Book Title: Abhidhan Rajendra Kosh Part 01 Shabdarth Vivechan - Shabdona Shikhar
Author(s): Rajendrasuri, Vaibhavratnavijay
Publisher: Raj Rajendra Prakashan Trust
View full book text
________________ अणंतकाय - अनन्तकाय (पुं.) (કંદમૂળાદિ અનન્ત જીવવાળી વનસ્પતિ, અનન્તકાય) પાંચ અણુવ્રત, ચાર ગુણવ્રત અને ત્રણ શિક્ષાવ્રતને ધારણકરનાર શ્રાવકનું જીવન ગૃહસ્થી માટે એક આદર્શ જીવન ગણવામાં આવેલું છે. ભગવાન મહાવીરે સાધુ અને શ્રાવક એમ બે ધર્મનું પ્રતિપાદન કરેલું છે. બન્ને ધર્મોમાં અનન્તકાયના જીવોની જયણા પાળવી અતિઆવશ્યક કહેલી છે. अणंतकाल - अनन्तकाल (पुं.) (અનંતકાળ, છેડા વગરનો કાળ) કાળની પરિભાષા જૈનધર્મમાં જેટલી સૂક્ષ્મ રીતે વર્ણવાયેલી છે તેવી કોઈ દર્શનમાં નથી. તેમાં એક સમયથી લઈને ભાવપુદ્ગલપરાવર્ત સુધીના કાળનું વિભાજન કરેલું છે. જૈન દર્શને કાળને સ્વતંત્ર દ્રવ્ય તરીકે સ્વીકારી તેનો છ દ્રવ્યમાં સમાવેશ કરેલો છે. अणंतकित्ति - अनन्तकीति (पु.) (અનંતકીર્તિ નામે એક જૈન મુનિ, કે જેમનું અપર નામ ધર્મદાસ ગણિ હતું). જૈન પરંપરાનો ઇતિહાસ પુસ્તકમાં દર્શાવ્યું છે કે, જેઓએ સાધુઓને માટે અમૃતતુલ્ય ઉપદેશમાળા નામે સુંદર પ્રકરણ ગ્રંથની રચના કરેલી છે તે મુનિનું નામ અનંતકીર્તિ હતું. શ્વેતાંબર જૈન પરંપરામાં તેમની ધર્મદાસગણિ તરીકેની પ્રસિદ્ધિ થયેલી છે. अणंतखुत्तो - अनन्तकृत्वस् (अव्य.) (અનંત વાર) . ભગવતીસૂત્રમાં શ્રીગૌતમસ્વામીજી મહારાજા ભગવાન મહાવીરને પૂછે છે કે, હે ભગવંત! અતીતમાં આ જીવ નારકીમાં કેટલી વાર ઉત્પન્ન થયો છે? ભગવંતે કહ્યું કે, હે ગૌતમ! પૂર્વમાં આ જીવ અનેકવાર અથવા અનંતીવાર નારકીમાં ઉત્પન્ન થયો છે. vid () - અનાશ (જ.) (ગણના કે સંખ્યાનો એક ભેદ, અનંત) સ્થાનાંગસૂત્રમાં ગણતરીરૂપ સંખ્યાવાચી અનન્તક’ શબ્દની વિસ્તારથી વ્યાખ્યા કરવામાં આવેલી છે. તેના જુત્ત અનંત, પરિત્ત અનંત અને અનંતાનંત એમ ત્રણ ભેદ અથવા પ્રત્યેકના જઘન્ય મધ્યમ અને ઉત્કૃષ્ટ એમ ત્રણ ત્રણ ભેદ હોવાથી કુલ નવ ભેદ ગણાવેલા છે. તેમાંના ગમે તે એક ભેદને પણ અનન્તક કહેવામાં આવેલો છે. મvi (ત્રિ.) (અવિનાશી, શાશ્વત) અનિત્યાદિ બાર ભાવનામાંનો એક પ્રકાર આવે છે લોકસ્વરૂપ ભાવના. આ ભાવનામાં સમસ્ત ચૌદ રાજલોકના સ્વરૂપનું ચિંતન કરવાનું હોય છે. સાત નરક, તિષ્ણુલોક, બાર દેવલોક, નવ રૈવેયક, પાંચ અનુત્તર તથા વિનાશી પૌલિક પરિણામો ચિંતવવાના હોય છે. અંતે એક જ વિચાર કરવાનો હોય છે કે, આ સંસારના દરેક પદાર્થો અને સુખો વિનાશી અને અશાશ્વત છે. જયારે સિદ્ધગતિમાં રહેલું આત્મિક સુખ નિરાબાધ, અવિનાશી અને શાશ્વત છે. अणंतगुणिय - अनन्तगुणित (त्रि.) (અનંતગણું, અનંતે ગુણોલ) શાસ્ત્રમાં કહેવું છે કે, માતાના ગર્ભમાં રહેલા જીવને ઉત્પત્તિ સમયે જેટલું દુઃખ હોય છે તે સામાન્ય દુખો કરતાં આઠગણું વધારે હોય છે અને નિગોદમાં રહેલા જીવોને તો તેનાથી અનંતગણું વધારે દુ:ખ હોય છે. inયારૂ ()- અનન્તયાતિ (કું.) (આત્માના મૂળ ગુણોનો ઘાત કરનાર કર્મપ્રકૃતિ, ઘાતિકર્મની પ્રકૃતિ) કર્મ બે પ્રકારના છે ઘાતિ અને અઘાતિ. જે કર્મો આત્માના જ્ઞાનાદિ ગુણોનો ઘાત નથી કરતા તે અઘાતિ કર્મ અને જે કર્મો જ્ઞાન, દર્શનાદિ આત્માના ગુણોનો ઘાત કરે છે તે ઘાતિકર્મ. આ ઘાતિકર્મનો એક પ્રકાર છે અનન્નઘાતિ. આ કર્મ આત્માના અનંત જ્ઞાનદર્શન અને ચારિત્રરૂપ મૂળગુણોનો નાશ કરનાર હોવાથી તેને અનન્તધાતિનું કહેલા છે.