Book Title: Abhidhan Rajendra Kosh Part 01 Shabdarth Vivechan - Shabdona Shikhar
Author(s): Rajendrasuri, Vaibhavratnavijay
Publisher: Raj Rajendra Prakashan Trust
View full book text
________________ જેમણે ઘરનો ત્યાગ કર્યો છે તે અણગાર છે આ થયો સામાન્ય અર્થ. પરંતુ વિશેષાર્થ એ છે કે, જેમણે અંતરમાં રહેલા રાગ-દ્વેષ, મોહ-મમતા, મામકા-પરાયાની વૃત્તિ વગેરે અગાર (કષાય મોહનીયનો) અને બાહ્ય પુદગલ સંપત્તિવાળા અગારનો ત્યાગ કર્યો હોય તે જ ખરા અર્થમાં અણગાર અર્થાત્ શ્રમણ છે. ઋપાવર પુ.). (આઠ પ્રકારનું કર્મ 2. દુષ્ટ શિષ્ય) શાસ્ત્રોમાં કહેવું છે કે, શ્રાવકે અથવા જીવનમાં સુખના ઇચ્છુક વ્યક્તિએ ક્યારેય પણ દેવું કરવું નહિ. કારણ કે જેમ નાનકડો ઘા ક્યારે જીવલેણ થઇ જાય તે કહી શકાતું નથી તેમ એક નાનકડું ઋણ ક્યારે ચક્રવૃદ્ધિ વ્યાજ બની જાય તે કોઇ કહી શકતું નથી. તેમ શાસ્ત્રવિરુદ્ધ આચરણ કરીને આઠ કર્મોનું ઉપાર્જન કરનાર ભવિષ્યમાં કરજદારની જેમ દુઃખી દુઃખી થઈ જાય તેમાં નવાઈ નથી. HTTITUT - અનWITT (ઈ.) (સાધુ ભગવંતના સત્યાવીસ ગુણ) જેવી રીતે ગુરુસ્થાપના સૂત્રમાં કહેલા છત્રીસ ગુણના ધારક આચાર્ય હોય તે ગુરૂ થવાને લાયક છે, તેમ જે શ્રમણમાં શાસ્ત્રોક્ત સાધુના 27 ગુણ રહેલા હોય તેનો જ પંચપરમેષ્ઠીમાં સમાવેશ છે. તે જ વંદનીય અને પૂજનીય છે. મોક્ષ પ્રાપ્ત કરવા માટે માત્ર વેશ હોવો જરૂરી નથી તેના માટે જોઈએ વેશને ઉચિત સાધુના ગુણોનું સહૃદયી પાલન. પ્રવચન સારોદ્ધાર ગ્રંથમાં સાધુના સત્યાવીશ ગુણો આ પ્રમાણે કહેલા છે. છ વ્રત, છકાય રક્ષા, પાંચ ઇન્દ્રિય અને લોભનો નિગ્રહ, ક્ષમા, ભાવવિશુદ્ધિ, પડિલેહણાદિ અનુષ્ઠાન શુદ્ધિ, અકુશલ મન-વચન-કાયાનો રોધ, સંયમયોગોથી યુક્ત અને ઉપસર્ગ, પરિષહોને સહન કરનારા હોય તે જ સાચા અર્થમાં શ્રમણ अणगारचरित्तधम्म - अनगारचरित्रधर्म (पुं.) (સાધુઓનો ચારિત્ર ધર્મ, મહાવ્રતાદિ પાલનરૂપ યતિધર્મ) જેમણે બાહ્ય અને અત્યંતર એમ બન્ને પ્રકારના ગૃહનો ત્યાગ કર્યો છે તે અણગાર અને તેમનો જે ધર્મ તે અણગારચરિત્રધર્મ. આ અણગારચરિત્ર ધર્મ બે પ્રકારનો કહ્યો છે. 1. જેમાં રાગ-દ્વેષનો સંપૂર્ણ અભાવ નથી તેવો સરાગ સંયમ અને 2. જે યથાખ્યાતચારિત્રના પાલનરૂપ છે તે વીતરાગ સંયમ. માધમ - મનર (.) (સર્વવિરતિ ચારિત્રરૂપ યતિધર્મ, મુનિધર્મ) ઔપપાતિકસૂત્રમાં કહેલું છે કે, જે સાધુ કે સાધ્વી દ્રવ્ય કે ભાવથી ક્રોધાદિ આત્મપરિણામોનો ત્યાગ કરીને અણગારધર્મમાં પરમાત્માની આજ્ઞાનુસાર વિચરણ કરે છે તે આરાધક થાય છે અને જે જિનોક્ત આજ્ઞાનું પાલન નથી કરતો તે સાધુધર્મથી ભ્રષ્ટ થયેલો વિરાધક બને છે. अणगारमग्गगइ - अनगारमार्गगति (स्त्री.) (સિદ્ધગતિ 2. સમ્યગ્દષ્ટિના અવરોધકના પરિત્યાગથી મૂકાયેલા જીવના સમ્યગ્દર્શન, જ્ઞાન, ચારિત્ર) ઉત્તરાધ્યયનસૂત્રના પાંત્રીસમા અધ્યયનમાં કહેલું છે કે, હે આયુષ્યમાનુ. જે ભિક્ષુ અણગારમાર્ગનું સેવન કરે છે તે શારીરિક અને માનસિક દુઃખોનો નાશ કરનાર થાય છે. તે સિદ્ધ, બુદ્ધ અને મુક્તગતિને પ્રાપ્ત કરે છે. કારણ કે સાધુધર્મનું પાલન જ સિદ્ધગતિની પ્રાપ્તિનો માર્ગ છે. अणगारमहेसि - अनगारमहर्षि (पुं.) (સાધુના ગુણોથી યુક્ત વિશિષ્ટ મહર્ષિ) ષોડશક પ્રકરણમાં કહેલું છે કે, સાધુનો વેશ પહેરી લેવા માત્રથી સાધુતા નથી આવતી. પરંતુ સાધુપદને ઉચિત ગુણોને ખીલવવાથી જ સાધુતા દીપે છે. સાધુતાના ગુણોથી ઉજજવળ વેશને ધારણ કરનાર મહર્ષિ એકાંતે સ્વ અને પરનું હિત કરનારા હોય છે. अणगारवाइ (ण)- अनगारवादिन् (पुं.) (સાધુના ગુણોથી રહિત હોવા છતાં પોતાને સાધુ તરીકે ઓળખાવનાર, માત્ર વેષને ધારણ કરનાર શાક્યાદિ સાધુ)