Book Title: Abhidhan Rajendra Kosh Part 01 Shabdarth Vivechan - Shabdona Shikhar
Author(s): Rajendrasuri, Vaibhavratnavijay
Publisher: Raj Rajendra Prakashan Trust
View full book text
________________ અiાખવટ્ટ - મનવ () (ભદ્રબાહુસ્વામી વગેરે સ્થવિરો દ્વારા રચિત આવશ્યકનિત્યાદિ ઋતવિશેષ) તીર્થકરો દ્વારા પ્રરૂપિત અને ગણધર ભગવંતો દ્વારા સૂત્રબદ્ધ થયેલા શ્રુતજ્ઞાનને અંગપ્રવિષ્ટ કહેવામાં આવે છે. તે સિવાય અન્યાન્ય સ્થવિર ભગવંતો દ્વારા રચાયેલા ચૂર્ણિ, ભાગાદિ શ્રતનો સમાવેશ અનંગપ્રવિષ્ટ શાસ્ત્ર તરીકે કરવામાં આવેલો છે. અનંનર - મન મજૂરો (ત્રી.) (પથ્વીચૂડ રાજા અને રેખા રાણીથી જન્મેલી અનંગમંજરી નામે રાજકન્યા) viaa - ૩ના (ઈ.) (અનંગસેન અપર નામ કુમારનંદી 2. સુવર્ણકારનો એક ભેદ) માણા - મનના (સ્ત્રી) (કણવાસુદેવના સમયમાં તે નામે દ્વારિકાની પ્રસિદ્ધ ગણિકા). ભગવાન નેમિનાથ પ્રભુના પિતરાઈ ભાઈ શ્રીકૃષણવાસુદેવના સમયમાં દ્વારિકાનગરીની જાહોજલાલી શાસ્ત્રોના પાને પાને વર્ણવાયેલી છે. તે સમયમાં દ્વારિકનગરીની પ્રધાન ગણિકાનું નામ અનંગસેના હતું તેમ આવશ્યકસૂત્રની ચૂર્ણિ વગેરેમાં નોંધાયેલું છે. viત - મનન્ત (સિ.) (અનંત, અપરિમિત, નિરવધિક, અક્ષય, અપર્યવસાનિક 2. કેવળજ્ઞાન 3. આકાશ 4, ભરતક્ષેત્રના આ ચોવીશીના ચૌદમા તીર્થકર 5. સાધારણ કાયનો જીવ) જેનો અંત ન હોય તેને અનંત કહેવાય છે અર્થાત નિરન્વયનાશથી પણ જે નાશ ન પામે તે અનંત છે. અનંતાર્થ વિષયોના જ્ઞાનના સ્વરૂપવાળું કેવળજ્ઞાન એવું જ અનંત છે. જેનો કોઈ પર્યન્ત નથી. સૂત્રકૃતાંગસૂત્રમાં આકાશને પણ અનંત કહેલું છે. મidટ્ટ - મનન્તનાત્ (.) (આ અવસર્પિણી કાળના ભરતક્ષેત્રના ચૌદમા તીર્થંકર પરમાત્માનું અપરનામ) અનંતનાથ પ્રભુની માતાએ પ્રભુના ગર્ભધારણ સમયે સ્વપ્રમાં રત્નોથી જડેલી ખૂબ જ મોટા પ્રમાણવાળી માળા જોઈ હતી તેથી પ્રભુનું નામ અનંતનાથ રાખવામાં આવ્યું હતું. આવશ્યકસૂત્રની શ્રી મલયગિરિજીની ટીકામાં આનો વિસ્તૃત વૃત્તાંત મળે છે. મvie - સનત્તાંશ (પુ.) (અનંતમો ભાગ) જ્યારે પણ કોઈ જીવ કેવલી ભગવંતને પૂછશે કે, “ભગવંત આજ દિન સુધી સંસારમાંથી કેટલા જીવો મોક્ષે ગયા'? ત્યારે કેવળજ્ઞાની કહેશે કે, “આજ દિવસ સુધીમાં એક સૂક્ષ્મનિગોદીયાના ગોળકનો અનંતમો ભાગ મોક્ષે ગયેલા છે વિચારી જુઓ કે ચૌદ રાજલોકવર્તી જીવોની સંખ્યા કેટલી બહોળી હશે? માંતર - ગાજર () (સંસારનો અંત કરવાને અશક્ત, સંસારનો અંત ન કરનાર) સૂત્રકૃતાંગસૂત્રના બીજા શ્રુતસ્કંધના સાતમા અધ્યયનમાં કહેવાયું છે કે, જેઓ અન્ય જીવોનું ઉપમર્દન કરે છે અર્થાત્ તેઓની હિંસા કરે છે, અસહાય અને નિર્દોષ એવા પ્રાણીઓને મારે છે કે સતાવે છે તેવા અજ્ઞાની જીવોનો ક્યારેય સંસાર ખતમ થવાનો નથી. अणंतकाइय - अनन्तकायिक (पं.) કંદમલાદિ અનન્તકાય, અનન્તકાયિક વનસ્પતિનો ભેદ) કંદમૂલાદિ વનસ્પતિઓ કે જે અભક્ષ્ય ગણાય છે. તેને સાધારણ વનસ્પતિકાય પણ કહે છે. તેના પણ સૂક્ષ્મ અને બાદર એમ બે ભેદ છે. અનન્તકાય વનસ્પતિના સોય જેવડા એક ટુકડાના અસંખ્યાતમા ભાગમાં પણ અનન્ત જીવો રહેલા હોય છે. યાદ રાખજો!ત્રણે જગતના સમસ્ત જીવો કરતા સૌથી મોટો જથ્થો આ વનસ્પતિના જીવોનો છે. ai7