Book Title: Abhidhan Rajendra Kosh Part 01 Shabdarth Vivechan - Shabdona Shikhar
Author(s): Rajendrasuri, Vaibhavratnavijay
Publisher: Raj Rajendra Prakashan Trust
View full book text
________________ અicagor - અનન્તવાન (કું.) (કેવળજ્ઞાન) અનંત ભૂતકાળ અને અનંત ભવિષ્યકાળના સર્વે દ્રવ્ય-ગુણ અને પર્યાયનું સર્વગ્રાહી જ્ઞાન ધરાવનાર કેવળજ્ઞાન એ પાંચ જ્ઞાનોમાં સર્વોત્કૃષ્ટ છે. જે જીવે કૈવલ્ય જ્ઞાનની પ્રાપ્તિ કરી છે તેને પછી કોઈ જ જ્ઞાનની આવશ્યકતા રહેતી નથી અને તે ભવ્યાત્મા પુનઃ ક્યારેય સંસારમાં જન્મ લેતો નથી. ૩મતથિ - મનન્તવીર્ય (ઈ.) (ભરતક્ષેત્રમાં આવતી ચોવીસીમાં થનારા તેવીસમા તીર્થંકર 2. એક ઋષિ, કાર્તવીર્યના પિતા) જેમણે પોતાના પરશુ નામક શસ્ત્ર વડે એકવીસ વખત આખી પૃથ્વી ક્ષત્રિય રહિત કરી હતી તેવા પરશુરામના પિતા જમદગ્નિની પત્ની રેણુકાની બહેનના પતિનું નામ કાર્તવીર્ય અને તેમના પિતાનું નામ અનંતવીર્ય હતું એમ આવશ્યકચૂર્ણિમાં જણાવેલું છે. अणंतसंसारिय - अनन्तसंसारिक (पुं.) (અનંતકાળ પર્યન્ત સંસારમાં ભવભ્રમણ કરનાર, અપરિમિત સંસારી) અભવ્ય જીવ પરમાત્માના સમવસરણમાં દેવોની ઋદ્ધિ જોઇને પ્રવજયા લેવા તૈયાર થાય છે અને તે આખું શ્રમણજીવન એક પણ દોષ લગાડ્યા વિના નિષ્કલંકપણે પાળીને નવરૈવેયકના સુખોની સમૃદ્ધિ પ્રાપ્ત કરે છે. પણ સબૂર ! તેનું જીવદળ જ અભવ્યનું હોવાથી તે ક્યારેય પણ શાશ્વત સુખના અંશને માણી શકવાનો નથી. તે અપરિમિત સંસારી હોવાથી સંસારચક્રમાંથી ક્યારેય પણ બહાર નીકળી શકતો નથી. તેનો સંસાર ક્યારેય પરિમિત થતો નથી. अणंतसमयसिद्ध - अनन्तसमयसिद्ध (पु.) (જને સિદ્ધ થયે અનંત સમય થયા હોય તે, અનંત સમય પછી એક એક સિદ્ધ થાય તે) નવકારમંત્રમાં જે પંચ પરમેષ્ઠીને નમસ્કાર કરવામાં આવ્યા છે તેમાં એક પદને નમસ્કાર કરવાથી ભૂતકાળમાં થયેલા ભવિષ્યમાં થનારા અને વર્તમાનમાં રહેલા સર્વે પરમેષ્ઠીને નમસ્કાર થઈ જાય છે. જેમ કે “નમો સિદ્ધા' પદથી પૂર્વના અનંતાકાલે સિદ્ધ થયેલા સિદ્ધો. ભવિષ્યમાં થનારા અને વર્તમાનમાં થતા સર્વે સિદ્ધ ભગવંતોને નમસ્કાર થાય છે એમ પાંચેય પદોમાં જાણવું. अणंतसेण - अनन्तसेन (पुं.) (અવસર્પિણીના ત્રીજા આરામાં થયેલ ચોથા કુલકર 2. નાગ ગૃહપતિ અને સુલસા સ્ત્રીનો પુત્ર) મviતરી - 3 નગ્નશમ્ ( વ્ય.) (અનંત વાર 2. નિરવધિક કાળ) કવિ શિરોમણી સિદ્ધસેન દિવાકર મહારાજે કહ્યું છે કે, હે પરમાત્મ! આ જીવે પૂર્વના અનંતા ભવોમાં અનંતીવાર જિનશાસન પ્રાપ્ત કર્યું, અનંતીવાર ચારિત્ર લીધું. છતાં પણ તેનો આ સંસારથી છૂટકારો ન થયો. તેની પાછળ એકમાત્ર કારણ છે ભાવનો અભાવ. જેટલી પણ વખત ચારિત્રનું પાલન કર્યું તે બધી માત્ર બાહ્ય ક્રિયાઓ જ હતી. હૃદયના ભાવો તો હતા જ નહિ. સમજી રાખજો કે, જો હજુ પણ એમ જ થયા કરશે તો અનંતા ભવોમાં પાછો એક ભવનો વધારો થશે. अणंतहियकामुय - अनन्तहितकामुक (त्रि.) (મોક્ષાભિલાષી, મુમુક્ષુ, મોક્ષની ઇચ્છાવાળો). મુમુક્ષુ એ સંસ્કૃત શબ્દ છે તેનો અર્થ થાય છે કે, જે જીવ સંસારના તુચ્છ સુખો, પદાર્થો પ્રત્યેના રાગ-દ્વેષ, સ્વજનોના ભાવુક બંધનો અને યાવતુ પોતાના શરીર પરની મમતાને ત્યાગનારો અને મોક્ષ પ્રત્યે ઉન્મુખ થયેલો હોય તે મુમુક્ષુ છે. આવો જીવ તો મોક્ષના શાશ્વત અને અક્ષય સુખ પ્રત્યે કામુક ઇચ્છાવાળો) હોય છે. મviતાપદંત - અનન્તાન્ત (ત્રિ.) (અનંતને અનંતગુણા કરવાથી જે સંખ્યા આવે તે). જેનો કોઈ છેડો કે અંત ન હોય તેને અનંત કહેવાય અને તે અનંતને અનંત સાથે ગુણવાથી જે સંખ્યા આવે તે અનંતાનંત કહેવાય છે. આવા અનંતાનંત કાળથી આપણે બધા ચાર ગતિના વિષચક્રમાં ફસાયેલા છીએ. તેથી જ આપણો નિસ્તાર હજુ નથી થયો. - 124