિવર્યને જેણે પોતાના ચારિત્રજીવનને નિરતિચાર બનાવ્યું હતું. અતિવાફ () - અતિપતિ (પુ.) (અહિંસક) સૂત્રકૃતાંગગત દ્વિતીય શ્રુતસ્કંધના પ્રથમ અધ્યયનમાં કહેલું છે કે, જીવોની હિંસા કરવી, તેઓને પીડા ઉપજાવવી, મર્દન કરવું ઇત્યાદિ દુષ્કર્મો જીવને દુર્ગતિમાં લઈ જનાર હોવાથી અતિપાતિ છે. જેણે એવા પાપનો પ્રતિષેધ અર્થાત, ત્યાગ કર્યો છે તે અહિંસક પુરુષ અનતિપાતિ છે. જૈન શ્રાવક નિરપરાધી અને નિષ્કારણ જીવોની હિંસા નથી કરતો. માટે તે અહિંસક છે. પરંતુ તે ડરપોક છે એમ રખેને માનતા. કારણ કે ઇતિહાસમાં કુમારપાળ, વસ્તુપાળ, તેજપાળ, ઉદયન મંત્રી વગેરે તેના જીવંત ઉદાહરણો છે. अणतिविलंबियत्त - अनतिविलम्बितत्व (न.) (અતિવિલંબ રહિત બોલવું તે, વચનના 35 અતિશયોમાંનો એક) તીર્થકર ભગવંતના ચોત્રીસ અતિશયમાંનો એક અતિશય છે વચનાતિશય. પરમાત્મા જ્યારે દેશના આપતા હોય છે ત્યારે તેમની વાણીનો પ્રવાહ અખંતિલપણે વહેતો હોય છે. તેઓ કલાકોના કલાકો સુધી દેશના આપે તો પણ તેમના વચન પ્રવાહમાં ક્યાંય મંદતા આવતી નથી. જેમ પરમાત્માનો આ અતિશય હોય છે તેવી રીતે શાસનની ધુરાને સંભાળનારા આચાર્યોનો પણ આ વચનાતિશય હોય છે. તેઓ જ્યારે પ્રવચન આપતા હોય ત્યારે નદીના પ્રવાહની જેમ તેમનો વાપ્રવાહ અખ્ખલિતપણે ચાલતો હોય છે અને ભવ્યશ્રોતાઓ તેમની પ્રવચનરૂપી શ્રુતગંગામાં બધું જ ભાન ભૂલીને વહેવા લાગે છે. - પાર્લે (પું, સ્ત્રી.) (2ઋણથી પીડિત, ઋણી, રાજાદિનો કરજદાર) સ્થાનાંગસૂત્રના ત્રીજા સ્થાનના ચોથા ઉદ્દેશામાં કહેવું છે કે, જેણે રાજા વગેરે પાસેથી સુવર્ણ, ધાન્યાદિનું ઋણ લીધું હોય, જેના માથે દેવુ હોય, તેવા પુરુષ કે સ્ત્રીને દીક્ષા આપવી નહિ. કારણ કે તેવો ઋણી આત્મા પોતાના ઋણથી બચવા માટે સાધુ બને અને જે જૈનધર્મને પામેલા નથી તેવા લેણદારો આવીને સાધુ, સમુદાય અને શાસનને બદનામ કરવાના પ્રયત્નો કરે. અર્થાતુ એકનું કરેલું કર્મ આખા શાસનને ભોગવવાનું આવે. માટે શાસનની હીલના થતી બચાવવા માટે દેવાથી પીડિતને દીક્ષા આપવાનો નિષેધ છે. *મનાર (કિ.) (અગૃહીત, અસ્વીકૃત) શાસ્ત્રોએ સંસારને પાપબહુલ કહેલો છે. જે આત્મા ભાવથી ચારિત્રનું પાલન કરે છે. જે મનુષ્ય કોઇપણ પ્રકારના દોષોનું સેવન નથી કરતો અને સંપૂર્ણપણે શ્રમણ જેવું જીવન જીવે છે. ગૃહાવસ્થામાં યાવત્ કેવલજ્ઞાન પ્રાપ્ત કરેલું હોય પણ અગૃહીત સાધુવેશવાળા હોય ત્યાં સુધી દેવો પણ તેમને વંદન કરતા નથી. જયારે તેઓ સર્વપ્રથમ મહાવ્રતોના સ્વીકાર સ્વરૂપ સાધુવેશને ધારણ કરે છે ત્યારે જ તેઓ વંદનીય બને છે. વિચાર કરો કે, સાધુવેશને કેટલો બધો ઉચ્ચ કક્ષાનો દરજ્જો લોકોત્તર શાસનમાં પ્રાપ્ત થયેલો છે. ૩પત્તિ (લેશ-ન.). (નિર્માલ્ય, દેવને ચડાવેલું દ્રવ્ય, દેવોચ્છિષ્ટ દ્રવ્ય) પરમાત્માના જિનાલયમાં દેવને ચઢાવવામાં આવતા સોના-ચાંદી-રૂપિયા આદિ દ્રવ્યને ભક્તો પોતાના ઉપયોગમાં લઇ શકતા નથી. કારણ કે, તેને નિર્માલ્ય તરીકે ગણવામાં આવેલું છે. અર્થાત જે વસ્તુ પરમાત્માને ચઢાવેલી હોય તે દેવદ્રવ્ય નામક ક્ષેત્રમાં જાય છે અને તેનો ઉપયોગ માત્રને માત્ર જિનેશ્વર સંબંધી ક્ષેત્રમાં જ થઇ શકે છે તે સિવાયના ક્ષેત્રમાં ઉપયોગ કરવાથી ઘોર પાપના ભાગીદાર બનવું પડે છે અને અનંતા ભવો સુધી તેનું પરિણામ ભોગવવું પડે છે. માટે સુખના ઇચ્છુક દરેક પુરુષે આવા દેવદ્રવ્યનો ઉપયોગ ટાળવો જોઇએ. 237