Book Title: Abhidhan Rajendra Kosh Part 01 Shabdarth Vivechan - Shabdona Shikhar
Author(s): Rajendrasuri, Vaibhavratnavijay
Publisher: Raj Rajendra Prakashan Trust
View full book text
________________ કહેવાય છે. अणंतरपरंपरअणुववण्णग- अनन्तरपरम्परानुपपत्रक (पुं.) (અનંતર-અંતરરહિત અને પરંપરાએ બીજા, ત્રીજા સમયમાં ઉત્પત્તિ નથી જેની તે; વિગ્રહગતિક જીવ) अणंतरपरंपरखेदाणुववण्णग - अनन्तरपरम्परखेदानुपपन्नक (पु.) (સુરતમાં કે પરંપરાએ ખેદપૂર્વક નથી ઉત્પત્તિ જેની એવો જીવ, વિગ્રહગતિવાળો જીવ) જેમ મરણ સમયે જીવને તીવ્ર વેદના હોય છે તેવી જ વેદના જન્મ સમયે પણ થતી હોય છે. પરંતુ મૃત્યુ પામ્યા પછી જે વિગ્રહગતિમાં રહેલા જીવો છે તેઓને બીજા કે ત્રીજા સમય સુધી ઉત્પત્તિનો અભાવ હોવાથી તેઓને શાસ્ત્રીય ભાષામાં અનંતરપરંપરખેદાનુપપત્રક કહેલી છે. अणंतरपुरक्खड - अनन्तरपुरस्कृत (त्रि.) (વર્તમાનની જોડેનો પાછલો સમય, અનન્તર બીજો) આવનારી પ્રત્યેક ક્ષણ પોતાની ભીતરમાં શું સમાવીને બેઠી હોય છે તેની આપણને ખબર નથી હોતી. આથી પરમાત્માએ કહ્યું છે કે, તારા મન-વચન-કાયાની દરેક પ્રવૃત્તિ સન્માર્ગે જનારી હોવી જોઈએ. જિનેશ્વર ભગવંતોએ કહેલા તમામ અનુષ્ઠાનો આત્માની ભૂતકાળમાં થયેલી ભૂલોને સુધારવા માટે અને વર્તમાન પછી આવનારા સમયને સુંદર બનાવવા માટે હોય છે. જેનું પાલન શાશ્વત સુખના ઇચ્છુક પ્રત્યેક આત્માએ કરવું જોઇએ. अणंतरसमुदाणकिरिया - अनन्तरसमुदानक्रिया (स्त्री.) (વ્યવધાનરહિતસમુદાન ક્રિયા, પ્રથમ સમયવર્તી સમુદાન ક્રિયા) શાસ્ત્રમાં કહેલું છે કે, જીવ પ્રતિક્ષણ નવા નવા કર્મોનો બંધ કરતો જ રહે છે. પરંતુ કેટલીક વખત બંધાતા તે કર્મોનો રસબંધ અને પ્રદેશબંધ પ્રકૃતિ અને સ્થિતિ કરતા ભિન્ન થતા હોય છે આથી તે ગૃહીત કને પ્રકૃતિ અને સ્થિત્યાદિને અનુરૂપ વ્યવસ્થિત કરવામાં આવે છે. આ પ્રક્રિયાને સમુદાનક્રિયા કહેવામાં આવે છે. આ પ્રક્રિયાના પ્રથમ સમયને અનંતરસમુદાનક્રિયા કહેવામાં આવે છે. अणंतरसिद्ध - अनन्तरसिद्ध (पुं.) (પ્રકૃત સમયમાં સિદ્ધ થયેલા હોય તે, સિદ્ધત્વના પ્રથમ સમયમાં વર્તતા સિદ્ધ) ઘાતી અને અઘાતી એમ બન્ને પ્રકારના કર્મોનો સર્વથા ક્ષય કરીને, ચારેય પ્રકારની ગતિઓનો નાશ કરીને પંચમગતિને વરેલા અર્થાત, સિદ્ધગતિમાં પહોંચેલા સિદ્ધભગવંતો જ્યારે સિદ્ધત્વના પ્રથમ સમયમાં રહેલા હોય ત્યારે તેઓ અનંતરસિદ્ધ કહેવાય છે. अणंतरहिय - अनन्तरहित (त्रि.) (વ્યવધાનરહિત 2. સચિત્ત, સજીવ). પંચમહાવ્રતના ધારક સાધુભગવંતો માટે હિંસાનો સર્વથા ત્યાગ કહેલો છે. તેઓ સચિત્ત આહાર-પાણી, સચિત્ત ભૂમિ કે પછી જેમાં પણ સચિત્ત જીવોનો વાસ હોય તેની હિંસા તો નથી જ કરતાં પરંતુ, તેનો સ્પર્શ શુદ્ધાય ન કરે. આ મહામુનિઓ સચિત્ત ભૂમિ પર પગ પણ મૂકે નહીં. બતાવો! આજના કાળમાં ક્યાં મળશે આવા ઉત્કૃષ્ટ અહિંસાના પ્રતિપાલક? अणंतरागम - अनन्तरागम (पुं.) (આગમનો ભેદ વિશેષ) આગમ બે પ્રકારના કહેલા છે. અનંતરાગમ અને પરંપરાગમ. વર્તમાન સમયમાં આપણી પાસે જે આગમો આવેલા છે તે પરંપરાગમ છે. તીર્થકર ભગવંતે ગણધર ભગવંતોને જ્ઞાન આપ્યું, ગણધરોએ પોતાના શિષ્યોને અને તેમના શિષ્યોએ પોતાના શિષ્યોને એમ શ્રેણીથી આવેલા આગમ પરંપરાગમ બને છે. પરંતુ તીર્થકર ભગવંતો અર્થમાં જ દેશના આપતા હોવાથી અર્થની અપેક્ષાએ તીર્થંકર ભગવંતે ગણધરોને સંભળાવેલા આગમતે અનન્તરાગમ છે જ્યારે ગણધર ભગવંતો સૂત્રની રચના કરતા હોવાથી સુત્રની અપેક્ષાએ ગણધર ભગવંતોએ શિષ્યોને સંભળાવેલા આગમ અનંતરાગમ બને છે. અin Iણા -- ૩ત્તરાદા (પુ.), (જીવના પ્રદેશની અત્યંત પાસે અર્થાત, આંતરારહિત રહેલા પગલોનો આહાર કરનાર નારકી વગેરે જીવ) 222