Book Title: Abhidhan Rajendra Kosh Part 01 Shabdarth Vivechan - Shabdona Shikhar
Author(s): Rajendrasuri, Vaibhavratnavijay
Publisher: Raj Rajendra Prakashan Trust
View full book text
________________ કવિ - અષ્ટાઈમ (સ્ત્રી) (ભિક્ષની પ્રતિમા, જેમાં આઠ દિવસનો એક એવા આઠ દિનાષ્ટ હોય છે.) જેમ અણુવ્રતધારી શ્રાવકની 11 પ્રતિમા હોય છે તેમ પંચમહાવ્રતધારી ભિક્ષુની કુલ 12 પ્રતિમા હોય છે. વિશિષ્ટ સત્ત્વશાળી સાધુ ભગવંતો ભિક્ષની બાર પ્રતિમા વહન કરતા હોય છે. તે બાર પ્રતિમામાં એક પ્રતિમા આવે છે અષ્ટામિકા. જે 64 દિવસની હોય છે, તેમાં પહેલા આઠ દિવસ એક-એક દત્તિ અન્નપાણી લેવાય છે, પછી બીજા આઠ દિવસ પ્રતિદિન બે-બે દત્તિ લેવાય છે. એમ પ્રત્યેક અકમાં એક-એક દત્તિ વધારતાં આઠમા અષ્ટકમાં આઠ દત્તિ અન્ન અને પાણી લેવાય છે. મકા - માનદ્દ (2) (ઠાણાંગસૂત્રનું આઠમું સ્થાન 2. પાઠાન્તરે પ્રજ્ઞાપનાનું આઠમું સ્થાન) મટ્ટમ - મટનામન્ () (આઠ પ્રકારના પદાર્થના નામો) ઠાણાંગસૂત્રમાં સંખ્યાત્મક પદાર્થોની જાણકારી આપવામાં આવેલી છે. જેમ કે, એક સંખ્યાવાળા કેટલા પદાર્થો છે. બે સંખ્યાવાળા કેટલા છે, એમ ક્રમશઃ ત્રણ-ચાર-પાંચ-છ-સાત-આઠયાવત સંખ્યાત, અસંખ્યાત અને અનંત સુધીના પદાર્થો બતાવવામાં આવ્યા મક્સ - અર્થ શિન(વિ.) (શાસ્ત્રના અર્થને જાણનાર, યથાવસ્થિત પદાર્થના અર્થને જાણનાર) જેના આત્મામાં સમ્યગ્દર્શનનો દીવો પ્રગટ્યો છે તેવો સમ્યગ્દષ્ટિ જીવ સંસારના તમામ પદાર્થો પ્રત્યે આંતરિક અરુચિવાળો હોય છે. કારણ કે તે સુદેવ અને સુગુરુ પાસેથી મેળવેલા જ્ઞાનના પ્રતાપે યથાવસ્થિત પદાર્થને જોનારો હોય છે. આવા અર્થદર્શ જીવના દરેક વ્યવહારો માત્ર બાહ્ય હોય છે. પછી તે ચાહે લગ્નનો માંડવો હોય કે પછી યુદ્ધનું મેદાન હોય. તેના અંતરમાં એક નાદ ચાલતો હોય છે કે આ બાહ્ય દેખાય છે તે બધું જ ખોટું છે. વીતરાગ ભગવંત કથિત ધર્મ એ જ સત્ય છે. અટ્ટ - અર્થઘુ (ત્રિ.) (દુર્ગમ, પરિણામે ગહન, વિષમ, દુબોંધ્ય) જિનશાસનના પદાર્થોનું જ્ઞાન જ્યાં ત્યાંથી કે જેની તેની પાસેથી ન લેતાં, પરમાર્થવેત્તા સદ્દગુરુ પાસેથી લેવું જોઈએ. કારણ કે શાસ્ત્રના પદાર્થો અતિગહન અને દુર્બોધ્યા છે. અલ્પબુદ્ધિ કે કુબુદ્ધિવશાતુ અર્થનો અનર્થ થવાની સંભાવના છે. આથી જ તો આપણા બધાના હિતચિંતક એવા શ્રમણ ભગવંતોએ સામાન્યજનને પણ સમજાય તેના માટે સરળ ભાષામાં અનેક ગ્રંથોની રચના કરી છે. જેનાથી અતિગહન પદાર્થો પણ આપણે આસાનીથી સમજી અને જાણી શકીએ છીએ. अट्ठपएसिय - अष्टप्रदेशिक (त्रि.) (આઠ પ્રદેશથી બનેલું, આઠ પ્રદેશ જેમાં હોય તે). ચારેય ગતિના જીવોનો આત્મા આઠેય કર્મોના બંધનોથી લેપાયેલો છે. સમસ્ત આત્મપ્રદેશોમાં માત્ર આઠ પ્રદેશોથી બનેલો રુચકપ્રદેશ જ એવો છે જે કર્મરહિત અને શુદ્ધ છે. આત્માના આ ચકપ્રદેશમાં કોઇપણ કર્મના દળિયા લાગતા નથી. મકુપ (2) ચિંતન - અર્થપત્તિન (જ.) (વિચારણીય વાક્ય કે પદના અર્થનું ચિંતન કરવું તે) આગમસૂત્રના વિચારાતાં પદ કે વાક્યની અર્થથી લઈને પરમાર્થ સુધીની વિચારણા અર્થપદચિંતન બને છે. અર્થાત પોતાના જ્ઞાનમાં આવેલા પદનું ભાવનાજ્ઞાનપૂર્વક જે ચિંતન ચાલતું હોય, તેને ચિંતાજ્ઞાન દ્વારા ચિત્તમાં અવધારે. ત્યારબાદ બહુશ્રુત પાસે પોતે વિચારેલા પદોના અર્થની ચકાસણી કરાવીને હૃદયમાં તેનું સ્થાપન કરે. अट्ठपद (य) परूवणया - अर्थपदग्ररूपणता (स्त्री.) (સૂક્ષ્મ બુદ્ધિપૂર્વક વિચારવા યોગ્ય પદ-વાક્યની પ્રરૂપણા કરવી તે 2. અર્થ-ચણક અંધાદિ પદાર્થની આનુપૂર્વ-પરિપાટિનું પ્રરૂપણ કરવું તે અથવા તે રીતે સંજ્ઞા-સંજ્ઞી સંબંધની કથનતા) 198