Book Title: Abhidhan Rajendra Kosh Part 01 Shabdarth Vivechan - Shabdona Shikhar
Author(s): Rajendrasuri, Vaibhavratnavijay
Publisher: Raj Rajendra Prakashan Trust
View full book text
________________ આવેલા છે. માખથ - મનર્થસ્થ (ત્રિ.) (આધ્યાત્મિક ગ્રંથની માફક જેને તેને આપવા યોગ્ય નહીં તે જ્ઞાન, બીજાને અર્પણ નહીં કરવા યોગ્ય જ્ઞાનાદિ) આચારાંગસૂત્રમાં કહેલું છે કે, જે આશ્રવના સ્થાનો છે તે જ કર્મનિર્જરાના સ્થાન બને છે અને જે કર્મનિર્જરાના સ્થાનો છે એ જ આશ્રવના સ્થાનો બને છે. અર્થાત્ જો જીવમાં યોગ્યતા ન હોય તો જે કર્મત્યાગના સાધનો હોય છે તે પણ તેના માટે કર્મબંધનું કારણ બને છે. આથી જ તો જિનશાસનમાં જે જીવમાં જ્ઞાનાદિને પચાવવાની યોગ્યતા ન હોય તેવા અયોગ્ય જીવોને જ્ઞાનદાન કરવાનો નિષેધ કરેલો છે. નન્યપ્રન્થ (નિ.) (બહુસૂત્રી, બહુ આગમ) ચૌદપૂર્વી ભગવાન ભદ્રબાહુસ્વામીએ ઓઘનિર્યુક્તિમાં કહેલું છે કે, આગમ ગ્રંથોમાં કેટલાક શાસ્ત્રો એવા છે કે, જેમાં સૂત્રોનું પ્રચુર માત્રામાં કથન કરવામાં આવેલું છે. આવા ગ્રંથોને બહુસૂત્રી ગ્રંથો કહેવાય છે. ઘણી વખત સૂત્રો ઘણા બધા હોય પરંતુ, તેનો અર્થ અલ્પ હોય છે. તો વળી એવું પણ હોય કે સૂત્રોની પ્રચુરતાની સાથે તેના અર્થો પણ વિસ્તૃત હોય છે. +ના+પ્રખ્ય (ત્રિ.) (અપરિગ્રહી, પરિગ્રહરહિત) સાહિત્ય શાસ્ત્રમાં ગ્રંથનો એક અર્થ કર્યો છે સુવર્ણાદિ ધન, એક આત્મા જે દિવસથી પ્રવ્રયા ગ્રહણ કરે છે તે દિવસથી તે અનાત્મગ્રંથિ કે નિગ્રંથ બની જાય છે. આત્મિક સાધના સિવાય કોઈ પણ સાંસારિક પરિગ્રહને કરતો નથી. વાવજીવન નિર્વાહ માટે ઉપયોગી એવા રૂપિયા, પૈસાને મૂકવા માટેનું ખિસું પણ તેઓ રાખતા નથી. તેઓ સર્વથા અકિંચન બની જાય છે. સT|Mવો - મન:ો (કું.) (ગાડું હાંકનાર 2. વિષ્ણુ) જેને બળદોના સ્વભાવ અને તેને ચલાવવાની આવડત હોય તે જ ગાડું હાંકી શકે છે. કેમ કે ગાડું હાંકનારને ખબર છે કે, કેવા પ્રકારે ગાડું ચલાવીશ તો બળદો સીધા ચાલશે અને ગત્તવ્ય સ્થાને પહોંચાડશે. તેવી રીતે જિનશાસનની ધુરાને સંભાળનારા આચાર્ય ભગવંતોને શિષ્યોને કેવી રીતે તૈયાર કરવા તેની આવડત હોય છે. તેઓ સારણા, વારણા, ચોયણા અને પડિચોયણા વડે શિષ્યોને ધર્મમાર્ગમાં રાખીને મોક્ષમાર્ગ તરફ આગળ ધપાવે છે. ૩fપ્રય - ગર્પત (2) (અવિશેષિત, વિશેષણથી વિશિષ્ટ ન કરેલું, સામાન્ય, અવિશિષ્ટ) જગતમાં જીવ મુક્ત અને સંસારી એમ બે પ્રકારના છે, સંસારીમાં પણ બે પ્રકાર છે ત્રસ અને સ્થાવર, ત્રસમાં પણ જે પંચેન્દ્રિય સ્વરૂપ છે, પંચેન્દ્રિયમાં મનુષ્યરૂપ છે આ રીતે કોઇપણ પદાર્થનો વિશેષ બોધ કરાવવો તે અર્પિત છે. અને જેનો સામાન્યથી જ બોધ કરાવવામાં આવ્યો હોય તેને અનર્પિત કહેવાય છે. अणप्पियणय - अनर्पितनय (पुं.) (સર્વ વસ્તુ સામાન્ય જ છે એમ માનનાર એક નય, વિશેષ નિરપેક્ષ સામાન્ય ગ્રાહી નય વિશેષ) વિશેષાવશ્ક ભાષ્ય અને આચારાંગ ચૂર્ણિમાં અનર્પિતનયનું કથન કરવામાં આવેલું છે. આ નય એવું માને છે કે, આ જગતમાં વિશેષણોથી વિશિષ્ટ કોઇ પદાર્થ જ નથી. અર્થાત તે દરેક પદાર્થને સામાન્યપણે માને છે. જેમ જીવના સંસારી-મુક્ત, ત્ર-સ્થાવર વગેરે ભેદો કર્યો તે ન માનતા બધા જ ભેદો જીવમાં સમાઇ જતા હોવાથી એકલા જીવ દ્રવ્યને જ માનવું જોઇએ. ૩મવન - પ|વતન (.) (ઘણો લેણદાર) શાસ્ત્રમાં કહેલું છે કે, જે લેણદાર હોય તેણે ક્યારેય પણ દેવાદાર પર જોર કરવું જોઈએ નહિ. અર્થાત દેવાદાર પૈસા પાછા આપવાની પરિસ્થિતિમાં ન હોય તો તેના પર રૂપિયા પાછા આપવા માટેનું દબાણ કદાપિ કરવું જોઈએ નહિ. ઉલટાનું એમ કહેવું જોઈએ કે